મિત્રો દરેક લોકો એવું ઈચ્છે છે કે તેમનો ચહેરો ચમકદાર, સુંદર બને. આ માટે તમે અનેક પ્રયોગો પણ કરતા હશો. તો આજે અમે તમારા માટે એક એવો પ્રયોગ લઈને આવ્યા છીએ જેમાં તમારે આ જાદુઈ પાણીનો ઉપયોગ કરવાનો છે. જે તમારે રાત્રે સુતા પહેલા ચહેરા પર લગાવવાનું છે.
તુલસીને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર છોડ ગણવામાં આવે છે. પરંતુ તે સ્વાસ્થ્ય અને સૌંદર્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તુલસીનો પ્રયોગ ચહેરા પર અલગ-અલગ પારકારે કરવામાં આવે છે. આજે અમે તમને અમુક સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે તુલસીનું પાણી ઘરે જ તૈયાર કરી શકો છો.તુલસીના પાણીમાં વિટામિન સી હોય છે અને તેને રાત્રે સ્કીન કેર રૂટિનમાં સમાવિષ્ટ કરવામાં આવે તો તમને ઘણા બધા સ્કીન બેનિફિટ થઈ શકે છે. તેના વિશે અમે બ્યુટી એક્સપર્ટ સાથે પણ વાત કરી તો તે કહે છે કે, તુલસી ત્વચા માટે દરેક રીતે ફાયદાકારક છે, પરંતુ તેને ચહેરા પર ઉપયોગ કરવાની સૌથી સેફ રીત છે કે તમે તેના પાણીને સ્કીન કેરમાં સમાવિષ્ટ કરી લો.
તુલસી ફેશિયલ વોટર સામગ્રી:- 1 કપ તુલસીનું પાણી, ½ કપ ગુલાબ જળ, 1 મોટી ચમચી એલોવેરા જેલ, 1 મોટી ચમચી લીંબુનો રસ, 5 ડ્રોપ્સ નારિયેળનું તેલ.
રીત:- 1 મુઠ્ઠી તુલસીના પાંદડાને એક કપ પાણીમાં આખી રાત પલળવા માટે રાખી લો. ત્યાર બાદ બીજા દિવસે સૂર્યના તડકામાં 5 કલાક માટે આ પાણીને રાખી લો. પછી પાણીને ગળી લો અને એક સ્પ્રે બોટલમાં ભરી લો. ત્યારબાદ તમે આ પાણીમાં ગુલાબ જળ, એલોવેરા જેલ, લીંબુનો રસ અને નારિયેળનું તેલ નાખીને સરખી રીતે મિક્સ કરી લો.ત્યારબાદ તમે આ સ્પ્રે બોટલને ડાયરેકટ ચહેરા પર ઉપયોગમાં લઈને ફેશિયલ ટોનિંગ કરી શકો છો અથવા પછી તમે આ પાણીને ફેસ પેકમાં મિક્સ કરીને પણ ચહેરા પર લગાડી શકો છો. આ પાણીનો ઉપયોગ તમે હોમમેડ સ્ક્રબમાં પણ કરી શકો છો. તમે ચાહો તો ઓવર નાઈટ આ ખાસ પાણીને ચહેરા પર લગાડીને સૂઈ શકો છો અને તેનાથી તમારા ચહેરા પર શાઈનિંગ આવી શકે છે.
શું હશે તુલસી વોટરના ફાયદા? તુલસીની સૌથી ખાસ વાત એ હોય છે કે, તેમાં વિટામિન એ અને સીની સાથે સાથે અન્ય પોષકતત્વો પણ હોય છે. તે એંટીઓક્સિડેંટથી ભરપૂર હોય છે અને તેમાં સ્કીન સેલ્સને રીપેર કરવાની ક્ષમતા હોય છે.
ત્વચામાં કોઈ પણ પ્રકારના સંક્રમણને અટકાવવામાં પણ તુલસીનું પાણી મદદરૂપ સાબિત થઈ શકે છે, કારણ કે તુલસીમાં એન્ટિફંગલ અને એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે. તુલસીના પાણીને ત્વચા પર લગાડવાથી બ્લડ સર્ક્યુલેશન ખૂબ સારું થાય છે. તેનાથી ત્વચામાં નિખાર આવે છે અને ચહેરા પર રહેલા ડાર્ક સ્પોર્ટ્સ પણ ઓછા થાય છે.તુલસીમાં એન્ટિ એજિંગ ગુણ પણ હોય છે અને તેના પાણીને ચહેરા પર લગાડવાથી ચહેરાની ત્વચામાં કસાવ જોવા મળે છે. જો તમારી ત્વચામાં એજિંગ માર્ક્સ હોય તો તેનાથી તે પણ ઓછા થઈ જાય છે. તુલસીનું પાણી ચહેરા પર નીકળતા એકસ્ટ્રા ઓઇલને પણ ઘટાડે છે અને તેનાથી તમારી ત્વચા ઓઇલી લાગતી નથી. જો તમને ખીલની સમસ્યા હોય તો, આ પાણી લગાડવાથી તે પણ ઓછું થાય છે.
સાવચેતીઓ:- એ વાતનું ધ્યાન રાખવું કે, તુલસીના પાંદડાને સરખી રીતે વોશ કરી લેવા. તુલસીમાં જીવાત પણ હોય છે, જે તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. ક્યારેય પણ તુલસીને ડાયરેકટ ત્વચા પર ન લગાડવું કારણ કે તેમાં મરકરી હોય છે. તેનાથી તમારી ત્વચામાં દાણાની સમસ્યા થઈ શકે છે. પેચ ટેસ્ટ કર્યા વગર તુલસીના પાણીને ત્વચા પર ન લગાડવું. એમ કરવાથી તમારી સ્કીન પર રેશિસ થઈ શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી