હાલ શિયાળાના દિવસોમાં તમે માર્કેટમાં લીલી ડુંગળી અને લીલું લસણ બંને જોતા હશો. આ બંને વસ્તુઓનું સેવન શિયાળામાં ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમજ તેનો સ્વાદ પણ ખુબ જ લાજવાબ હોય છે. સ્વાસ્થ્યની દ્રષ્ટીએ પણ લીલી ડુંગળીના ઘણા ફાયદાઓ છે.
લીલી ડુંગળીનો ઉપયોગ તમે જે પણ રસોઈમાં કરો છો તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. આમાં ઘણા એવા પોષકતત્વો રહેલા છે જે કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે. લીલી ડુંગળી એ તમારી ભૂખમાં વધારો કરે છે. તેમજ તે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું પણ રાખે છે. આથી વજન ઓછુ કરવામાં પણ તે તમારી મદદ કરે છે. તેને કાચી અને રાંધેલી પણ ખાઈ શકો છો.
શિયાળામાં આ લીલી ડુંગળીને ખાવાથી અનેક ફાયદાઓ મળે છે. લીલી ડુંગળી સલ્ફરથી ભરપુર છે. જે શરીરના સમગ્ર સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. એલીલ સલ્ફાઇડ અને ફ્લેવોનોઈડ જેવા યૌગિક રહેલ છે. જે કેન્સરથી બચાવે છે. તેમજ કેન્સરની કોશિકાઓને રોકે છે. ચાલો તો લીલી ડુંગળીના કેટલાક ફાયદાઓ વિશે જાણી લઈએ.
1) કોલેસ્ટ્રોલને સારું કરે છે : શિયાળામાં જે લોકોને કોલેસ્ટ્રોલની તકલીફ થાય છે તેમણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પણ જો તમે લીલી ડુંગળી દરરોજ ખાવ છો તો કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. તેમાં એન્ટી બેકટેરીયલ ગુણ હોય છે તે પાચન ક્ષમતાને વધારે છે. તેમજ લીલી ડુંગળીમાં ક્રોમિયમ હોય છે જે કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે.
2) ઈમ્યુનીટી મજબુત બનાવે છે : જો તમારી ઈમ્યુન સીસ્ટમ નબળી છે તો તમારા માટે લીલી ડુંગળીનું સેવન ખુબ લાભકારી છે. શિયાળામાં શરદી, કફ અને એલર્જીની સમસ્યા સામે પણ રક્ષણ આપે છે. આમ લીલી ડુંગળી ઈમ્યુન સીસ્ટમ મજબુત કરવામાં તમારી મદદ કરે છે.
3) કેન્સરથી બચાવે છે : લીલી ડુંગળી સલ્ફરનો સારો એવો સ્ત્રોત છે, તેમાં એલીલ સલ્ફાઇડ અને ફ્લેવોનોઈડ જેવા યૌગિક રહેલ છે જે કેન્સર સામે લડે છે. તે એ એન્જાઈમ સામે લડે છે જે કેન્સરની કોશિકાઓને પેદા કરે છે.
4) હિસ્ટીરિયા રોગમાં ફાયદાકારક છે : જે લોકોને હિસ્ટીરિયા રોગની તકલીફ હોય છે તેમને માટે લીલી ડુંગળી ખાવા સિવાય સુંઘવાની સલાહ આપવામાં આવે છે. જો કોઈ રોગી બેભાન થઇ જાય તો તેને હોશમાં લાવવા માટે લીલી ડુંગળી સુંગધ અપાવી જોઈએ. તેમાં એન્ટી ઇન્ફલેમેટરી અને એન્ટી હિસ્ટામાઈનના ગુણ રહેલ છે જે સંધિવા અને અસ્થમાના રોગી માટે ફાયદાકારક છે.
5) બ્લડ શુગરને મેનેજ કરે છે : જો તમારું બ્લડ શુગર અનિયમિત છે તો તેના માટે લીલી ડુંગળી ખુબ જ ફાયદાકારક છે. તેમાં રહેલ સલ્ફર શરીરમાં ઇન્સુલીનનું ઉત્પાદન વધારે છે. આથી તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
6) પાચનક્ષમતા વધારે છે : લીલી ડુંગળીએ ફાઈબરથી ભરપુર છે. તેનું શાક કે સલાડ ખાવાથી પેટ સાફ આવે છે અને આંતરડા પણ સ્વસ્થ રહે છે. તેને રાત્રે અથવા બપોરે ખાવાથી તમારું પેટ ભરેલું અને ઓછી કેલેરી આપે છે. આથી તમારા શરીરનું વજન કંટ્રોલમાં રહે છે.
7) આંખ માટે ગુણકારી છે : લીલી ડુંગળીમાં કેરોટીનોયડ હોય છે જે આંખની રોશનીને સારી બનાવે છે. વિટામીન એ થી ભરપુર લીલી ડુંગળીને જો ગાજર કે કાકડી સાથે ખાવામાં આવે તો તેનો વધુ ફાયદો થાય છે.
8) ઠંડીને ફ્લુને રોકે છે : જીવાણુરોધી અને એન્ટી વાયરલ ગુણોથી ભરપુર હોવાના કારણે લીલી ડુંગળી વાયરલ અને ફ્લુ સામે લડવામાં પ્રભાવી છે. સાથે જ તે શરીરમાં કફ બનતો પણ અટકાવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી