આપણે દરરોજ લીલા શાકભાજી નું સેવન કરીએ છીએ અને તે આપણા શરીર માટે ખુબ જ જરૂરી પણ હોય છે. તેનાથી આપણને અનેક ફાયદા થાય છે. આવા જ શાકભાજીઓ માં એક દુધી છે જેમાં અનેક પ્રકારના ગુણ રહેલા છે. દુધીની તાસીર ઠંડી હોય છે. જે લોકોના શરીરનો કોઠો ગરમીનો હોય તેઓએ દુધીનું સેવન અવશ્ય કરવું જોઈએ.
દુધીમાં ઔષધીય ગુણો ભરપુર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. જો દુધીનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે તો અનેક રોગોને દુર કરી શકાય છે. દુધીને કાચી ખાવાથી પણ ઘણા ફાયદા થાય છે. દુધી પીત્ત નો નાશ કરનાર, વીર્ય વધારનાર અને ધાતુને પુષ્ટ કરે છે.દુધીથી અનેક પ્રકારના ફાયદા થાય છે.જો અતિશય તાવ આવતો હોય અને માથું પણ ખુબ જ દુખતું હોય ત્યારે એક દુધી લઈ તેને છીણી લેવી અને એક કોટનના કાપડમાં ખમણેલી દુધી લઈ અને માથા પર બાંધવી. આમ કરવાથી અને દુધીની તાસીર ઠંડી હોવાથી માથાના દુખાવામાં રાહત મળશે. અને જો કોઈ તાવ અને માથાના દુખાવાથી ગાંડા કાઢતું હોય તો ગાંડપણમાં પણ ફાયદા કારક છે.
માથાનો દુખાવો દૂર કરવા માટે બીજી રીતે પણ દુધીનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે દુધીના નાના-નાના ટુકડા કરીને તેમાં થોડું પાણી ઉમેરવું પાણી સાથે તેમાં થોડી સાકર અને આંબલી પણ મિક્સ કરવી, આ બધાને ધીમા તાપે 5 મિનીટ સુધી ઉકાળી લેવું ત્યાર બાદ પાણીને કાપડથી ગાળી ને પીવાથી માથાનો દુખાવો દુર થાય છે. અને માથાને ઠંડક મળે છે.દુધીનું તેલ બનાવી માથામાં નાખવામાં આવે તો તેનાથી પણ માથાને ઠંડક મળે છે. તેલ બનાવવા માટે એક દુધી છીણી લેવી. તેને નારીયેળના તેલમાં મિકસ કરી દેવી. તેલમાં દુધીને 7 થી 8 કલાક સુધી પલળવા દેવી ત્યાર બાદ આ તેલને ગાળી એક બોટલમાં ભરી લેવું. જેમ સામાન્ય રીતે આપણે તેલનો ઉપયોગ કરતા હોય તેવી જ રીતે આ તેલનો પણ ઉપયોગ કરી શકાય છે. આ તેલનો ઉપયોગ કરવાથી માથાને તથા મગજને ઠંડક મળે છે.
દુધીના બીજ પણ વાળ માટે ખુબ જ ફાયદાકારક છે. દુધીના બીજમાંથી પણ જે તેલ બનાવવામાં આવે અને તેનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી વાળ ખરતા અટકે છે અને જે લોકોના વાળ સફેદ થવા લાગ્યા હોય જો તે આ દુધીના બીજના તેલનો ઉપયોગ કરે તો સફેદ વાળમાંથી છુટકારો મળે છે.દુધીમાં 12% પાણી હોય છે. તેમાં ફાયબર અને એન્ટીઓકિસજન ઉપલબ્ધ હોય છે, જે તમારા શરીરને બીમારીઓથી બચાવે છે. ઉનાળામાં દુધીના રસમાં ગોળ અથવા સાકાર મેળવી તેનું શરબત બનાવી પીવાથી શરીરમાં ગરમીથી બચી શકાય છે અને પાણીની કમી થતી નથી . જો તમે 15 દિવસ સુધી દૂધીનું જ્યુસ પીવો તો તમને ઘણા ફાયદા થાય છે. જે લોકોને પોતાનું વજન ઘટાડવું હોય તેઓએ સવારે ખાલી પેટે દૂધીનું જ્યુસ પીવાનું શરુ કરવું જોઈએ. દૂધીનું જ્યુસ પીવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને પેટ ભરેલું હોય તેવો અહેસાસ થાય છે તથા તેનાથી વજન પણ નિયંત્રિત રહે છે.
જો શરીરમાં ગરમી વધારે હોય અથવા શરીરમાં બળતરા થતી હોય કે શીળસ, ગુમડા અને નાકમાંથી લોહી નીકળતું હોય અથવા ગરમીના લીધે શરીરમાં કોઈ પણ તકલીફ હોય તો તેની સારવાર માટે દુધીના રસમાં સાકર, મધ અને ઘી ઉમેરી પીવાથી આ દરેક સમસ્યા દુર કરી શકાય છે. દુધીના રસમાં અડધા લીંબુનો રસ મિક્સ કરી પીવાથી પેશાબ વધુ આવે છે અને કોલેરામાં રાહત મળે છે અને આ રોગ દૂર કરવામાં મદદ મળે છે.ઉધરસ, ટીબી, છાતીમાં બળતરા પણ થતી હોય તો તેના માટે દુધીનું સેવન ખુબ જ લાભાદાયક માનવામાં આવે છે. હ્રદય રોગીઓને જમવાનું ઓછા પ્રમાણમાં જ લેવું જોઈએ. હ્રદયના દર્દીઓ માટે દુધીનું શાક અને દુધીનો રસ ફાયદાકારક છે. તો આ રીતે દૂધી છે દરેક વ્યક્તિઓ માટે ફાયદાકારક.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી