કલોંજીનુ તેલ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. તે માનસિક અને શારીરિક તકલીફને દૂર કરવામાં આપણી મદદ કરે છે. શરીરના વજનને ઓછું કરવાની સાથે સાથે આપણા પાચનને દુરસ્ત કરવામાં કલોંજીના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. કલોંજીના તેલમાં પ્રોટીન, સોડિયમ આયરન, કેલ્શિયમ, પોટેશિયમ અને સાઈબર જેવા તત્વો ઉપસ્થિત હોય છે. તે સિવાય તેમાં ઘણા બધા પ્રકારના વિટામીન્સ હોય છે, જે સ્વાસ્થ્ય માટે લાભકારી છે. આજે અમે આ લેખમાં કલોંજીનું તેલ પીવાના ફાયદા વિશે જણાવશું, આવો જાણીએ નિયમિત રૂપથી કલોંજીનું તેલ પીવાથી આપણા શરીરને ક્યાં ક્યાં પ્રકારના લાભ મળે છે.
1 ) ડાયાબિટીસ કંટ્રોલ કરે : ડાયાબિટીસના દર્દીઓ માટે કલોંજીનું તેલ ખુબ જ લાભકારી હોય છે, બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે બ્લેક-ટીમાં કલોંજીનું તેલ મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ. જેનાથી તમને લાભ મળશે તેની માટે સવારે ખાતા પહેલા અને રાત્રે ખાધા પછી બ્લેક ટીમાં અડધી ચમચી કલોંજીનુ તેલ ઉમેરીને પીઓ. આ રીતે નિયમિત રૂપથી કલોંજીના તેલનું સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં થઈ શકે છે.
2 ) પાચન તંત્રને રાખે સ્વસ્થ : કલોંજીના તેલનું સેવન કરવાથી આપણું પાચનતંત્ર સ્વસ્થ થઈ શકે છે. પાચન અને સ્વસ્થ કરવા માટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી કલોંજીનું તેલ અને સંચળ ઉમેરો, હવે આ પાણીનું સેવન કરવાથી તમારા પાચનમાં સુધારો કરી શકાય છે. તેમજ પાચન સાથે જોડાયેલી અન્ય સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે.
3 ) બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે : આપણા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે કલોંજીનું તેલ લાભદાયક સાબિત થઇ શકે છે. તેની માટે એક કપ ચા માં અડધી ચમચી કલોંજીનુ તેલ મિક્સ કરો. આ ચાનું સેવન ઓછામાં ઓછું દિવસમાં બે વખત કરો. તેનાથી બ્લડ પ્રેશર ઘણી હદ સુધી કંટ્રોલ કરી શકાય છે.
4 ) વજન ઓછું કરે : વજન ઘટાડવા માટે તમે કલોંજીના તેલનું સેવન કરી શકો છો. શરીરમાં વધારાની ચરબીને ઘટાડવા માટે એક ગ્લાસ પાણી લો અને તેમાં લીંબુનો રસ અને કલોંજીના તેલના અમુક ટીપા મિક્સ કરીને તેનું સેવન કરો. સવારે ખાલી પેટે આ ડ્રિંકનુ સેવન કરવાથી તમારું વજન તીવ્રતાથી ઓછું થશે.
5 ) માનસિક સ્વાસ્થ્યને કંટ્રોલ કરે : કલોંજીનું તેલ માનસિક સ્વાસ્થ્ય માટે અસરકારક હોય શકે છે. આપણા દિમાગને તંદુરસ્ત રાખવા અને એકાગ્રતા વધારવા માટે તમે કલોંજીના તેલનું સેવન કરી શકો છો. તેની માટે અડધી ચમચી કલોંજીના તેલમાં 10 ગ્રામ ફુદીનાના પાનનો રસ ઉમેરો. હવે આ મિશ્રણનું નિયમિત સેવન કરવાથી તમને અમુક જ દિવસમાં ખુબ જ સારું રિઝલ્ટ મળી શકે છે.
6 ) આંખો માટે લાભકારી : આંખોના સ્વાસ્થ્ય માટે કલોંજીના તેલનું સેવન કરી શકો છો. તે તમારા માટે લાભકારી હોય શકે છે. તેની માટે એક કપ ગાજરનું જ્યુસ લો અને તેમાં અડધી ચમચી કલોંજીનું તેલ અને મધ ઉમેરો. ત્યારબાદ તેનું નિયમિત રૂપથી સવારે અને સાંજે સેવન કરવાથી આપણી આંખો સ્વસ્થ અને હેલ્ધી થઈ શકે છે. વધતી ઉંમરમાં આંખોની તકલીફ થવાથી તમે નિયમિત રૂપથી તેનું સેવન કરો.
કલોંજીના તેલનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા બધા ગુણ મળી શકે છે. જો તમે પોતાનું વજન ઘટાડવા માંગો છો તો લીંબુપાણીમાં કલોંજીનુ તેલ મિક્સ કરીને પીવો તેની સાથે જ શરીરની બીજી બધી તકલીફને દૂર કરવા માટે તમે તેનું સેવન કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી