મિત્રો આજના સમયમાં મોટાભાગના લોકો ડાયાબીટિસની સમસ્યાથી પીડિત છે. ખરાબ ખાણીપીણી, જીવનશૈલી, અને તણાવ ડાયાબિટીસના મુખ્ય કારણો માનવામાં આવે છે. ડાયાબિટીસ એ એક લાંબી બીમારી છે જેને મૂળમાંથી નાબૂદ કરી શકાતી નથી પરંતુ જીવનશૈલીમાં ફેરફાર કરીને તેને નિયંત્રણમાં રાખી શકાય છે.
મિત્રો ડાયાબિટીસ ઝડપથી વધતી જીવનશૈલીથી જોડાયેલી બીમારી છે. એ વાતનું દુર્ભાગ્ય છે કે આનો કોઈ ઈલાજ નથી. જો એકવાર તમે આની ઝપટમાં આવી ગયા તો તેની સાથે જ જીવવું પડશે. જોકે તેને નિયંત્રિત કરીને સારું જીવન જીવી શકાય છે. ડાયાબિટીસ થવાથી તેની અસર સ્વાદુપિંડના કાર્ય પર પડે છે. આ અંગનું કાર્ય શરીરમાં ઇન્સ્યુલિન નામનું હોર્મોન પેદા કરવાનું છે. ઇન્સ્યુલિન શરીરમાં બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. આમ ન થવાથી બ્લડ સુગર લેવલ વધવા લાગે છે જેનાથી અનેક સમસ્યાઓનું જોખમ વધી જાય છે.1 ડાયાબિટીસનો ઈલાજ અને નિવારણ શું છે?:- બ્લડ સુગરને માત્ર સારો ડાયટ અને એક્સરસાઇઝ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. દર્દીઓને એવો ખાદ્ય પદાર્થ ખાવાની સલાહ આપવામાં આવે છે જેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછું હોય કારણ કે આ વસ્તુઓ બ્લડ સુગર નથી વધારતી. જોકે કેટલીક જડીબુટ્ટીઓ અને ઘરેલુ ઉપચાર પણ છે. જો શુગરના દર્દીઓ દવાઓ સાથે તેનો ઉપયોગ કરે તો તેમને બ્લડ શુગર ને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે.
આયુર્વેદિક ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ડાયાબિટીસ (ટાઈપ 1 અને ટાઈપ 2 ) વાળા દરેક લોકો માટે કેટલાક ઉપાય જણાવ્યા છે જેના દ્વારા તમે બ્લડ શુગર લેવલને માત્ર 15 દિવસમાં જ ઘટાડી શકો છો એટલું જ નહીં આ ઉપાય હૃદય અને કિડનીના રોગોના લક્ષણોને પણ દૂર કરવામાં મદદ કરે છે.2 બ્લડ સુગર ઘટાડવાના ઉપાય:- 1) તમારા પાણી/ ચા /કોફી માં એક ચપટી તજનો પાવડર મેળવીને પીવો. 2) ભોજન ના એક કલાક પહેલા કે પછી 10 થી 20 મિલિગ્રામ ઓર્ગેનિક સફરજન નો સાઇડર સરકો લો. 3) અઠવાડિયામાં એક વાર કે 15 દિવસમાં એકવાર મીઠુ, ડેરી અને અનાજનો ઉપવાસ કરો. 4) દરરોજ ખાલી પેટે એક ચમચી પલાળેલી મેથી કે મેથીના બીજ લો અને તેની ચા બનાવો. 5) તમારી દિનચર્યામાં ઓછામાં ઓછું 20 મિનિટ માટે ઊંડા શ્વાસ લઈને વ્યાયામ કે પ્રાણાયામ ને સામેલ કરો.
3 ડાયાબિટીસ નિયંત્રિત કરવાની રીત:- અઠવાડિયામાં ઓછામાં ઓછા છ કલાક વ્યાયામ કરો. તમારા ભોજનમાં લસણનો ઉપયોગ જરૂર કરો. દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવો. કેફીન, તળેલા ખાદ્ય પદાર્થ, સફેદ ચોખા, ખાંડઅને દારૂનું સીમિત પ્રમાણમાં સેવન કરો. મોસમી ફળ અને શાકભાજીનું ખૂબ સેવન કરો.4 ડાયાબિટીસના આયુર્વેદિક ઈલાજ:- બ્લડ સુગર ઘટાડવા માટે ચૂર્ણ:- તમે બજારમાંથી બ્લડ શુગર ઘટાડવાનું ચૂર્ણ લઈ શકો છો. આ ચૂર્ણ લીમડો, ગોક્ષુર, ગુડુચી, મધુનાશિની, શુન્થી, મંજિષ્ઠા, મરીચા, બિલ્વ, ભૂમિ અમલકી, પુનર્નવા, જામુન, કારેલા, હરિદ્રા અને ત્રિફલા જેવી તમામ એન્ટિ-ડાયાબિટીક આયુર્વેદિક જડીબુટ્ટીઓના મિશ્રણમાંથી તૈયાર કરવામાં આવે છે.
5 આયુર્વેદિક ચૂર્ણ ડાયાબિટીસ ને કરી શકે છે રિવર્સ:- ડોક્ટરે જણાવ્યું કે આ આયુર્વેદિક ચૂર્ણ પ્રિડાયાબિટીસને રિવર્સ કરવામાં અસરકારક છે. (પ્રીડાયાબિટીસ નો મતલબ છે કે વ્યક્તિ ડાયાબિટીક હોવાની સીમા પર છે તેનું HbA1C લેવલ 5.6 થી 6.5 ની રેન્જમાં હોય છે ). એટલું જ નહીં આ ટાઈપ એક અને ટાઈપ બે ડાયાબિટીસને પણ મેનેજ કરે છે.
6 આયુર્વેદિક ચૂર્ણ ના અન્ય ફાયદા:- આ પાવડર ન માત્ર તમારા ડાયાબિટીસને મેનેજ કરે છે પરંતુ ઊર્જાના સ્તરને વધારે, કોલેસ્ટ્રોલ ને રોકે, બ્લડપ્રેશરને નિયંત્રિત કરે, મેટાબોલિઝમમાં સુધારો કરે, લીવર અને સ્વાદુપિંડ ને સ્વસ્થ બનાવે, ડાયાબિટીક ન્યુરોપેથી, નેફ્રોપેથી અને રેટિનોપેથી જેવી ડાયાબિટીક જટિલતાઓને રોકવામાં પણ મદદરૂપ છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી