આજના સમયમાં નાનાથી માંડીને મોટાઓ સુધી દરેક લોકોને કબજિયાત અને લોહીની કમી જોવા મળે છે. આથી જો તમારા બાળકને પણ વારંવાર કબજિયાતથી તકલીફ થઈ જતી હોય તો તમે તેને કિવી આપવાનું શરુ કરી દો. તેનાથી તેને પોષક તત્વો તો મળશે સાથે કબજિયાતની તકલીફ પણ દુર થઈ જશે. આ સિવાય જો તમારું બાળક નબળું છે, તેનામાં લોહીની ઉણપ છે તો પણ કિવીનું સેવન ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
બાળકોની ડાયટનું ધ્યાન પેરેન્ટ્સે જ રાખવું પડે છે. તેમજ બાળકો ખાવાની બાબતમાં ખુબ જ નાખરાળા હોય છે. માટે જ પેરેન્ટ્સને ખબર નથી પડતી કે, બાળકોને શું ખવડાવવું અને શું નહીં જેનાથી તેને ભરપૂર પોષણ મળે. બાળકોને ફળ પણ જરૂરથી ખવડાવવા જોઈએ. ફળ અલગ-આલગ પોષકતત્વોથી ભરપૂર હોય છે. માટે જ બાળકોના આહારમાં તેમણે શામિલ કરવા જોઈએ. અહીં અમે વાત કરી રહ્યા છીએ, કિવીના ફળની.
કિવી આયરનથી ભરપૂર હોય છે, માટે જ તેને ખાવાથી લોહીની ઉણપ થતી નથી અને ઘણા પ્રકારના અન્ય લાભ પણ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે, બાળકોને કિવી ખવડાવવી જોઈએ કે નહીં, આ આર્ટિકલમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે, બાળકોને કિવી ખવડાવી શકાય કે નહીં અને કેટલી ઉંમરથી બાળકોને આ ફળ ખવડાવવું જોઈએ.
કિવીને ચાઈનીઝ ગુઝ્બૈરી પણ કહે છે. તેનો મીઠો અને ખાટો સ્વાદ હોય છે અને તે વિટામિન, પોટેશિયમ અને ડાયેટ્રી ફાઈબરથી ભરપૂર હોય છે. આ ફળ એન્ટીઓક્સીડેન્ટથી પણ ભરપૂર હોય છે, જે ઇમ્યુનિટી વધારે છે અને તેમાં કેલેરી પણ ઓછી હોય છે.
બાળકને ક્યારે ખવડાવવી : પીડિયાટ્રીશિયનથી સલાહ લીધા પછી 8 થી 10 મહિનાના બાળકને કિવી ખવડાવી શકાય છે. જો કિવી ખવડાવ્યા પછી બાળકને ડાઈપર રૈશ અથવા પેટમાં પ્રોબ્લેમ થઈ રહી હોય તો, થોડા મહિના સુધી બાળકને કિવી ન ખવડાવવી.
કેવી રીતે ખવડાવવી કિવી : તમે બાળકને કોઈ પણ નવું ફૂડ કેવી રીતે ખવડાવો છો આ વાતની અસર તે વાત પર પણ નિર્ભર કરે છે. જ્યારે તમે બાળકને કોઈ બીજું નવું ફૂડ ન ખવડાવી રહ્યા હોય ત્યારે બાળકને કિવી ખવડાવી શકાય છે. ક્યારેય પણ બાળકને એકસાથે બે નવા ફૂડ ખવડાવવા ન જોઈએ. પહેલા તેને થોડી માત્રામાં જ ખવડાવવું અને જોવું કે તે કેવું રીએક્ટ કરે છે. જ્યારે તમને લાગે કે બાળકને તેનો સ્વાદ પસંદ આવી રહ્યો છે, તો તેને રોજ ખવડાવવાનું શરૂ કરી દેવું. તો ચાલો જાણીએ બાળકોને કિવી ખવાડવાના ફાયદા.
કિવી ખાવાથી બાળકને થતા સ્વાસ્થ્ય લાભો : કિવી ફાઇબરથી ભરપૂર હોય છે જેનાથી બાળકને કબજિયાત થતી નથી. તે બીમારીઓથી લડનારા એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે અને ઇમ્યુનિટી વધારે છે. કિવીમાં વિટામિન સી ખુબ જ હોય છે, જેનાથી ઇમ્યુન સિસ્ટમને મજબૂતી મળે છે. કિવી અન્ય ખાદ્ય પદાર્થોમાંથી આયરનનું અવશોષણ વધારે છે.
કિવી ખાવાથી શું થાય છે ? : કિવીમાં ફાઇટોન્યુટ્રિએંટ્સ હોય છે જે ડીએનએ ને રીપેર કરવામાં મદદ કરે છે. કિવી અસ્થમા, હાઈ બીપી, પથરી અને સ્થૂળતાથી બચાવી શકે છે. આ ફળને ખાવાથી સ્કીન હેલ્થી થાય છે. તેનાથી બાળકના વિકાસને પણ વધારો મળે છે.
કિવી ક્યારે ન ખવડાવવી જોઈએ : કિવીથી એલર્જી થતી નથી, પરંતુ આ ફળ એસિડિક હોય છે. તેનાથી ડાઇપર રૈશેઝ થઈ શકે છે. જો કિવી ખાધા પછી બાળકના પેટમાં પ્રોબ્લેમ, રૈશેઝ અથવા બાળક તેને થૂકી રહ્યું હોય તો તમે બાળકને થોડા મહિના સુધી કિવી ન ખવડાવો.
આમ કિવી એ અનેક પોષક તત્વોથી ભરપુર ફળ છે. તેનું સેવન તમારા સ્વાસ્થ્ય તેમજ બાળકોનું સ્વાસ્થ્ય સારું થાય છે. પરંતુ કોઈ પણ વસ્તુનું વધુ સેવન ન કરવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી