આજના વ્યસ્ત જીવનમાં લગભગ મોટાભાગના લોકોને સફેદ વાળની સમસ્યા પરેશાન કરી રહી છે. આજે તમે સફેદ વાળથી છુટકારો મેળવવા માટે અનેક ઉપાયો અજમાવો છો. કહેવાય છે કે દુધીનો રસ સફેદ વાળની સમસ્યા માટે અસરકારક ઈલાજ છે. તેને માથામાં લગાવવાથી તમારી સફેદ વાળની સમસ્યા જલ્દી દુર થાય છે.
કાળા અને જાડા વાળ તમારી સુંદરતામાં વધારો કરી દે છે. દરેક લોકોને લાંબા, કાળા અને સુંદર વાળની ચાહત હોય છે. પણ આજના સમયમાં વધતા જતાં સ્ટ્રેસ અને ખાનપાન ને કારણે સમય પહેલા જ આપણા વાળ સફેદ અને ડેમેજ દેખાવા લાગે છે. આજકાલ વાળના સફેદ થવા એક સામાન્ય બાબત બની ગઈ છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે પેટની ગડબડ, પોષક તત્વોની ઉણપ, અને ખરાબ લાઈફસ્ટાઈલ, ને કારણે થાય છે. તેનાથી બચવા માટે તમે દુધીના રસનો ઉપયોગ વાળને કાળા કરવા માટે કરી શકો છો. તેમાં રહેલ પોષક તત્વો વાળને કાળા બનાવવામાં મદદ કરી શકે છે. આ કુદરતી ઉપાય વાળને કાળા અને જાડા બનાવે છે. તે વાળને સ્વસ્થ અને મજબુત બનાવે છે.સફેદ વાળ માટે દુધીના રસ ના ફાયદાઓ:-
1) સફેદ વાળને કાળા બનાવે છે:- દુધીનો રસ વાળને કાળા બનાવવામાં મદદ કરે છે. તેનાથી તમારા વાળ કુદરતી રીતે કાળા અને ચમકદાર બને છે. વાસ્તવમાં દુધીના રસમાં રહેલ વિટામીન એ અને ઈ તમારા વાળને મજબુત બનાવવાની સાથે તેના કાળા બનાવવામાં પણ મદદ કરે છે. તે વાળને અંદરથી પોષણ પ્રદાન કરે છે અને તમારા સફેદ વાળ ધીરેધીરે કાળા થઇ જાય છે.
કેવી રીતે ઉપયોગ કરવો:- આ માટે તમે દુધીનો રસ, કલોજીનું તેલ અને ઓલીવ ઓઈલ મિક્સ કરીને હેર પેક તૈયાર કરી લો. તેને સ્નાન કરતા પહેલા વાળ પર સ્પ્રે કરીને સારી રીતે મસાજ કરો. જેથી વાળને જડથી પોષણ મળી શકે. અને તમારા વાળ મજબુત બને. થોડી વાર પછી વાળ સુકાયા પછી તેને માઈલ્ડ શેમ્પુથી ધોઈ નાખો. 2) વાળ ઓછા ખરે છે:- સફેદ વાળ તમારા શરીરમાં પોષણની કમી તરફ ઈશારો કરે છે. એવામાં વાળ સફેદ થવા પર તે જલ્દી ખરવા પણ લાગે છે. ખરતા વાળ રોકવા માટે તમે વાળમાં દુધીનો રસ લગાવી શકો છો. તેમાં રહેલ બાયોટીન, પ્રોટીન અને વિટામીન તમારા સ્કેલ્પ સુધી પહોંચીને વાળને નમી પ્રદાન કરે છે. આ સ્કેલ્પના રોમ છિદ્ર સુધી પહોંચીને નમી જાળવી રાખે છે અને તેને ખરતા રોકે છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારું થાય છે.
કેવી રીતે ઉપયોગ કરવો:- આ માટે તમે એક કપ દુધીના રસમાં એક ચમચી મેથીના દાણા પીસીને મિક્સ કરી શકો છો. તેનાથી વાળ કાળા અને મજબુત બનાવામાં મદદ મળે છે. આ પેકને તૈયાર કર્યા પછી વાળ પર મસાજ કરતા લગાવો. પછી થોડીવાર પછી શેમ્પુથી ધોઈ નાખો.3) સ્કેલ્પના સોજા દુર કરે છે:- સ્કેલ્પમાં સોજાને કારણે તમારા વાળ ખરવાની સાથે માથાના દુખાવાની સમસ્યા પણ બની રહે છે. એવામાં દુધીના રસમાં એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ઇન્ફલેમેટરી ગુણ રહેલા છે. જે જડના સોજાને દુર કરવામાં અને વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેનાથી વાળ બેમુખી અને પાતળા નથી થતા.
કેવી રીતે ઉપયોગ કરવો:- આ માટે દુધીના રસથી પોતાના સ્કેલ્પ પર મસાજ કરો. તેનાથી વાળની જડમાં પોષક તત્વો પહોંચે છે. અને બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. આમ તમે વાળને મજબુત, જાડા, કાળા અને લાંબા બનાવવા માટે દુધીના રસનો ઉપયોગ કરી શકો છો. તેમાં રહેલ પોષક તત્વો તમારા વાળને પુરતું પોષણ પૂરું પાડે છે. અને તમારા વાળ ધીરેધીરે સફેદ થતા અટકે છે અને કાળા થવા લાગે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી