આજના સમયમાં ખાણીપીણી, લાઈફ સ્ટાઈલ અને બદલાતા વાતાવરણની આપણા સ્વાસ્થ્ય પર અનેક પ્રકારની અસરો વર્તાય છે. આમાં મોટાભાગે આપણા વાળ પર વધારે અસર થાય છે. આમ તો જ્યારે ઉંમર વધવા લાગે ત્યારે વાળ સફેદ થવા લાગે છે. પરંતુ અત્યારના સમયમાં જોઈએ તો નાની ઉંમરના બાળકો હોય કે પુખ્ત વયના વ્યક્તિ હોય દરેકને અકાળે વાળ સફેદ થવા લાગે છે. આજના પ્રદુષણથી ભરેલા વાતાવરણમાં વાળ પર તેની ઘેરી અસર થાય છે. વાળ રફ બની જાય છે અને તેનો ગ્રોથ પણ અટકી જાય છે.
દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે, પોતાના વાળ સુંદર અને મજબૂત હોય. તેમાંય ખાસ કરીને મહિલાઓનું તો સપનું જ હોય છે કે, પોતાના વાળ લાંબા, જાડા, સિલ્કી અને શાઈની હોય. તેથી તેઓ મોંઘા પ્રોડક્ટસનો પણ ઉપયોગ કરતા હોય છે. આવા પ્રોડક્ટસમાં કેમિકલ હોવાના કારણે વાળની વધારે ખરાબી કરે છે. જેથી વાળ ખરવા લાગે છે, રફ થાય છે વગેરે જેવી સમસ્યાઓ જોવા મળે છે. આજે અમે તમને એવા એક ચમત્કારિક ટુકડા વિશે જણાવવા જઈ રહ્યા છે, જેના દ્વારા તમે વાળની દરેક સમસ્યાઓનું સમાધાન કરી શકશો.આજે અમે તમને આ લેખના માધ્યમથી ફટકડીના ઉપયોગ વિશે જણાવવા જઈ રહ્યા છે. ખુબ જ સરળતાથી અને સસ્તા ભાવે 10 થી 20 રૂપિયામાં મળતો આ ટુકડો વાળ માટે આશીર્વાદથી સહેજ પણ ઓછો નથી. તમે આ લેખ સંપૂર્ણ વાંચશો તો જ તમને તેના લાભ અને ઉપયોગ કરવાની રીત વિશે ખબર પડશે. તેથી આ લેખને અંત સુધી વાંચતા રહો. તો ચાલો જાણીએ ફટકડી દ્વારા કેવી રીતે વાળને કાળા અને લાંબા બનાવી શકાય છે.
પ્રયોગ 1 :- ફટકડીનો એક ટુકડો લઈને તેને પીસીને પાવડર બનાવી લેવો. આ પાવડરમાં એક ચમચી ગુલાબજળ મેળવવું, સરસ રીતે મેળવ્યા બાદ આ પેસ્ટને વાળમાં લગાવી લેવી. ખાસ કરીને વાળના મૂળમાં લગાવવું, વાળ સુંદર અને કાળા બનશે.
આ પેસ્ટને માથામાં લગાવ્યા બાદ પાંચ મિનિટ સુધી હળવા હાથે માલિશ કરવી અને એક કલાક સુધી આમ જ રહેવા દેવું. એક કલાક પછી હળવા ગરમ પાણીથી વાળને ધોઈ લેવા. તમે જ્યારે પણ વાળ ધોવો ત્યારે નિયમિત રૂપે આ પ્રયોગ કરવો. થોડા જ સમયમાં તમને તેનું પરિણામ જોવા મળશે કે તમારા વાળ કાળા અને સિલ્કી થવા લાગ્યા છે.
પ્રયોગ 2 :- આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ એક વાસણમાં એક ચમચી પીસેલી ફટકડીનો પાવડર, એક ચમચી આમળાનું તેલ અને બે વિટામીન E ની કેપ્સ્યુલ લેવી. આ ત્રણેય વસ્તુને મિક્સ કરી લેવી. એ વાતનું ધ્યાન રાખવું કે તેલની સાથે ફટકડી બરાબર મિક્સ થઈ જવી જોઈએ. વાળમાંથી ઘૂચ કાઢી લેવી અને વાળના અલગ અલગ ભાગ કરી દેવા. ત્યારબાદ રૂ ની મદદથી વાળના મૂળમાં આ તેલ લગાવવું. લગાવ્યા બાદ દસ મિનિટ સુધી હળવા હાથે મસાજ કરવું. આ મિશ્રણને 30 મિનિટ સુધી આમ જ રહેવા દેવું અને ત્યારબાદ શેમ્પુથી વાળ ધોઈ લેવા.
આમળા વાળને સિલ્કી બનાવે છે અને આ વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે અને જ્યારે ફટકડી વાળને લાંબા અને કાળા બનાવવામાં મદદરૂપ થાય છે. જો આ બંનેનો એક સાથે ઉપયોગ કરવામાં આવે તો તેના ડબલ ફાયદા થાય છે. તેથી આ પ્રયોગ કરવાથી વાળ કુદરતી રીતે જ સિલ્કી, લાંબા, કાળા અને મજબૂત બને છે.પ્રયોગ 3 :- જો તમારું શિડયુલ વ્યસ્ત હોય અને સમય ન મળતો હોય તો તમે આ સરળ રીતને અપનાવી શકો છો. તેના માટે તમારે ગરમ પાણી કરી લેવાનું છે. પાણીને વધારે ઉકાળવાનું નથી. ત્યારબાદ તેમાં સરખી માત્રામાં ફટકડી અને કન્ડિશનર ઉમેરીને મિક્સ કરી લો અને વાળમાં કન્ડિશનરની જેમ લગાવો. ત્યારબાદ 15 થી 20 મિનિટ સુધી તેને આમ જ રહેવા દેવું અને ઠંડા પાણીથી વાળ ધોઈ લેવા. અઠવાડિયામાં એક વાર તમે આ પ્રયોગ કરી શકો છો તેનાથી વાળ લાંબા, કાળા અને સુંદર બનશે.
નોંધ:- ઉપર જણાવેલ ત્રણ પ્રયોગોને એક સાથે ન કરવા, નહીં તો ફાયદો થવાની જગ્યાએ નુકશાન પહોંચી શકે છે. કોઈ પણ એક સમયે એક જ ઉપચારને કરવાનો છે. કોઈ એક જ ઉપચારને વળગી રહેવું અને ફટકડીનું પ્રમાણ માપસર જ લેવું. જો તમને આનાથી કોઈ એલર્જી હોય તો ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી