સવારે ખાલી પેટ ચાવીલો લવિંગનો 1 દાણો, થશે આ ચોંકાવનારા ફાયદા… જાણી રહી જશો દંગ….

મિત્રો ઘણા લોકોને સવારેખાલી પેટ અમુક વસ્તુઓ પીવાની અથવા તો ખાવાની ટેવ હોય છે. કારણ કે તેનાથી તેનું સમગ્ર સ્વાસ્થ્ય સારું રહે છે. આજે અમે વાત કરીશું સવારે ખાલી પેટ લવિંગ ખાવાથી થતા ફાયદાઓ વિશે. તેનાથી તમારી ઈમ્યુંનીતી મજબુત થવાથી લઈને તમારા લીવરના સ્વાસ્થ્યને પણ સારું રાખે છે. ચાલો તો લવિંગ ખાવાથીત થતા કેટલાક ફાયદાઓ વિશેજાણી લઈએ. 

આપણા રસોડામાં એવા ઘણા મસાલાઓ રહેલા છે જેમાં ચમત્કારિક ઔષધિય ગુણ જોવા મળે છે. તેમાંથી જ એક છે લવિંગ લવિંગ ભલે સાઈઝમાં ખૂબ નાની હોય પરંતુ તેના ફાયદા તેટલા જ મોટા છે. લવિંગમાં ઘણા પ્રકારના પોષકતત્વો જોવા મળે છે. તેમાં વિટામિન, ફાઈબર, પ્રોટીન, આયરન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેડ, પોટેશિયમ, ફૉસ્ફરસ, મેંગેનીઝ અને એંટીઓક્સિડેંટ જોવા મળે છે. લવિંગ ઘણા પ્રકારની બીમારીઓમાં ફાયદાકારક છે.જાણવા મળતી ખબર મુજબ, જો સવારે ખાલી પેટ લવિંગનું સેવન કરવામાં આવે તો, તેનાથી પેટ સંબંધી બીમારીઓ જલ્દી મટી શકે છે. જો તમારું પેટ સરખી રીતે સાફ ન થતું હોય તો, લવિંગનો થોડો અમથો ઉપયોગ પણ તમને મોટો લાભ આપી શકે છે. આવો જાણીએ કે સવારે ખાલી પેટ લવિંગ ચાવવાથી ક્યાં ક્યાં હેલ્થ બેનિફિટ્સ મળે છે. 

ખાલી પેટ લવિંગ ચાવવાના ફાયદા:- 

1) લીવરની હેલ્થને જાળવી રાખે છે લવિંગ:- લીવર આપણા શરીરનું એક મહત્વનુ અંગ છે, કારણ કે, લીવર જ તે છે જે, શરીર માંથી અપશિષ્ટ પદાર્થોને બહાર કાઢે છે અને સાથે જ બીજા ઘણા ફાંકશન્સમાં તેનું મહત્વનુ યોગદાન હોય છે. જો તમે નિયમિત રૂપથી લવિંગનું સેવન કરો છો તો તે તમારા લીવરને હેલ્થી રાખે છે. આથી જો તમારે તમારું લીવર તંદુરસ્ત રાખવું છે તો તમારા માટે લવિંગનું સેવન ખુબ જ સારું છે. 2) ઇમ્યુનિટી બુસ્ટ કરે છે:- શરીરને બીમારીઓથી બચાવવા માટે જરૂરી છે કે આપણી ઇમ્યુનિટી મજબૂત રહે. લવિંગમાં વિટામિન સી ઉચ્ચ સ્તરે જોવા મળે છે અને સાથે જ તે એંટીઓક્સિડેંટથી પણ ભરપૂર હોય છે. જો ખાલી પેટ લવિંગને ખાવામાં આવે તો, તે સફેદ રક્તકેશિકાઓને વધારવામાં મદદ કરે છે અને આપણી પ્રતિરક્ષા પ્રણાલી સારી બનાવે છે. શરીરને અંદરથી સ્ટ્રોગ બનાવવા માટે લવિંગ ખુબ જ ગુણકારી છે. 

3) દાંતના દુખાવા અને માથાના દુખાવામાં ફાયદાકારક:- જો તમારા દાંતમાં દુખાવો થતો હોય તો તમારે લવિંગનો ઉપયોગ કરવો જોઈએ. લવિંગમાં એનાલ્ઝેસિક ગુણ હોય છે જે દાંતના દુખાવાથી તરત જ રાહત અપાવે છે. એટલું જ નહીં, જો તમને માથામાં દુખાવો થતો હોય અને તમે જો લવિંગનું તેલ માત્ર સૂંઘી લેતા હોય તો તેનાથી દુખાવામાં રાહત મળે છે. જો પેઢામાં ઇન્ફેક્શન થઈ જાય તો, તમે તેનાથી માઉથ વોશ પણ કરી શકો છો. દાંતને લગતી દરેક તકલીફ લવિંગના સેવનથી દુર થાય છે.4) મોંની દુર્ગંધ દૂર થાય છે:- લવિંગ માત્ર દાંતના દુખાવાથી જ છુટકારો નથી અપાવતી પરંતુ તે મોંમાંથી આવતી દુર્ગંધ પણ દૂર કરે છે. મોંની દુર્ગંધને દૂર કરવા માટે લોકો અલગ અલગ પ્રકારના પ્રોડક્ટસનો ઉપયોગ કરે છે પરંતુ જો તમે લવિંગથી નેચરલ રીતે પણ મોંની દુર્ગંધને દૂર કરી શકો છો. લવિંગમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. જો સવારે ખાલી પેટ તેને ચાવવામાં આવે તો, તેનાથી મોંના જમ્સ દૂર થાય છે. 

5) હાડકાંને મજબૂત કરે છે લવિંગ:- લવિંગના હેલ્થ બેનિફિટ્સની લિસ્ટ ઘણી લાંબી છે. તે આપણાં હાડકાં માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જો હાડકાં નબળા પડી જાય તો, તમારે સવારે ઊઠીને લવિંગની બે કળી ચાવવી જોઈએ. જણાવી દઈએ કે લવિંગમાં મેંગેનીઝની માત્રા ઘણી સારી હોય છે જે હાડકાં મજબૂત બનાવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment