કેળાનું સેવન તમારા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. ચિકિત્સક પણ કેળાનું સેવન કરવાની સલાહ આપે છે. કેળા ખાવાથી શરીરને ઉર્જા મળે છે અને તમને ભૂખ પણ નથી લાગતી. જો તમે કેળાનું સેવન ન રક્ત હો, તો તમારે કેળાનું સેવન શરૂ કરી દેવું જોઈએ. જો તમે કેળાને સામાન્ય રીતે ખાવ છો તો તમને જણાવી દઈએ કે તેને ઉકાળીને ખાવામાં આવે તો પણ શરીરને ખુબ જ લાભ થાય છે.
પરંતુ તમને જણાવી દઈએ કે કેળાને રાત્રે સૂતા પહેલા ઉકાળીને ખાવામાં આવે. તો થોડા જ દિવસોની અંદર તમારા શરીરમાં બદલાવ જોવા મળશે. તો ચાલો જાણીએ ઉકાળેલા કેળા ખાવાથી શરીરને શું ફાયદા થાય છે.તાકાત : જો તમને રાત્રે નીંદર ન આવવાની સમસ્યા છે તો તમારે રાત્રે કેળાને ઉકાળીને ખાવા જોઈએ, તેનાથી તમને ફાયદો થશે. કેળામાં કેલ્શિયમ પ્રચુર માત્રામાં હોય છે જે શરીરને તાકાત આપે છે. તેના સેવનથી હાડકાઓ મજબુત બને છે. આથી નાના બાળકોને પણ કેળા ખાવાની સલાહ આપવામાં આવે છે.
કેળાની ચા : નીંદર ન આવવાની સમસ્યાથી ગ્રસ્ત લોકોને સૂતા પહેલા કેળાની છાલ સહિત તેની ચા બનાવીને પીવી જોઈએ. એક અઠવાડિયા સુધી સતત આમ કરવાથી તમને રાત્રે સારી નીંદર આવશે. આ સિવાય તમે પોતાને વધુ તાજગી ભર્યા અનુભવશો.આ રીતે બનાવો કેળાની ચા : નીંદર ન આવવી અથવા ઓછી આવવાની સમસ્યાથી પરેશાન લોકો એ એક કપ પાણીને ગેસ પર ઉકળવા મૂકી દો. હવે તેમાં તજ નાખીને ઉકાળી લો. ઉભરો આવે એટલે તેમાં પાકેલા કેળાના નાના નાના ટુકડા કાપીને ઉકળતા પાણીમાં નાખી દો. થોડા સમય ચડવા દો અને પછી તેને ગાળીને ઠંડુ કરીને પીવો. તેને પીવાથી નીંદર ન આવવાની સમસ્યાથી રાહત મળશે.
ઘણી વખત ઘણા લોકોને રાતમાં અચાનક નીંદર ઉડી જાય છે. તેમણે પણ આ મિશ્રણ પીવાથી આરામ મળે છે. કેળાની છાલમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ પ્રચુર માત્રામાં હોય છે. કેળાની છાલનું શાક બનાવીને તમે ખાઈ શકો છો. કેળાની છાલનું શાક પણ શરીર માટે ખુબ ગુણકારી છે. કેળાની છાલનું શાક બંનાવવાની રીતે માટે કોમેન્ટ કરો : part 2 અમે જરૂર એના પાર આર્ટિકલ લખીશું
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી