40 ઉંમરે પણ દેખાશો 20 વર્ષના, લગાવી દો તમારા ચહેરા પર ઘરમાં રહેલી આ વસ્તુ. ખુદ ઐશ્વર્યા રાય પણ લગાવે છે….

આજની તારીખમાં બોલીવુડમાં યુવા અભિનેત્રીઓનું પ્રભુત્વ વધુ હોય શકે છે, પરંતુ સુંદરતાની વાત આવે છે ત્યારે ઐશ્વર્યા રાય સાથે સ્પર્ધા કરવી કોઈ પણ અભિનેત્રી માટે મુશ્કેલ બની જાય છે. વયની અડધી સદી વીતી ગયા પછી આજે પણ ઐશ્વર્યા રાજ એટલી જ સુંદર છે જેટલી તે 20 અને 30 વર્ષમાં હતી. તેની પાછળ તેમના પોતાના બનાવેલ બ્યુટી કેયર રૂલ્સ છે, જેને તે હંમેશા ફોલો કરે છે.

આ નિયમ એટલા સહેલા અને પોકેટ ફ્રેંડલી છે કે જેને કોઈ પણ અપનાવી શકે છે. જો તમે પણ 30 માં વર્ષમાં એન્ટર થઈ ચૂક્યા છો, તો આજથી જ તમે એશ્વર્યાના સિક્રેટને અપનાવી લો, જેથી કરીને તમે 40 વર્ષના થઈ ચૂક્યા હોવા છતાં પણ યુવાન જ દેખાય શકો છો.

પાણી પીવું અને હેલ્દી જમવું : ઐશ્વર્યા રાય પોતાની બોડીને હાઈડ્રેટ કરવા માટે ખુબ જ પાણી પીવે છે. આમ કરવાથી તેમનું સ્કીન હાઈડ્રેશન પણ જળવાઈ રહે છે, જે એંજિંગના સાઇન્સને દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે જ, તે માત્ર ઘર પર બનાવેલ ભોજન અને વિટામિન રીચ ભોજન કરે છે. આ તેમની ત્વચા અને વાળને સ્વસ્થ રાખે છે અને સાથે જ ઓઈલી અને જંક ફૂડથી દૂર રહે છે.

હોમમેડ માસ્ક : ઐશ્વર્યા યંગ એજથી જ DIY માસ્કનો ઉપયોગ કરે છે. તેનું મનપસંદ માસ્ક ચણાનો લોટ છે, જેમાં તે ક્રીમ અને ચપટી હળદર મિક્સ કરીને લગાવે છે. આ સિવાય તે બદામ, કેળું અને દૂધથી બનાવેલ માસ્કનો ઉપયોગ પણ કરે છે. સ્કીન મસાજ માટે દહીં અને મધ તેમના ફેવરિટ છે. એશ્વર્યા એવી સામગ્રીને પસંદ કરે છે, જે એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી ઈમ્ફ્લેમેટરી પ્રોપર્ટીઝમાં રીચ હોય છે.

અરોમાથૈરપી : તણાવ સ્કીનનો સૌથી મોટો દુશ્મન છે. આ તણાવ પિમ્પલ જેવી સમસ્યાને વધારે છે અને એંજિગના સાઇન્સને પણ વધારે છે. તણાવને ઓછું કરવા માટે એશ્વર્યા અરોમાથૈરપીની સહાયતા લે છે. આ માટે તે સેન્ડલવૂડ તેલનો પ્રયોગ કરે છે. એક શોધની માનો તો, અરોમાથૈરપી સ્ટ્રેસને લઈને દ્રષ્ટિકોણ બદલી નાખે છે અને સંતોષના ભાવને વધારે છે. કોર્ટિસોલના લેવલને ઓછું કરે છે, જેને સ્ટ્રેસ હોર્મોન પણ કહેવામાં આવે છે.

તેલ માલીશ : ઉંમર વધવાની સાથે સ્ત્રીઓને વાળ ઊતરવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ઐશ્વર્યા તેમના વાળને મજબૂત બાનવવા માટે અને સ્વસ્થ રાખવા માટે તેલની માલીશ કરે છે. તેમનું માનો તો, હેલ્દી વાળ માટે ઓઇલ નરીશ્મેંટ મુખ્ય છે. તેલ વાળના ફોલિકલ્સ અને ક્યુટિકલ સેલ્સનું રક્ષણ કરે છે.

તે ખોપરી ઉપરની ચામડીને સ્વસ્થ રાખે છે અને સાથે જ તેને ડેંડ્રફ જેવી સમસ્યાથી પણ દૂર રાખે છે. આ સાથે વાળ ચમકદાર અને જાડા બને છે. ઐશ્વર્યા પોતાના આહારમાં એવા ખોરાકનો સમાવેશ પણ કરે છે, જે વાળના સ્વસ્થ વિકાસને પોષણ આપે છે. 

આમ તમે પણ અહીં જણાવેલ બ્યુટી ટીપ્સને અનુસરીને તમારી ત્વચા અને વાળને મજબુત તેમજ સ્વસ્થ રાખી શકો છો. આ સિવાય આ સરળ ઉપાયો માટે તમારે કોઈ ખર્ચ કરવાની જરૂર નથી પડતી. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment