શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે પૌષ્ટિક આહાર અને શારીરિક વ્યાયામની જરૂર પડે છે. તમારે જેવી ખાણીપીણી હોય તેવું જ તમારું સ્વાસ્થ્ય હોય છે, ભારતમાં આયુર્વેદિક દ્વારા પ્રાચીન કાળથી જ લોકોમાં ખાણીપીણી અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા ફેલાવવા માં આવે છે, જૂના જમાનામાં લોકો શરીરને ફિટ અને સ્વસ્થ બનાવી રાખવા માટે ઘણા બધા પ્રકારની વસ્તુઓનો સહારો લે છે, આજના સમયમાં જેમ કે લોકો કોફી, ચા વગેરેનું સેવન સવાર સવારમાં કરે છે, તેવી જ રીતે જૂના સમયના લોકો દરરોજ લીંબુ પાણીનું સેવન કરતા હતા. લીંબુ અને સિંધવ મીઠુંનું નિયમિત સેવન કરવાથી ઘણા બધા ફાયદા મળે છે. લીંબુ અને સિંધવ-મીઠું એક સાથે સેવન કરવાથી શરીરની ઘણી બધી સમસ્યાઓમાં એક ઔષધિનું કામ કરે છે. આવો જાણીએ તેના ફાયદા.
લીંબુ અને સિંધવ મીઠું ના ફાયદા : શરીર માટે લીંબુ અને સિંધવ-મીઠાનું સેવન કોઈ ઔષધિથી ઓછું માનવામાં આવતું નથી. તેનું નિયમિત સેવન કરવાથી તમે શરીરની ઘણી બધી ગંભીર બીમારીઓને પણ દૂર કરી શકો છો. શરીરની અંદર ઉપસ્થિત દરેક બેક્ટેરિયા વગેરે નષ્ટ કરવામાં લીંબુ અને સિંધવ-મીઠું સેવન ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં ઉપસ્થિત હોય છે, જે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાનું કામ કરે છે. તે જ પ્રકારે સિંધવ-મીઠું કેલ્શિયમ, પોટેશિયમ અને ઝિંક જેવાં જરૂરી પોષક તત્વો અને મિનરલ્સથી ભરપૂર હોય છે. જે શરીરની ઘણી બધી સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે.
1 ) લીંબુ અને સિંધવ-મીઠાનું સેવન કરવાથી હૃદયથી જોડાયેલી બીમારીમાં ફાયદા મળે છે, દરરોજ સવારે તેનું સેવન કરવાથી હાર્ટએટેકનું જોખમ ઓછું થઈ જાય છે, અને તેનાથી તમારા શરીરમાં હૃદયની અન્ય બીમારીનું જોખમ પણ ઓછું થાય છે.
2 ) લીંબુ અને સિંધવ મીઠાનું સેવન કરવાથી પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યામાં પણ ફાયદો મળે છે, લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને દરરોજ પીવાથી કબજિયાત અને એસિડિટીની સમસ્યામાં પણ છુટકારો મળે છે. તેનું સેવન કરવાથી પાચનતંત્રને મજબૂત કરી શકાય છે.
3 ) લીંબુ અને સિંધવ-મીઠાનું સેવન કરવાથી ત્વચા સાથે જોડાયેલી સમસ્યા ઓછી થઈ જાય છે. લીંબુનું સેવન ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે. લીંબુનું સેવન કરવાથી ત્વચાથી જોડાયેલા રોગ દૂર થાય છે, તે સિવાય સિંધવ મીઠું અને લીંબુનું મિશ્રણ તમારા ચહેરા ઉપર ગ્લો વધારવા માટે ફાયદાકારક છે, દરરોજ એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુના ટીપા નાખીને તેમાં સિંધવ મીઠું ઉમેરીને પીવું જોઈએ.
4 ) હાડકા માટે લીંબુ અને સિંધવ મીઠું ફાયદાકારક છે, દરરોજ લીંબુ અને સિંધવ-મીઠું સેવન કરવાથી ઓસ્ટિયોપોરોસિસ અને આર્થ્રાઈટિસ જેવી ગંભીર બીમારીનું જોખમ ઓછું થઈ જાય છે, દરરોજ ગરમ પાણીમાં સિંધવ-મીઠું મેળવીને પીવાથી સાંધાની સમસ્યાઓમાં થતો દુખાવો દૂર કરી શકાય છે.
5 ) એવા લોકો જે આખો દિવસ કામ કરીને પ્રેશર અથવા ભણવા લખવાના કારણે ટેન્શનમાં રહે છે, તેમની માટે લીંબુ અને સિંધવ મીઠાનું સેવન ખુબ જ ફાયદાકારક છે. મગજના તણાવને દૂર કરવા માટે અને ડિપ્રેશનની સમસ્યામાં તેનું સેવન કરવાથી ફાયદા મળે છે.
6 ) વજન ઓછું કરવા માટે લીંબુ પાણીનું સેવન સવારના સમયે ખુબ જ ફાયદાકારક છે. પરંતુ શું તમને જાણકારી છે કે લીંબુની સાથે સિંધવ મીઠું સેવન કરવાથી તમારું વજન જલ્દી ઓછું થઈ શકે છે. તીવ્રતાથી વજન ઓછું કરવા માટે દરરોજ સામાન્ય ગરમ પાણીમાં એક લીંબુનો રસ અને લગભગ એક ચમચી સિંધવ મીઠું ઉમેરીને પીવું જોઈએ.
7 ) ઉલટી અને પેટથી જોડાયેલી તકલીફ જેમ કે ખાટા ઓડકાર આવવા વગેરે માં લીંબુની સાથે અડધી ચમચી સિંધવ મીઠું પાણીમાં ઉમેરીને પીવાથી ખુબ જ ફાયદો થાય છે. ઊલટી અને ઉબકાની સમસ્યામાં લીંબુની સાથે મીઠાનું સેવન કરવાથી આરામ મળશે.
8 ) શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લીંબુની સાથે સિંધવ મીઠાનું નિયમિત સેવન કરવું જોઈએ. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તેનું સેવન ખુબ જ ફાયદાકારક છે.
આ રીતે તમે દરરોજ લીંબુ અને સિંધવ મીઠાનું સેવન કરીને શરીરને સ્વસ્થ અને ફિટ રાખી શકો છો, લીંબુનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધિના રૂપે કરવામાં આવે છે. લીંબુમાં ઉપસ્થિત ગુણ શરીરની ઘણી બધી બીમારી અને સમસ્યાને દૂર કરવા માટે લાભકારક છે, જો તમે ખાણીપીણીથી જોડાયેલી કોઇપણ સમસ્યાથી બીમાર છો તો, લીંબુ અને સિંધવ મીઠાનું સેવન કરતાં પહેલાં ચિકિત્સકની સલાહ જરૂર લો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી