મફતમાં મળતી આ વસ્તુ ત્વચા અને વાળ અનેક સમસ્યાઓમાં છે વરદાન સમાન, ઉપયોગની રીત અને ફાયદા જાણીને વિશ્વાસ નહિ આવે…

મિત્રો તમે બીલીપત્રનો ઉપયોગ સ્વાભાવિક છે કે શિવલિંગ પર ચડાવવા માટે કરો છો. તેમજ મહાદેવને બીલીપત્ર ખુબ ગમે છે. જો કે બીલીનું વૃક્ષ શુભ માનવામાં આવે છે. તેના પાન, ફળ તેમજ જડના અનેક ફાયદાઓ છે. આનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક લાભો મળે છે.

બીલીપત્રનું નામ સાંભળીને સ્વાભાવિક છે આપણને શિવરાત્રીના દિવસો યાદ આવે છે. દરેક લોકો શિવની પૂજા કરતી વખતે શિવલિંગ પર બીલીપત્ર ચડાવે છે. આથી આપણે બીલીપત્રને માત્ર પૂજામાં ઉપયોગમાં લેવાય એવું જ માનતા હોઈએ છીએ. પણ શું તમે જાણો છો કે બીલીપત્ર તમારા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ સારા છે. તેમજ તેના ઉપયોગથી ચહેરાની સુંદરતા પણ વધે છે. બીલીપત્રમાં પ્રોટીન, વિટામીન એ, વિટામીન બી, બીટા કેરોટીન, થાયમીન, કેલ્શિયમ, આયરન, જેવા ઘણા પોષક તત્વો રહેલા છે. જે વાળ અને સ્કીન બંને માટે ફાયદાકારક છે. તેના ઉપયોગથી બેજાન સ્કીન અને વાળમાં નવી ચમક આવી જાય છે. જો તમે સુકી ત્વચાથી પરેશાન છો તો તમે બિલીપત્રનો રસ ચહેરા પર લગાવી શકો છો. તેનાથી ડ્રાય સ્કીનમાં રાહત મળે છે. આ સિવાય બીલીપત્ર અન્ય સમસ્યાઓ પણ દુર કરે છે.

1) સ્કીનમાં નિખાર લાવે છે : સ્કીન પર નિખાર મેળવવા માટે તમે બિલીપત્રનો રસ ચહેરા પર લગાવી શકો છો. તેનાથી ઘણા ફાયદાઓ મળે છે. બીલીપત્રમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી બેકટેરીયલ ગુણ રહેલ છે. જે સ્કીનમાં ચમક લાવવામાં મદદ કરે છે. સાથે જ તેમાં એન્ટી એન્જીંગ ગુણ પણ રહેલ છે. જે સ્કીન પરથી કરચલીઓને દુર કરે છે. ચહેરા પર ગ્લો લાવવા માટે બીલીપત્રના રસને થોડા ગરમ પાણીમાં મિક્સ કરો. હવે તેમાં મધના થોડા ટીપા નાખીને ચહેરાને ધોવો. આ સિવાય તમે આ પાણીનું સેવન પણ કરી શકો છો. આ પાણીનું સેવન કરવાથી તમારું લોહી સાફ થાય છે અને ચહેરા પર ચમક આવે છે.

2) શરીરની દુર્ગંધ દુર કરે છે : જો તમારા શરીરમાંથી ખુબ જ દુર્ગંધ આવે છે તો તમે આ માટે બીલીપત્રનો ઉપયોગ કરી શકો છો. આ માટે બીલીપત્રના રસને પોતાના શરીર પર થોડી કલાક લગાવીને રહેવા દો. ત્યારપછી નોર્મલ પાણીથી સ્નાન કરી લો. તેનાથી શરીરની દુર્ગંધ દુર થાય છે.

3) સફેદ ડાઘની પરેશાનીથી રાહત મળે છે : સફેદ ડાઘની પરેશાની દુર કરવા માટે તમે બિલીપત્રનો ઉપયોગ કરી શકો છો. આ માટે બીલીપત્રની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને ડાઘ વાળા સ્થાન પર લગાવીને રહેવા દો. અઠવાડિયામાં 3-4 વખત આ પેસ્ટ લગાવવાથી સ્કીનના રંગમાં ફેરફાર જોવા મળશે.

4) ડાઘ, ધબ્બા અને ખંજવાળમાં આરામ આપે છે : જો તમને ડાઘ, ધબ્બા અને ખંજવાળની પરેશાની છે તો તમે આ માટે બિલીપત્રનો ઉપયોગ કરી શકો છો. આ માટે બીલીપત્રના રસને જીરાના પાવડર સાથે સેવન કરો. તેનાથી સ્કીન પર થતી ખંજવાળ દુર થઇ જશે. અને ડાઘ, ધબ્બામાં પણ આરામ મળે છે. 

5) માથામાં પડતી ઝૂ ની પરેશાની દુર થાય છે : જો તમારા માથામાં ઝૂ પડી ગઈ છે તો તમે આ માટે બીલીપત્રનો ઉપયોગ કરી શકો છો. આ માટે બીલીપત્રને સુકવીને પીસી નાખો. હવે તેમાં તલનું તેલ અને કપૂરનું તેલ મિક્સ કરીને વાળમાં લગાવો. નિયમિત આ તેલનો ઉપયોગ કરવાથી માથામાં ઝૂ ની તકલીફ દૂર થઇ જાય છે. સાથે જ ખરતા વાળની પરેશાની પણ દુર થાય છે.

6) ખરતા વાળની પરેશાની દુર થાય છે : જો તમારા વાળ બહુ જ ખરે છે તો તમે આ માટે બીલીપત્રનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે દરરોજ સવારે બીલીપત્રના નરમ પાન ધોઈને ખાવા જોઈએ. દરરોજ બીલીપત્રના નરમ પાન ખાવાથી ખરતા વાળની પરેશાની દુર થઇ જાય છે.

સ્કીન અને વાળની પરેશાની દુર કરવા માટે બીલીપત્ર ખુબ જ લાભકારી છે. પણ ધ્યાન રાખો કે કોઈપણ વસ્તુનું વધુ સેવન ન કરવું જોઈએ નહિ તો નુકસાન થઇ શકે છે. જો તમે કોઈ ગંભીર પરેશાનીથી લડી રહ્યા છો તો તમારે કોઈ એક્સપર્ટની સલાહ લઈને જ બીલીપત્રનું સેવન કરવું જોઈએ. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment