મિત્રો સ્નાન સમયે આપણે ઘણી બધી ભૂલો કરતા હોઈએ છીએ. પરંતુ આજે અમે જે ભૂલ જણાવશું એ બધા લોકો કરતા હોયછે. એટલા માટે આ લેખને વાંચો, કેમ કે તમને ખુબ જ ઉપયોગી નીવડશે. આ બધી ભૂલો જે આપણી ત્વચા તેમજ વાળને ખુબ જ નુકસાન પહોંચાડી શકે છે. સાથે સાથે તે કામ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. તો આજે અમે તમારા માટે ખુબ જ મહત્વની જાણકારી લઈને આવ્યા છીએ, જે સાંભળવામાં તો નાની લાગશે પરંતુ તેનાથી આપણને નુકશાન ઘણું થતું હોય છે. તો ચાલો જાણીએ કે ક્યાં છે એવા કામો છે જે સ્નાન સમયે ન કરવા જોઈએ.
પહેલું છે વધારે સમય સુધી સ્નાન કરવાથી ત્વચાનું મોઈસ્ચરાઈઝ ઓછું થઇ જાય છે અને ત્વચા શુષ્ક થઇ જાય છે. આ ઉપરાંત સમય પહેલા જ ત્વચામાં કરચલીઓ પડવાની સંભાવના વધી જાય છે.
મિત્રો સ્નાન વખતે વધારે પડતા ગરમ કે ઠંડા પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે તેનાથી ત્વચાના ટીસ્યુને નુકશાન પહોંચી શકે છે. આ ઉપરાંત ટીસ્યુ ડેમેજ પણ થઇ શકે છે. ત્વચા બળી જાય અથવા તો સુન થઇ જાય તેવી સમસ્યાઓ પણ થઇ શકે છે. જેના કારણે લાંબા સમયે આપણને ચામડીના રોગો થઇ શકે છે.
મિત્રો ઘણા લોકોને આદત હોય છે કે તે શેવિંગ તથા વેક્સિંગ કર્યા બાદ સ્નાન કરવા જતા હોય છે. પરંતુ ક્યારેય પણ આ ભૂલ ન કરવી જોઈએ. કારણ કે સ્નાન પહેલા શેવિંગ કે વેક્સિંગ કરવાથી ત્વચાના પોર્સ વધારે ખુલી જાય છે અને ત્વચા શુષ્ક થઇ જાય છે. માટે સ્નાન કર્યા બાદ જ શેવિંગ કે વેક્સિંગ કરવું જોઈએ.
ઘણા લોકો વધારે રૂપાળા દેખાવા માટે વધારે સ્ક્રબ કરતા હોય છે, જે ખરેખર ત્વચા માટે ઠીક નથી. તેનાથી ત્વચાને ખુબ જ નુકશાન પહોંચે છે. તેમજ ઇન્ફેક્શન પણ લાગી શકે છે. માટે સ્નાન સમયે વધારે પડતું ઘસીને કે સ્ક્રબ કરીને ન નાહવું જોઈએ.
શરીરને ઘસવા માટે આપણે જે બોડી સ્ક્રબરનો ઉપયોગ કરતા હોઈએ તેને બાથરૂમમાં ન છોડવું જોઈએ. કારણ કે તેને બાથરૂમમાં રાખવાથી બેક્ટેરિયા પ્રવેશી શકે છે. જે આપણા સ્વાસ્થ્યને ખુબ જ નુકશાન પહોંચાડી શકે છે.
નહાયા બાદ ક્યારેય ટુવાલથી શરીરને ઘસીને ન લૂછવું જોઈએ. તેનાથી વાળ ખરવા લાગે છે તેમજ ત્વચા ડ્રાય થઇ શકે છે.
સ્નાન વખતે આખા શરીરમાં ક્યારેય સાબુ ન લગાડવો જોઈએ. કારણ કે તેનાથી પણ ત્વચા ડ્રાય થઇ શકે છે. જ્યાં વધારે પરસેવો વળતો હોય ત્યાં જ સાબુ લાગાડવો જોઈએ અને બાકી આખા શરીર પર અઠવાડિયામાં બે થી ત્રણ વખત જ સાબુ લગાવવો ઠીક રહે છે.
ડિઓ તથા એન્ટી બેક્ટેરીયલ સોપનો પ્રયોગ વધારે ન કરવો જોઈએ. તેનાથી ત્વચા રફ અને ડ્રાય થઇ જાય છે. આ ઉપરાંત ખંજવાળ જેવી સમસ્યા થઇ શકે છે. તેમજ ત્વચા પર રહેલા સારા બેક્ટેરિયા પણ ખતમ થવા લાગે છે.
સ્નાન સમયે વાળ ધોયા બાદ કંડીશનર લગાવવું જોઈએ. જો તે ન લગાવવામાં આવે તો વાળ શુષ્ક અને બેજાન થઇ જાય છે.
ક્યારેય ભૂલથી પણ એકસરસાઈઝ કર્યા બાદ તરત જ સ્નાન ન કરવું જોઈએ. કારણ કે એકસરસાઈઝ કરવાથી શરીર ગરમ થઇ જાય છે અને ત્યાર બાદ તરત જ સ્નાન કરવામાં આવે તો શરદી, ઉધરસ, તાવ જેવી સમસ્યાઓ થઇ શકે છે. એકસરસાઈઝ કર્યા બાદ ઓછામાં ઓછા એક કલાક પછી સ્નાન કરવું જોઈએ.
આ ઉપરાંત જમ્યા બાદ તરત સ્નાન ન જોઈએ. કારણ કે જમ્યા બાદ તુરંત સ્નાન કરવાથી ખાધેલો ખોરાક વ્યવસ્થિત પચતો નથી.
જો આ ટીપ્સ ગમી હોય તો કોમેન્ટમાં part- 2 લખો, તો અમે બીજી આવી જ ટીપ્સ વિશે આર્ટીકલ લખીએ..
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી