મિત્રો પ્રાચીનકાળથી જ યોગ આપણને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. કેટલાય વર્ષો પહેલા યોગ લોકોની દિનચર્યા નો મુખ્ય ભાગ હતો. પરંતુ ધીમે ધીમે આ આદતોમાં બદલાવ આવ્યો અને તે યોગની જગ્યાએ આળસુ બની ગયો. તેવી જ રીતે આજના શહેરી વાતાવરણ માં કામનું દબાણ એટલું વધી ગયું છે કે લોકોને યોગ કરવા માટે સમય પણ નથી મળતો. પરંતુ આ સમસ્યાનો ઉકેલ પણ યોગમાં આપવામાં આવ્યો છે.
યોગ દ્વારા કેટલીક મુદ્રાઓ આવે છે જો વ્યક્તિને કામની વચ્ચે થોડો સમય મળી જાય તો તે દરમિયાન પણ આ મુદ્રાઓને પોતાના સ્વાસ્થ્યને જાળવવા માટે કરી શકે છે. આજે અમે તમને સૂર્યમુદ્રા કરવાની રીત અને તેના ફાયદા વિશે જણાવીશું.
કેવી રીતે કરવી સૂર્યમુદ્રા:- વ્યક્તિ જ્યારે આરામની સ્થિતિમાં હોય તો તે અનામિકા આંગળી (રીંગ ફિંગર) તમારા અંગૂઠા પર રાખીને બધી આંગળીઓને ખોલી લો. આને કરતી વખતે જમીન પર બેસવું યોગ્ય મનાય છે આ આસન કરતી વખતે સુખાસનમાં બેસવું. તમારા હાથને ઘૂંટણ પર રાખો. આ મુદ્રા વાત અને પિત્ત ની સમસ્યાને દૂર કરવામાં અસરકારક છે.
સૂર્યમુદ્રાથી કયા કયા ફાયદા થાય છે:- સૂર્યમુદ્રા શરીરના દરેક તત્વોને બેલેન્સ કરીને તમને સ્વસ્થ બનાવે છે. તો આવો જાણીએ સૂર્યમુદ્રા ના ફાયદા.
1) થાઇરોડ ની સમસ્યા દૂર થાય છે:- સૂર્યમુદ્રા કરવાથી થાઇરોડની સમસ્યા દૂર કરવામાં મદદ મળે છે. સૂર્યમુદ્રાથી શરીરની થાઇરોડ ગ્લેન્ડ સરખી રીતે કાર્ય કરે છે. થાઇરોડ ના કારણે થતુ મેદસ્વિતાપણું દૂર કરવામાં મદદ મળે છે. જો તમને થાયરોડની સમસ્યા વધારે હોય તો સૌથી પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક કરવો. તેની સાથે જ સવારમાં સૂર્યમુદ્રાને નિયમિત રૂપે કરવાનો પ્રયાસ કરવો. ધીરે ધીરે તમને આનાથી આરામ મળશે.
1) શરીરના તાપમાનને સરખું કરે:- જ્યારે તમે સૂર્યમુદ્રા ને સૂર્ય નમસ્કાર સાથે કરો છો તો તેનાથી તમારા શરીરનું તાપમાનનું યોગ્ય સ્તર જળવાય છે. શિયાળામાં ધ્રુજારીની સમસ્યાને દૂર કરવા માટે તમે સૂર્યમુદ્રા કરી શકો છો. તેની સાથે જે લોકોને પરસેવો ઓછો થતો હોય તેમના માટે પણ સૂર્યમુદ્રા કરવાથી ઘણો ફાયદો થાય છે.2) તણાવ દૂર કરે:- સૂર્યમુદ્રાથી મગજની ઉર્જામાં વધારો થાય છે. આ મુદ્રા થી શરીરના તાપમાનનું સ્તર સંતુલિત રહે છે જેનાથી એન્ટિઓક્સિડન્ટ બનવાની પ્રક્રિયા તેજ થાય છે. તેનાથી તમને તણાવ દૂર થાય છે અને પહેલા કરતાં તમે વધારે ખુશ હોવાનો અહેસાસ કરશો.
3) ડાયાબિટીસ નિયંત્રિત કરે:- સૂર્યમુદ્રાથી સ્વાદુપિંડ એક્ટિવેટ થાય છે. આ મુદ્રા ને નિયમિત કરવાથી મેટાબોલિઝ્મ સારું બને છે, જેનાથી મેદસ્વિતા દૂર રહે છે. સાથે જ તેની મદદથી શરીરમાં વધેલું શુગર લેવલ નીચે આવે છે. જો તમને ગંભીર રૂપે ડાયાબિટીસ હોય તો તેવી સ્થિતિમાં તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ત્યારબાદ જ તમે સૂર્યમુદ્રા ને તમારી દિનચર્યામાં સામેલ કરો.સૂર્યમુદ્રાથી થતા અન્ય ફાયદા:- રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત બને. કબજિયાતની સમસ્યા દૂર કરવામાં ઉપયોગી. સૂર્યમુદ્રાથી શિયાળામાં સાંધાના દુખાવા, ગળામાં દુખાવો અને શુષ્ક ત્વચા વગેરેની સમસ્યા દૂર કરવામાં મદદરૂપ. ફલૂ ની સમસ્યા થવા પર સૂર્યમુદ્રાથી રાહત મળે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી