મિત્રો આપણે અનેક વસ્તુઓનો ઉપયોગ આયુર્વેદિક ઔષધી તરીકે કરીએ છીએ. આવા જ ગરમ મસાલામાં મરી આવે છે. જેનો આપણે અનેક રીતે ઉપયોગ કરીએ છીએ. મરી એક ગરમ મસાલો હોવાથી તેનો મોટેભાગે ઉપયોગ રસોઈમાં થતો હોય છે. પણ તમે કાળા મરીનું તેલ બનાવીને તેનો ઉપયોગ પણ કરી શકો છો. તેમાં રહેલ અનેક ઔષધી ગુણો તમને અનેક રીતે ફાયદો પહોચાડે છે.
કાળા મરી વર્ષોથી આયુર્વેદમાં ઘણા રોગોને દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ભારતીય રસોઈમાં પણ ઘણા વ્યંજનોમાં કાળા મરીનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો સ્વાદ તીખો હોય છે, પરંતુ કાળા-કાળા આ નાના-નાના દાણામાં ઘણા ફાયદાકારક ગુણ રહેલા હોય છે, જે સંપૂર્ણ સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે.
કાળા મરીનું એસેન્શિયલ ઓઇલ પણ તૈયાર કરવામાં આવે છે, જેના સ્વાસ્થ્ય લાભ ઘણા હોય છે. આ ઓઇલમાં એંટીઓક્સિડેંટ ગુણ હોય છે, જે સ્કીનને પણ હેલ્થી રાખવામાં કામ આવે છે. ત્વચા સંબંધી સમસ્યાઓ જેવીકે, ખીલ, કરચલીઓ, ડાઘ-ધબ્બા, એંટીએજિંગ વગેરેથી બચાવી શકે છે. આવો જાણીએ, કાળા મરીના તેલથી થતાં સ્વાસ્થ્ય લાભ ક્યાં છે. કાળા મરીના તેલના સ્વાસ્થ્ય લાભ:-
1) જાણવા મળતી એક ખબર મુજબ, કાળા મરીથી તૈયાર એસેન્શિયલ ઓઇલ ચિંતા અને તણાવ મટાડે છે. આ તેલ નસોને શાંત કરીને તમારી માંસપેશીઓને આરામ પહોંચાડે છે. તેનાથી તમને શાંતિનો અનુભવ થાય છે. તમારી ભાવનાઓમાં સંતુલન જાળવી રાખે છે, સાથે જ મૂડમાં જબરદસ્ત સુધારો કરી શકે છે. જો તમે ધૂમ્રપાન છોડવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તો આ તેલ સ્મોકીંગની પ્રબળ ઇચ્છા પણ ઘટાડવામાં મદદ કરે છે. આમ મરીનું તેલ તમારા મુડ ને એક તાજગી આપે છે.
2) કાળા મરીના એસેન્શિયલ ઓઇલમાં એક અલગ પ્રકારની સુગંધ હોય છે, જે ભૂખ વધારવામાં મદદ કરે છે. કાળા મરીના તેલના સેવનથી મસ્તિષ્કના એ ભાગને પણ સક્રિય કરી શકાય છે, જેને ઇન્સુલા ઓર્બિટોફ્રંટલ કોર્ટેક્સ કહેવામા આવે છે. તે તમારી ગળવાની ગતિમાં સહાયતા કરી શકે છે. આમ જો તમે ભૂખ ન લાગતી હોય તો તમે કાળા મરીના તેલનો ઉપયોગ કરી શકો છો.3) કાળા મરીમાંથી તૈયાર કરવામાં આવેલ તેલ પેટ અને પાચનશક્તિ માટે સારું હોય છે. તે પેટમાં હાઈડ્રોક્લોરિક એસિડના સ્ત્રાવને સારું કરી શકે છે. આ તેલ ભોજનને સરખી રીતે પચાવવામાં મદદ કરે છે, જેનાથી ડાયેરિયા અને કબજિયાતની સમસ્યા થતી નથી. તમને પેટને લગતી કોઈ તકલીફ હોય તો તમે કાળા મરીના તેલનો ઉપયોગ કરી શકો છો.
4) જો તમને સાઇનસની સમસ્યા હોય તો, કાળા મરીના બનેલ એસેન્શિયલ ઓઇલ તમને આરામ પહોંચાડી શકે છે. આ તેલ બંધ નાક ખોલવાનો સરસ ઉપાય છે. તે શ્વસન તંત્રમાં રહેલ કફ અને બલગમને પણ મટાડવામાં અસરકારક છે. આમ બંધ નાકને ખોલવા માટે કાળા મરીનું તેલ ખુબ જ અસરકારક છે.5) કાળા મરીનું તેલ સંધિવા જેવી સમસ્યાથી પણ બચાવે છે. તે બ્લડ સર્ક્યુલેશનમાં પણ સુધારો કરે છે અને સંધિવામાં રાહત અપાવે છે. તે શરીરમાંથી યુરિક એસિડ જેવા ઝેરી પદાર્થોથી પણ છુટકારો અપાવે છે. જે લોકોને સંધિવાની તકલીફ હોય તેઓ કાળા મરીના તેલનો માલીશમાં ઉપયોગ કરી શકે છે. સાંધાના દુખાવા માટે કાળા મરીના તેલને હળવું એવું ગરમ કરો, અને પછી તેનાથી દુખાવા વાળી જગ્યા પર માલિશ કરો. તેનાથી ગઠીયાના રોગમાં ખુબ જ રાહત મળે છે.
6) આ તેલમાં કાર્મિનેટિવ નામનું તત્વ હોય છે, જે પેટ અને આંતરડામાં બનતા ગેસને મટાડે છે. સાથે જ વધારાના ગેસ ઉત્પન્ન કરતાં બેક્ટેરિયાના વિકાસને પણ અટકાવે છે. કાળા મરીના બહારની પરતમાં એક એવું કમ્પાઉન્ડ રહેલ હોય છે, જે વસાની કોશિકાઓ તૂટવાને ટ્રિગર કરે છે. જેનાથી તમે સ્વાભાવિક રીતે ફૈટ ઓછી કરી શકો છો.7) કાળા મરીનું તેલ સ્કીન સંબંધી સમસ્યા વિટીલિગો માટે પણ ખૂબ જ અસરકારક ગણવામાં આવે છે. વિટીલિગોમાં ત્વચા પર સફેદ ડાઘ દેખાય છે. કાળા મરીનું તેલ પિગ્મેંટ પ્રોડકશનને ઉત્તેજિત કરે છે. કાળા મરીનું તેલ સ્કીન માટે હેલ્દી માનવામાં આવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી