આજની જીવનશૈલીમાં અને ખાનપાનમાં લોકો કોઈને કોઈ બીમારીથી ગ્રસિત છે. ખાસ કરીને પેટને લગતી બીમારી આજે દરેકના ઘરમાં જોવા મળે છે. જો તમને પણ આવી કોઈ પરેશાની છે તો તમે યોગ કરી તેને દુર કરી શકો છો. તમને જણાવી દઈએ કે રોગને દુર કરવા માટે યોગ એ અસરકારક ઉપાય છે. કારણ કે રોગ અને યોગ એકબીજાના દુશ્મન છે. એટલે જ્યાં યોગ હોય છે ત્યાં રોગ નથી. તમે યોગ દ્વારા વજન ઓછો કરી શકો છો, બીમારીઓ દુર કરી શકો છો, ચહેરાને સુંદર બનાવી શકો છો, વાળને મજબુત બનાવી શકો છો.
સામાન્ય રીતે યોગ સવારે ખાલી પેટ કરવા જોઈએ. પણ જો કામની વ્યસ્તતાને કારણે સમય નથી તો તમે આ યોગને ગમે ત્યારે કરી શકો છો. તમને જણાવી દઈએ કે વજ્રાસન એક એવું યોગ છે જેણે તમે ભોજન પછી તરત કરી શકો છો. એટલું જ નહિ જો તમે ભોજન પછી આ આસન કરો છો તો ભોજન પણ સરળતાથી પચી જાય છે. ચાલો તો આજે આપણે વજ્રાસન કરવાના ફાયદાઓ વિશે જાણીશું.
વજ્રાસન કરવાની રીત : વજ્રાસન કરવા માટે સૌથી પહેલા તમે ગોઠણ વાળીને નીચે બેસી જાવ. આમ કરતી વખતે બંને પગના અંગુઠા ને ભેગા કરો અને એડીઓને અલગ રાખો. હવે પોતાના હીપ્સ એડી પર રાખો સાથે જ હથેળીને ગોઠણ પર રાખો. આ દરમિયાન પોતાની પીઠ અને માથું સીધું રાખું, ધ્યાન રાખો કે આ સમયે તમારા બંને ગોઠણ એકબીજા સાથે મળતા હોવા જોઈએ. નોર્મલ રૂપે શ્વાસ લો, આ સ્થિતિમાં જેટલું બેસી શકાય એટલું બેસો. આ આસનને ભોજન લીધા પછી 15 થી 20 મિનીટ પછી કરી શકાય છે.
Better blood circulation and digestive system are two of the many benefits of Vajrasana.
Do you practice this Asana?
If not, what are you waiting for! #YogaDay2019 pic.twitter.com/vqd3rKs3bW
— Narendra Modi (@narendramodi) June 13, 2019
વજ્રાસન ના ફાયદાઓ : ભોજન પછી આ આસન ને એટલા માટે કરવામાં આવે છે કારણ તેને કર્યા પછી ભોજન જલ્દી પચી જાય છે. આ આસન તમારી પાચનક્રિયામાં સુધાર લાવે છે. તે ગેસ, એસીડીટી અને અલ્સર જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. વધારાની ચરબી ઓછી કરે છે. હીપ્સ અને કમર સુંદર અને આકર્ષક દેખાવા લાગે છે. વજ્રાસન કરવાથી થાઈ અને પીંડીઓના સ્નાયુઓ મજબુત બને છે. પગની નસ મજબુત બને છે. આ આસન સાઈટીકા અને પીઠના દુખાવામાં રાહત અપાવે છે. કરોડરજ્જુને સીધી રાખવામાં મદદ કરે છે. રેગ્યુલર કરવાથી શરીર મજ્બુત અને એકાગ્રતા વધે છે.
સાવધાની : જો કે વજ્રાસન ગમે ત્યારે કરી શકાય છે. પણ તેને કરતી વખતે થોડી વાતોનું ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલા તેને કરતી વખતે શરીરની સ્થિતિ પર ધ્યાન આપો. જો તમારા ગોઠણમાં કોઈ સમસ્યા છે અથવા સર્જરી કરાવવી છે તો આ આસન ન કરો. જે લોકોને કરોડરજ્જુ, હર્નિયા, આંતરડામાં અલ્સરની સમસ્યા છે તે લોકોએ એક્સપર્ટની હાજરીમાં આ આસન કરવું જોઈએ.
આમ તમે વજ્રાસન કરીને પેટને લગતી ઘણી સમસ્યાઓમાં રાહત મેળવી શકો છો. તેમજ તેનાથી પેટની બીમારીઓ સામે એક સુરક્ષા કવચ બને છે. ભોજન પચી જાય છે, ગેસ, એસીડીટી તેમજ અપચો જેવી સમસ્યાઓ નથી રહેતી. ભોજન પછી આ આસન કરી શકાતું હોવાથી તમને ભોજન પચવામાં પણ મદદ મળે છે. આથી તમે વજ્રાસન ગમે ત્યારે કોઈપણ વ્યક્તિ કરી શકે છે. આમ તે પેટના સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી