મિત્રો આપણે દર સમયે વાળની સંભાળ રાખીએ છીએ. તેમજ વાળને મુલાયમ, ચમકદાર, રેશમી અને મજબુત બનાવવા માટે અનેક વસ્તુઓનો ઉપયોગ પણ કરીએ છીએ. પણ આજે અમે તમને આ લેખમાં એવી ટીપ્સ આપીશું જેમાં તમારે રાત્રે સુતા પહેલા દાંતિયો ફેરવવાનો છે. એનાથી તમને અનેક ફાયદાઓ થાય છે.
વાળની યોગ્ય દેખભાળ ન કરવાથી લોકોના વાળ ખરવાની સમસ્યા શરુ થઇ જાય છે. હેર કેર રૂટીન યોગ્ય ન હોવાથી તમારા વાળ કમજોર થવા લાગે છે. અને તેના કારણે તમારી સુંદરતા પર તેની અસર થાય છે. વાળને હેલ્દી, મજબુત અને સમસ્યાઓથી મુક્ત રાખવા માટે વાળની યોગ્ય રીતે કેર કરવી જરૂરી છે. વાળમાં દાંતિયો ફેરવવાથી તમે વાળને લગતી ઘણી સમસ્યાઓથી બચી શકો છો. વાળમાં યોગ્ય રીતે દાંતિયો ફેરવવાથી તમને ઘણા ફાયદાઓ પણ થાય છે. જો કે વાળમાં દાંતિયો ફેરવવા ને લઈને લોકોમાં ઘણી ભ્રામક વાતો ફેલાયેલી છે. મહિલાઓને અકસર એ કહેવામાં આવે છે કે રાતના સમયે વાળમાં દાંતિયો ક્યારેય ન ફેરવવો જોઈએ. એવું પણ કહેવામાં આવે છે કે આવું શાસ્ત્રોમાં લખેલું છે. પણ આ વાત માત્ર ભ્રમ છે. વાળમાં યોગ્ય રીતે દાંતિયો ફેરવવાથી તમને ઘણા ફાયદાઓ મળે છે.
રાત્રે વાળમાં દાંતિયો ફેરવવાથી થતા ફાયદાઓ:- રાત્રે વાળમાં દાંતિયો ફેરવવો ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. રાતના સમયે વાળમાં દાંતિયો ફેરવ્યા વિના સુવાથી સવારે તમારા વાળમાં ગુંચ વળી જાય છે. તેનાથી વાળ જલદી તૂટે છે અને કમજોર થાય છે. આથી રાત્રે સુતા પહેલા વાળમાં દાંતિયો ફેરવવો ખુબ જ સારું છે. તેનાથી તમને આ ફાયદાઓ મળે છે.1) વાળને ખરતા અટકાવે છે:- રાત્રે સુતા પહેલા વાળમાં દાંતિયો ફેરવવાથી વાળ ઓછા ખરે છે. રાત્રે લોકો અકસર વાળને ખુલ્લા રાખીને સુવે છે. સુતી વખતે વાળ એકબીજામાં ગૂંચવાઈ છે. અને પછી દાંતિયો ફેરવવાથી વાળ તૂટે છે. આથી વાળને તૂટવાથી બચાવવા માટે અને કમજોર થવાથી રોકવા માટે રાત્રે વાળમાં દાંતિયો ફેરવવો ખુબ જ ફાયદાકારક છે.
2) બ્લડ સર્ક્યુલેશન ઠીક થાય છે:- રાત્રે સુતા પહેલા વાળમાં દાંતિયો ફેરવવાથી તમારું સ્કેલ્પનું બ્લડ સર્ક્યુલેશન ઠીક રહે છે. તેનાથી તમારા વાળની જડ મજબુત થાય છે. અને વાળની જડમાં ઓક્સીજનની સપ્લાઈ પણ યોગ્ય રીતે થાય છે. વાળની જડને પોષણ મળવાથી તમારા વાળ હેલ્દી અને મજબુત બને છે.
3) વાળની ચમક વધે છે:- રાત્રે સુતા પહેલા વાળમાં દાંતિયો ફેરવવાથી તમારા વાળની ચમક વધે છે. વાળમાં ગુંચવણને કારણે તે કમજોર થઇ જાય છે. અને તેની ચમક જતી રહે છે. વાળમાં યોગ્ય રીતે દાંતિયો ફેરવવાથી તમને ખુબ જ ફાયદો થાય છે. વાળની ચમક સારી રહે છે. આથી તમારે રાત્રે સુતા પહેલા વાળમાં દાંતિયો જરૂર ફેરવવો જોઈએ.4) ખોડાની સમસ્યામાં ફાયદો મળે છે:- વાળમાં ગંદકી ભેગી થવાથી તમને ખોડાની સમસ્યા થઇ શકે છે. રાત્રે સુતા પહેલા યોગ્ય રીતે દાંતિયો ફેરવવાથી તમારા વાળમાં રહેલ ગંદકી દૂર થાય છે. આથી તમને ખોડાની સમસ્યામાં રાહત મળે છે. વાળને હેલ્દી અને ચમકદાર બનાવી રાખવા માટે દરરોજ સુતા પહેલા વાળમાં દાંતિયો ફેરવવો ખુબ જ ફાયદાકારક છે.
5) વાળમાં દાંતિયો ફેરવવાથી તમારા વાળ ખરવાની સમસ્યામાં રાહત મળે છે. વાળમાં દાંતિયો ફેરવતી વખતે તમારે બહુ વજન ન દેવો અને યોગ્ય દિશામાં દાંતિયાનો ઉપયોગ કરવો જોઈએ. આમ વાળને સંભાળ રાખવા માટે તમારે અમુક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. વાળની ચમક, મજબુતી અને ખોડાની સમસ્યા દુર કરવા માટે રાત્રે સુતી વખતે વાળમાં દાંતિયો ફેરવવો ખુબ જ સારું છે. તેનાથી તમારા વાળની મજબૂતી બની રહે છે. વાળને પુરતુ પોષણ મળે છે. અને વાળ ખરતા નથી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી