અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.
અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
👩 દરેક સ્ત્રીઓને ખાસ ખબર હોવી જોઈએ આ સામાન્ય બ્યુટી ટીપ્સ હંમેશાસુંદર દેખાવા માટે.. 👩
👩 આમ તો સ્ત્રી એટલે કુદરતનું સૌથી સુંદર સર્જન. બંને રીતે શારીરિક જૂઓ કે પછી લાગણી અને હ્રદયથી. એટલે જોવા જઈએ તો દરેક સ્ત્રી પોતાની રીતે ખૂબ જ સુંદર છે. કોઈ દેખાવમાં તો કોઈ તેના સ્વભાવ અને ગુણો ના કારણે. પરંતુ આ વાત તો દરેક વ્યક્તિ નથી સમજતી જેના કારણે એક સ્ત્રી અથવા તો છોકરી હંમેશા એવો જ પ્રયત્ન કરતી રહે છે કે તે ખૂબ જ સુંદર દેખાય.Image Source :
👩 તો મિત્રો તેના માટે દરેક સ્ત્રીએ અમારો આ આર્ટીકલ ખાસ વાંચવો. કારણ કે ૧૦૦% આ આર્ટીકલ તમને તેમાં મદદરૂપ થશે. મિત્રો તમે દરેક વખતે સુંદર દેખાવા માંગો છો. એક ખીલેલો અને હસતા ચહેરાથી કોણ આકર્ષાતું નથી. શું તમે પણ ઈચ્છો છો કે તમારો ચહેરો પણ હર હંમેશા એક ગુલાબના ફૂલની જેમ ખીલેલો રહે, તો આ લેખ જરૂર વાંચજો. કારણ કે આજે અમે આ લેખમાં એવા સરળ અને અસરકારક ઘરેલું ઉપાય બતાવશું કે જેનો ઉપયોગ તમારે કરવો જ જોઈએ અને ખાસ અને મહત્વની વાત એ છે કે તેની કોઈ જ પ્રકારની આડઅસર નહિ જોવા મળે. આ ઉપરાંત અમે તમને કંઈક એવી બ્યુટી ટીપ્સ જણાવશું કે જે તમારા સમય અને પૈસા બંનેની બચત કરશે.Image Source :
👩 આજનું ફાસ્ટફૂડ અને પ્રદુષણ તેના કારણે સ્વાભાવિક જ છે કે ત્વચાને નુંકશાન થાય જ અને તે પ્રદુષણના સંપર્કમાં આવતા આપણા ચહેરા પર ખીલ જેવી સમસ્યાઓ થતી હોય છે તેના માટે લોકો કંઈ કેટલીય પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. અને સારું પરિણામ મળવાને બદલે તેના સાઈડ ઈફેક્ટસ વધારે જોવા મળે છે. એટલું જ નહિ પરંતુ જે લોકોની ત્વચા ખૂબ જ સેન્સીટીવ હોય છે તેને આ પ્રોડક્ટ્સ બિલકુલ સુટ નથી કરતા. તો મિત્રો સવાલ એ થાય કે તો શું કરવું ? પરંતુ ગભરાવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ આર્ટીકલ વાંચ્યા બાદ તમારી આ ચિંતા દૂર થઇ જશે.
👩 ખીલને દૂર કરવા માટેના ઉપાયો :- 👩Image Source :
👩 મિત્રો ખીલને દૂર કરવા માટે બે ખૂબ જ સરળ રસ્તા છે જેને તમે જ્યારે પણ ખીલ થાય તો અપનાવી શકો છો.
👩 જ્યારે પણ તમને તમારા ચહેરા પર ખીલ થયેલું દેખાય ત્યારે સવારે ઉઠતા જ તુલસી અને લીમડાના પાંદડા પીસીને તેના પર લગાવો. પંદર મિનીટ પછી ચહેરો ધોઈ લો ફરક જરૂર દેખાશે.
👩 બીજો ઉપાય રાત્રે સૂતા પહેલા કોલગેટની પેસ્ટ ખીલ પર લગાવી દો અને સવાર સુધીમાં ખીલમાં રાહત મળશે. મિત્રો કોલગેટ તો લગભગ બધા ઘરોમાં હોય જ છે. પરંતુ આ પ્રયોગ ક્યારેય નહિ કર્યો હોય પરંતુ હવે કરજો કારણ કે આ ખૂબ જ અસરકારક સાબિત થશે.
👩 ચહેરાને ગોરો બનાવવા માટે શું કરવું:- 👩
👩 ચહેરાને ગોરો બનાવવા માટે લોકો ઘણા બધા અલગ અલગ નુસ્ખા અપનાવતા હોય છે. પરંતુ એકવાર આ ઉપચાર નિયમિત રીતે ટ્રાય કરી જૂઓ અને પછી જૂઓ કે કેટલો ફરક દેખાય છે.Image Source :
👩 ચહેરા પર એક અલગ જ ટોન લાવવા માટે ક્યારેય તમે ટોનર ન ખરીદો કારણ કે તે તમારા ચહેરાને ખૂબ જ નુંકશાન કરે છે. તમે ટોનરની જગ્યાએ ગુલાબ જળનો ઉપયોગ કરો. સવારે સ્નાન પેહલા ઝેલની જેમ ગુલાબ જળ ચહેરા પર લાગાવી પછી નાહવા જવું. આ તમારા ચહેરા માટે ટોનરનું કામ કરશે.
👩 ખસખસના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તેની પેસ્ટ બનાવી લો. તેમાં થોડું દૂધ મિક્સ કરો. અને ત્યાર બાદ તેને ચહેરા પર લગાવીને હળવા હાથે મસાજ કરો. આ પ્રયોગ તમારા ચહેરા માટે સ્ક્રબ જેવું તો કામ કરશે જ બધી ગંદકી સાફ કરશે અને ચહેરાને એકદમ ચમકાવશે જેથી તમે દેખાશે સુંદર.
👩 જ્યારે ખસખસ ન હોય ત્યારે તમે ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો, કારણ કે ચણાનો લોટ તો લગભગ ઘરમાં હોય જ છે. સવારે થોડો ચણાનો લોટ લઇ તેમાં થોડું દૂધ નાખી તેને ચહેરા પર લગાવો અને પંદર મિનીટ સુધી રાખી મૂકો. ત્યાર બાદ હળવા હાથે મસાજ કરતા કરતા ચણાના લોટને સાફ કરી ચહેરો ધોઈ લો. આ પ્રયોગનો બેથી ત્રણ વાર ઉપયોગ કરતા જ તમને પરિણામ જોવા મળશે. તમારો ચહેરો હંમેશા ખીલેલો દેખાશે.
👩 આ ઉપરાંત તમે ઓવરનાઈટ મેથીનું માસ્ક પણ ટ્રાય કરી શકો છો. મિત્રો આ માસ્ક તમારા ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અને તે ત્વચાની દરેક સમસ્યા ખીલ હોય, મશા હોય કે પછી અન્ય સમસ્યા તે બધી જ દૂર કરશે. તેના માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. થોડી મેથીના પાંદડા પીસી ચહેરા પર લગાવી દો અને આખી રાત તેને લગાવીને રાખો. બધી સમસ્યા ગાયબ થઇ જશે મેથીના ઓવરનાઈટ માસ્કથી.
👩 આ ઉપરાંત તમારી સુંદરતા તમારા ખાનપાન પર પણ આધારિત હોય છે. તો તેના માટે તમારે ફાસ્ટ ફૂડ બિલકુલ નહિ બરાબર ખાવું અને તમારા નિયમિત આહારમાં લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરવો જોઈએ.
👩 તેમજ જરૂરી છે કે તમારા શરીરના ટોક્સીન બહાર નીકળી જાય તો તેના માટે તમારે રોજ સવારે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ જેથી ટોક્સીન બહાર નીકળી જાય જેથી ખીલ જેવી સમસ્યા ન થાય. તમે ગરમ પાણી ન પી શકો તો સામાન્ય પાણી ઉઠતાની સાથે બેથી ત્રણ ગ્લાસ પાણી પી લેવું.
👩 મિત્રો અમારી ટીપ્સ ખૂબ જ નાની નાની અને સીમિત છે. પરંતુ મિત્રો જો આ ટીપ્સ અપનાવવામાં આવે તો ખૂબ જ કિંમતી સાબિત થશે. માટે આજે જ અપનાવો આ ટીપ્સ.
👩 મિત્રો તમને કોઈ પણ આવી અન્ય સમસ્યા હોય તો તમે તે પણ કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અમે તેના પર પણ આર્ટીકલ બનાવશું.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
) mari skin ekdam kalash padti Thai gai 6. Ane ekdam dull lage 6 to ena mate shu karvu? Glow aave ane kalash door Thai jai ena mate kai tips aapo ne
market ma malta beauty gel bandh karo ane ghare jate banavi lagavo … ame ghana articles tena par lakhya che check karjo
abhar…