5 લાખ વાળી ફ્રી વીમા યોજનાનું આયુષ્યમાન કાર્ડ હવે મળશે મફત, તેના માટે કરવું પડશે આ નાનું કામ…

મિત્રો ગરીબ તેમજ આર્થિક રીતે નબળા લોકોને સરકાર તરફથી અનેક યોજનાઓનો લાભ આપવામાં આવે છે. જે તેમના મુશ્કેલ સમયમાં કામ આવે. આમ જ્યારે પણ કોઈ બીમારીનું સંકટ લોકો પર આવી પડે ત્યારે સરકાર તરફથી લોકોને આર્થિક સહાય આપવામાં આવે છે. આથી જો તમારી પાસે એવી કોઈ યોજના વિશે માહિતી ન હોય તો તમે હવે ઘરે બેઠા જ આયુષ્યમાન યોજનાનો લાભ લઈ શકો છો. હવે આ કઈ રીતે તેના વિશે વિસ્તારથી જણાવી દઈએ.

આયુષ્યમાન ભારત યોજના નીચે કેન્દ્ર સરકાર આયુષ્યમાન તમારા દ્વારા અભિયાન ચલાવી રહી છે. આ યોજનાની અંદર હવે ઘરે-ઘરે જઈને મફતમાં પીવીસી કાર્ડ આપવામાં આવી રહ્યું છે. હાલ કોમન સર્વિસ સેન્ટર જઈને ઈ-કાર્ડ મળતું હતું. જ્યાં 30 રૂપિયા થતા હતા. આયુષ્યમાન  યોજનાની અંદર દરેક પરિવારને ઈલાજ માટે વર્ષમાં 5 લાખ રૂપિયા આપવામાં આવે છે.શું છે યોજના ? : આ અભિયાનની અંદર તમારા ઘરે જઈને માહિતી લેવામાં આવશે, અને પછી કાર્ડ ઉપલબ્ધ કરવામાં આવશે. આ કાર્ડ પીવીસીના રૂપે મળશે. ખાસ વાત એ છે કે, તેમાં તમારા પાસે કોઈ પૈસા લેવામાં નહિ આવે. આ અભિયાનનું લક્ષ્ય છે કે, આયુષ્યમાન  ભારત સ્કીમની અંદર આવતા લોકોને પાકા કાર્ડ બની શકે જેનાથી બીમારીના સમયે તેનો હોસ્પિટલમાં ઈલાજ થઈ શકે. ઈલાજમાં થતા ઇન્શ્યોરન્સના પૈસા મળી શકે. આયુષ્યમાન  યોજનાની અંદર દરેક પરિવારના ઈલાજ માટે વર્ષમાં 5 લાખ રૂપિયા આપવામાં આવશે.

આ અભિયાનનું નામ છે “આયુષ્યમાન તમારા દ્વાર.” આ અભિયાનમાં રાજ્ય સરકાર ખુબ જ વધુ રસ લઈ રહી છે. આ સિવાય જાણવા મળતી માહિતી મુજબ નેશનલ હેલ્થ મિશનના સીઈઓ આર.એસ. શર્માએ જણાવ્યું છે કે, આ યોજનાને સફળ બનાવવામાં બધાનું યોગદાન મળી રહ્યું છે. તેમણે કહ્યું છે કે છત્તીસગઢ, બિહાર, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ ખુબ સારું કામ રહ્યા છે. હજી સુધી છત્તીસગઢમાં લગભગ 28 લાખ કાર્ડ બનાવવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશમાં 1 લાખ 12 હજાર, પંજાબમાં 39 હજાર, યુપીમાં 1 લાખ 53 હજાર, બિહારમાં 17 હજાર અને હરિયાણામાં 9 હજાર 600 અને જમ્મુ-કશ્મીરમાં 13 હજાર 800 કાર્ડ બનાવવામાં આવ્યા છે.હાલ કેવી રીતે બને છે કાર્ડ : હજી સુધી આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓને ઈ-કાર્ડ બનાવવું પડે છે. જેના માટે તેને કોમન સર્વિસ સેન્ટર જવું પડતું હતું. ત્યાં પ્રતિ લાભાર્થીથી 30 રૂપિયા લેવામાં આવતા હતા. તે પણ એક કાગળ પર માહિતી આપતા હતા. પણ હવે ઘરે જ ફ્રીમાં જ કાર્ડ મળશે. આખા દેશમાં આયુષ્યમાન ભારત યોજનાની અંદર 10 કરોડ પરિવાર અને જેમાં સદસ્યોની સંખ્યા 54 કરોડ છે. અત્યાર સુધી લગભગ સવા કરોડ કાર્ડ બન્યા છે. એટલે કે એક મોટો ગેપ છે જેને ભરવાનો સરકારનો ઉદેશ્ય છે. નેશનલ હેલ્થ સ્કીમના સીઈઓ આર.એસ. શર્મા એ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે લક્ષ્ય છે કે ગરીબના ખિસ્સામાં પૈસાની કમી ન આવે તે માટે સરકાર સપોર્ટ કરી રહી છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment