જાણો સવારે કેવો નાસ્તો કરવો ? ક્યાં સમય પહેલા નાસ્તો કરી લેવો… તે તમારી ચરબી ઓછી કરો સ્લીમ બનાવશે.

☕સવારનો નાસ્તો ન કરવાથી થતું નુંકશાન.🍎

Image Source :
🍎આજની જીવનશૈલીમાં લોકો સવારનો નાસ્તો નથી કરતા. તો ઘણા લોકો તો એવા છે કે જે એવું વિચારતા હોય છે કે સવારનો નાસ્તો નહિ કરે તો તેમનું વજન ઘટશે. પરંતુ એ લોકો બિલકુલ નથી જાણતા કે સવારનો નાસ્તો ન કરવાથી ઘણા બધા નુંકશાન થાય છે. મિત્રો વાત જો ભોજનની કરીએ તો આપણું ભોજન  આ પ્રમાણે હોવું જોઈએ.
Image Source :
– સવારે રાજા જેવું ભોજન, (બને એટલો વધુ નાસ્તો કરો (હા, પણ અતિશય નહિ હો ) )

– બપોરના સમયે મધ્યમ ભોજન,

– તેમજ રાત્રીના સમયે ભિખારી જેવું ભોજન કરવું જોઈએ.

🍎તો મિત્રો સવારના સમયે નાસ્તો કરવો ખુબ જ આવશ્યક છે. આપણા સારા સ્વાસ્થ્ય માટે અને એ પણ ખુબ જ હેલ્દી અને હેવી નાસ્તો. સવારનો નાસ્તો તમારા આખા દિવસનો આધાર રાખે છે. માટે નાસ્તો અચૂક કરવો. જો મિત્રો તમે નાસ્તો નહિ કરો તો આ રીતે તમારા સ્વાસ્થ્ય પર દુષ્પ્રભાવ પડે છે.

Image Source :
🥝સવારનો નાસ્તો ટાળવાથી થઇ શકે છે એ.સી.ડી.ટી. આખી રાત પેટ ખાલી રહેવાથી પેટમાં એસિડની માત્રા વધી જાય છે. એસિડનું કામ છે જમવાનું પચાવવાનું. પરંતુ જ્યારે તમે કંઈ ખાતા નથી ત્યારે તે એસિડ એ.સી.ડી.ટી. વધારે છે.

વજન વધારે છે. નાસ્તો ન કરવાથી શરીરની મેટાબોલીઝમ સીસ્ટમ ધીમી પડી જાય છે. જેનાથી શરીરની કેલેરી બર્ન કરવાની કેપેસીટી ઓછી થઇ જાય છે. જેના કારણે વધે છે.

Image Source :
🍓
સવારનો નાસ્તો ન કરવાથી હાર્ટ એટેકની સંભાવના વધી જાય છે. અમેરિકન અભ્યાસ અનુસાર નાસ્તો  ન કરતા લોકોને હાર્ટએટેકની સમસ્યાનો ખરો 27% સુધી વધી જાય છે. નાસ્તો ન કરવાથી વજન વધે છે. જેના કારણે હાર્ટ પર ખરાબ અસર પડે છે.

સવારનો નાસ્તો ન કરવાથી થઇ શકે છે ડાયાબીટીસની સમસ્યા. નાસ્તો ન કરવાથી ટાઇપ -2 ડાયાબીટીસ થવાનો ખતરો 54% સુધી વધી શકે છે.

Image Source :
☕થઇ શકે છે એનર્જીની કમી. નાસ્તો ન કરવાથી શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય છે. તેના કારણે દિવસ દરમિયાન એનર્જીની કમી રહે છે જેના કારણે ખુબ જ થાક લાગે છે.

મૂડ બગડી શકે છે. સવારનો નાસ્તો ન કરવાથી કોર્ટીસોલ હોર્મોન્સ જે શરીરમાં ચિડીયાપણું વધારે છે. તે હોર્મોન્સનું સ્તર વધે છે. જેના કારણે મુડ બગાડે છે.

Image Source :
🍍મગજ પર ખરાબ અસર પડે છે. સવારનો નાસ્તો કરવાથી મગજને પર્યાપ્ત ન્યુટ્રીશન અને એનર્જી મલ્ટી નથી. જેનાથી મગજના ફંક્શન વ્યવસ્થિત રીતે કામ કરી શકતા નથી. જેના કારણે કોઈ પણ કામના મન ન વાગવાથી સમસ્યા સર્જાય શકે છે.

સવારનો નાસ્તો ન કરવાથી થઇ શકે છે માઈગ્રેનની સમસ્યા. સવારે નાસ્તો ન કરીએ તો પેટ વધારે સમય માટે ખાલી રહે છે.તે દરમિયાન ગ્લુકોઝના સ્તરને બેલેન્સ કરવા માટે હોર્મોન્સ રીલીઝ થાય છે. જેનાથી બ્લડપ્રેશર વધે છે. અને માઈગ્રેન એટેક આવી શકે છે.

Image Source :
🥛તણાવનું પ્રમાણ વધે છે. શિકાગો યુનિવર્સીટીની દ્વારા કરવામાં આવેલું રીચર્સ કહે છે કે નાસ્તો ન કરવાથી વ્યક્તિને વધારે ભૂખ લાગે છે. તેવી સ્થિતિમાં લોકો ફાસ્ટફૂડ  ખાઈ લેતા હોય છે. તેનાથી ડીપ્રેશન જેવી ઘણી બીમારીનો ખતરો વધી શકે છે.

વાળ ખારવાની સમસ્યાનું પ્રમાણ વધે છે. નાસ્તો ન કરવાથી આપણા શરીરને બધા પ્રોટીન  નથી મળતા. જેના કારણે આપણા વાળ ખરવાનું શરુ થઇ જાય છે. માટે જો તમારે સ્વસ્થ વાળ જોઈતા હોય તો સવારનો નાસ્તો ક્યારેય ન ભૂલવો.

Image Source :
જો તમે સતત સવારે નાસ્તો નથી કરી રહ્યા અથવા તો સવારમાં ખુબ જ મોડો નાસ્તો કરો છો તો તમને થઇ શકે છે અલ્સર. અલ્સરથી બચવા માટે દરેક વ્યક્તિએ 8 વાગ્યા સુધીમાં નાસ્તો કરી લેવો જોઈએ.

સવારનો નાસ્તો ટાળવાથી વ્યક્તિ દિવસ દરમિયાન આળસનો અનુભવ કરે છે. તેમજ તરોતાજા મહેસુસ કરી શકતા નથી.

Image Source :

*  સવારનો નાસ્તો કેવો લેવો :

તમે રાત ભાર સુતા હોય તે દરમિયાન તમારું પેટમાં ખાલી થઇ ગયું હોય છે. જેના કારણે સવારે તમારું શરીર પોષક તત્વ માટે તરસી રહ્યું હોય છે. સવારનો નાસ્તો તમારા ગ્લુકોઝના સ્તરને બેલેન્સ કરે છે તેમજ પાચનક્રિયા સક્રિય બનાવે છે.

Image Source :
સવારનો નાસ્તો પોષક યુક્ત અને હેવી હોવો જોઈએ. સવારના નાસ્તામાં ભાખરી કે રોટલી સાથે ઘી માખણ પણ લઇ શકો. પરંતુ વધારે પડતો મીઠો પદાર્થ ન લેવો. આ ઉપરાંત તમે સવારે સલાડ, દાળ, પૌવા, મકાઈ, દૂધ, દહીં, તાજા ફળનું જ્યુસ તેમજ ફળ, ઉપમા, ફણગાવેલા કઠોળ વગેરે લઇ શકો છો. તેનાથી શરીરને દરેક પોષક તત્વ મળી રહે છે.  
Image Source :

👱ભાઈઓ તથા 👱‍♀️બહેનો.

🥣 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?

(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ  (૩) ગુડ  (૪) એવરેજ
Image Source :
મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “સોશિયલ ગુજરાતી ”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
ફેસબુક પેજ માટે નીચે ક્લિક કરો..⬇
 ➡  સોશિયલ ગુજરાતી 

Image Source: Google

 

3 thoughts on “જાણો સવારે કેવો નાસ્તો કરવો ? ક્યાં સમય પહેલા નાસ્તો કરી લેવો… તે તમારી ચરબી ઓછી કરો સ્લીમ બનાવશે.”

  1. Thanks for this amazing articl hu daily sware nasto kru bt kyarek na thay to alas avi jay and bdha thi chidau bt hve mane khbr pdi mare su khavu pela hu dukan nu khati bt hve fast food n healthy foodj lys thank’uh so much

    Reply

Leave a Comment