જટામાંસી એક ઔષધિ છે જેનો ઉપયોગ આયુર્વેદમાં ઘણી અલગ અલગ બીમારી માટે કરવામાં આવતો. આ ઔષધિને તપસ્વીની ના નામથી પણ ઓળખવામાં આવે છે અને અંગ્રેજીમાં તેને ઇન્ડીયન સ્પાઇકનોર્ડ પણ કહેવાય છે. તેના મૂળ અને તેલનો ઉપયોગ વાળની અલગ અલગ સમસ્યાઓ માટે થાય છે.
બજારમાં જટામાંસીનું તૈયાર તેલ પણ ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ વાળના મૂળમાં ઇન્ફેકશન, સફેદ વાળ, ટાલ પડવી જેવી વાળને લગતી સમસ્યાઓ દૂર કરવામાં થાય છે. આ લેખમાં અમે તમને વાળની અલગ અલગ સમસ્યાઓમાં કઈ રીતે જટામાંસીનો ઉપયોગ કરવો તેની માહિતી આપીશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો
1) ટાલની સમસ્યામાં : જટામાંસી વાળમાં ટોનિક જેવું કામ આપે છે, જે લોકોને વાળમાં ટાલ પડવાના લક્ષણો દેખાય રહ્યા હોય તેમણે જટામાંસીના તેલને નિયમિત વાળમાં લગાવવાનું શરૂ કરી દેવું, તેના તેલથી ટાલ પડવાની સમસ્યા ગાયબ થાય છે. જટામાંસીના તેલમાં રહેલું એન્ટી-ઓક્સીડન્ટ ઝડપથી વાળનો ગ્રોથ વધારે છે.
2) વાળના મૂળમાં ઇન્ફેકશન : વાળની ચામડીના ઇન્ફેકશનથી છુટકારો મેળવવા જટામાંસીનો ઉપયોગ કરવો. તેની છાલનો પાવડર બનાવી આમળાના રસ સાથે મેળવી ઇન્ફેકશન વાળી જગ્યા પર લગાવવાથી આ સમસ્યા દૂર થાય છે, જટામાંસીના એન્ટી-ફંગલ ગુણને લીધે ઇન્ફેકશનને રોકી શકાય છે. આ માટે તમે જટામાંસીના તાજા તેલનો પણ ઉપયોગ કરી શકો છો.
3) સફેદ વાળમાં : જટામાંસી રહેલા પ્રાકૃતિક ગુણોને લીધે વાળ કુદરતી રીતે કાળા બને છે, તમે તેનો ઉપયોગ વાળને રંગવા અથવા સફેદ થતા અટકાવવા માટે કરી શકો છો. તમે જટામાંસીના પાવડરને નાળિયેરના તેલ સાથે મેળવી લ્યો ત્યારબાદ તેમાં લીમડાની પેસ્ટ મેળવી તેને સફેદ વાળ પર લગાવો, આ રીતે સફેદ વાળથી છુટકારો મેળવી શકશો.
4) ખોડાની સમસ્યામાં : જો તમે ખોડાનો ઉપાય શોધી રહ્યા છો, તો તેના માટે જટામાંસી એક સારો ઉપાય છે. આ માટે તમારે જટામાંસીના તેલમાં લીમડાના પાંદડાને ઉકાળી લેવાના છે અને તેની પેસ્ટ બનાવી વાળમાં લગાવી દેવી, અડધો કલાક રાખ્યા પછી માથું ધોઈ લેવું. આ પેસ્ટને અઠવાડિયામાં 3 વાર લગાવવાથી ખોડાની સમસ્યા દૂર થશે.
5) સૂકા વાળને મુલાયમ બનાવવા : જો તમારા વાળ સૂકા અને રફ થય ગયા છે તો જટામાંસીની મદદથી તમે વાળને મુલાયમ બનાવી શકશો. તમારે જટામાંસીના પાવડરમાં નાળિયેરનું તેલ મિક્સ કરી, તેની પેસ્ટ બનાવી વાળમાં લગાવી દેવી, અડધી કલાક બાદ માથું ધોઈ લેવું. આ પેસ્ટને અઠવાડિયામાં બે વાર લગાવવાથી તમે વાળને મુલાયમ થયેલા અનુભવશો.
જો તમે જટામાંસી તેલનો ઉપયોગ કરો છો તો તેમાં મધ, ઘી, નાળિયેરનું તેલ અથવા પાણી મેળવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી