મિત્રો આપણી સુંદરતામાં એક વાળ એ અહમ ભૂમિકા ભજવે છે. આથી આપણે અવારનવાર વાળની કેર કરતા હોઈએ છીએ. પણ આજના સમયમાં ખાનપાન અને જીવનશૈલીને જોતા લગભગ મોટાભાગના લોકોને વાળને લગતી કોઈને કોઈ તકલીફ રહે છે. જેના નિવારણ માટે આપણે અનેક ઉપાયો અપનાવીએ છીએ. જો કે તમે વિવિધ શેમ્પુ અને હેર ઓઈલનો ઉપયોગ કરીને વાળને હેલ્દી રાખવાનો પ્રયત્ન કરો છો. આજે અમે તમને વાળમાં નાળિયેર તેલ લગાવવાથી થતા કેટલાક ફાયદાઓ વિશે જણાવીશું.
નારિયેળ તેલ પોષકતત્વોથી ભરપૂર હોય છે. આ તેલને સ્વાસ્થ્ય અને ત્વચાની સાથે સાથે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. નારિયેળતેલમાં ઘણા એવા ગુણ હોય છે, જે વાળની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. નારિયેળનું તેલ વાળને મોઈશ્ચરાઇઝ કરે છે, વાળને મુલાયમ અને શાઈની બનાવે છે. આમ તો તમે નારિયેળના તેલને વાળમાં ગમે તે સમયે અને ગમે તે રીતે લગાડી શકો છો.પરંતુ જ્યારે નારિયેળના તેલને વાળમાં સાચા સમયે લગાડવામાં આવે તો, તેનાથી વાળને પર્યાપ્ત પોષણ મળી શકે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે, આખરે વાળમાં નારિયેળ તેલ લગાડવાનો સાચો સમય ક્યો છે? વાળમાં નારિયેળ તેલ કેવી રીતે લગાડવું જોઈએ? અથવા તો પછી વાળમાં નારિયેળ તેલ લગાડવાના ફાયદા ક્યાં ક્યાં છે?
વાળ માટે નારિયેળ તેલના ફાયદા:-
1) વાળને મોઈશ્ચરાઇઝ કરે:- જો તમારા વાળ રફ હોય તો તેની ચમક વધારવા અને રેશમી કરવા માટે તમે નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો. નારિયેળ તેલમાં મોઈશ્ચરાઇઝિંગ ગુણ હોય છે. જો તમારા વાળ શુષ્ક અને બેજાન હોય તો, તમે વાળમાં નારિયેળનું તેલ લગાડી શકો છો. નિયમિત રૂપથી વાળમાં નારિયેળનું તેલ લગાડવાથી વાળને નમી પ્રદાન થાય છે. વાળ મુલાયમ, શાઈની અને ચમકદાર બની શકે છે.2) વાળને તૂટવાથી બચાવે છે:- જે લોકોના વાળ વારંવાર ખરે છે તેઓ પોતાના વાળમાં નાળિયેર તેલ લગાવી શકે છે. નારિયેળ તેલમાં લોરીક એસિડ જોવા મળે છે. આ ગુણ વાળના મૂળમાં સમાઈ જાય છે. જેનાથી વાળ નારિયેળ તેલને જલ્દી અવશોષિત કરી લે છે. તેનાથી વાળ હાઈડ્રેડ રહે છે, વાળની ફ્રીઝીનેસ ઓછી થાય છે અને વાળ તૂટવાથી બચે છે. વાસ્તવમાં, નારિયેળ તેલ વાળને મૂળમાંથી મજબૂત બનાવે છે, જેનાથી વાળનું તૂટવાનું બંધ થઈ શકે છે.
3) ડ્રાઈ સ્કેલ્પથી છુટકારો:- જો તમારું સ્કેલ્પ ડ્રાઈ હોય કે પછી સ્કેલ્પ પર ડેંડ્રફ હોય, તો તમારા માટે નારિયેળનું તેલ ફાયદાકારક થઈ શકે છે. નારિયેળનું તેલ સ્કેલ્પ અને વાળને નમી આપે છે, જેનાથી સ્કેલ્પની ડ્રાઈનેસ ઓછી થાય છે.4) ઇન્ફેક્શનથી બચાવે છે:- નારિયેળના તેલમાં એંટીઓક્સિડેંટ અને એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે. એવામાં જો તમારા સ્કેલ્પમાં કોઈ એલર્જી કે ઇન્ફેક્શન હોય તો નારિયેળનું તેલ તેને સરખું કરવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. સ્કેલ્પ ઇન્ફેક્શનને સરખું કરવા માટી નારિયેળ તેલનો નિયમિત રીતે ઉપયોગ કરી શકાય છે.
5) હેર ગ્રોથ માટે લાભદાયી:- જો તમાર વાળનો ગ્રોથ વધુ નથી તો તમે નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો. નારિયેળનું તેલ વાળના વિકાસમાં પણ લાભદાયી સાબિત થઈ શકે છે. જો તમારા વાળ ખરી રહ્યા હોય અથવા તો વાળનો પ્રોપર ગ્રોથ ન થઈ શકતો હોય, તો એવામાં નારિયેળ તેલ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાળમાં નારિયેળનું તેલ લગાડવાથી હેર ગ્રોથ થઈ શકે છે અને તમારા વાળની લંબાઈ પણ વધી શકે છે.
વાળમાં નારિયેળનું તેલ ક્યારે લગાડવું?:- આમ તો નારિયેળનું તેલ દિવસે કે રાત્રે ગમે તે સમયે લગાડી શકાય છે. પરંતુ રાતના સમયે તેને વધારે ફાયદાકારક ગણવામાં આવે છે. એવામાં તમે રાત્રે નારિયેળનું તેલ વાળ અને સ્કેલ્પમાં સરખી રીતે લગાડો અને સવારે કોઈ માઈલ્ડ શેમ્પૂની મદદથી ધોઈ લો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી