મિત્રો જ્યારે પણ આપણને પેટને લગતી કોઈ સમસ્યા થાય છે ત્યારે આપણા વડીલો આપણને હરડે ખાવાની સલાહ આપતા. પણ શું તમે જાણો છો કે, નાની એવી હરડેથી પેટની સમસ્યા તો દૂર થાય જ છે, પરંતુ તે બીજી ઘણી બીમારીઓને પણ દૂર કરી શકે છે. તેમજ તેના ફાયદાઓ ઘણા બધા છે. આમ તેના ફાયદાઓ જોતા તેને ઔષધી કહેવું ખોટું નથી. જો કે હરડે બે પ્રકારની હોય છે. મોટી હરડે અને નાની હરડે.
આમ હરડેને આયુર્વેદમાં પણ ખુબ જ ગુણકારી માનવામાં આવી છે. તેમજ ચરક સંહિતામાં જે પહેલી ઔષધી વિશે કહેવામાં આવ્યું છે તે હરડે જ છે. જો કે આપણા ઘરમાં હરડેનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. જ્યારે વિશેષ રૂપે તે પેટના રોગમાં ખુબ જ પ્રભાવી રૂપે કામ કરે છે. અને પેટમાં આરામ આપવામાં તમારી મદદ કરે છે. જેમ કે બવાસીર, કબજિયાત અને પેટના કૃમિઓને ખતમ કરવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.હવે વાત કરીએ કે મોટી હરડેમાં ઠળિયો હોય છે, જ્યારે નાની હરડેમાં ઠળિયો નથી હોતો. જ્યારે હકીકત એ છે કે જે ફળને વૃક્ષ પરથી ઠળિયો આવે તે પહેલા જ તોડી નાખવામાં આવે તેને નાની હરડે કહેવામાં આવે છે. આ સિવાય હરડેને હરીતકી પણ કહેવામાં આવે છે. આમ તેના સ્વાસ્થ્ય લગતા ઘણા ફાયદાઓ છે ચાલો તો આ નાની હરડેના મોટા સ્વાસ્થ્ય લાભો વિશે જાણી લઈએ.
1 ) જો તમારા શરીરના કોઈ પણ ભાગમાં ફંગલ અથવા એલર્જી અથવા સંક્રમણ થઈ ગયું છે તો આ સમયે હરડેના ફળ અને હળદરનો લેપ બનાવીને તે ભાગ પર લગાવો. આમ જ્યાં સુધી ત્વચા ઠીક ન થાય ત્યાં સુધી આ લેપને લગાવતા રહો. 2 ) હરડેનો ઉકાળો ત્વચા સંબંધી એલર્જીમાં લાભકારી છે. હરડેના ફળને પાણીમાં નાખીને તેનો ઉકાળો બનાવો. તેનું સેવન દિવસ દરમિયાન બે વખત નિયમિત રીતે કરવું જોઈએ.3 ) જો તમારા વાળ ખરતા હોય, ખોડો હોય, તો તેના માટે તમે હરડેના ફળને નારિયેળના તેલમાં ડુબાડીને લેપ બનાવો અને વાળમાં લગાવો, અથવા તો દરરોજ 3-5 ગ્રામ હરડે પાવડરને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને સેવન કરો. 4 ) હરડે એક પ્રકારનું સ્વાસ્થ્યવર્ધક ટોનિક છે. તેના ઉપયોગથી વાળ ચમકદાર, કાળા, અને સુંદર બને છે. 5 ) જો તમારા શરીરના કોઈ ભાગ પર એલર્જી થઈ ગઈ છે તો તે ભાગની સફાઈ હરડેના ઉકાળાથી કરવાથી જલ્દી રાહત મળે છે.
6 ) તમારું મોઢું સોજી ગયું છે તો આવી સ્થિતિમાં તમારે હરડેના પાણીથી કોગળા કરવા જોઈએ, તેનાથી તમને આરામ મળશે. 7 ) હરડેનો ગર્ભ પણ કબજિયાતથી રાહત અપાવવામાં ગુણકારી માનવામાં આવે છે. આ ગર્ભને ચપટી મીઠું નાખીને ખાવો જોઈએ. અથવા ½ ગ્રામ લવિંગ અથવા તજ સાથે તેનું સેવન કરવું જોઈએ.8 ) આ સિવાય હરડેનો એક લાભ એ છે કે, તેના લેપને પાતળી છાશ સાથે મિક્સ કરીને કોગળા કરવાથી પેઢાના સોજામાં આરામ આપે છે. 9 ) જો તમને દાંતમાં દુઃખાવો થતો હોય તો તે સમયે હરડેનું ચૂર્ણ તે ભાગ પર ઘસવાથી દુઃખાવામાં રાહત મળે છે. 10 ) હરડેનું નિયમિત રૂપે સેવન કરવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. તે પાચનમાં સહાયક હોવાથી ગેસ, એસીડીટી અને અન્ય સમસ્યાઓથી રાહત આપે છે અને ધીમે ધીમે વજન ઓછું થાય છે.
11 ) જો ભોજન કર્યા પછી તમારું પેટ ભારે થવા લાગે છે તો ત્યારે તમારે હરડેનું સેવન કરવું જોઈએ. 12 ) હરડેનો ઉપયોગ કરવાથી ખંજવાળ અને ફંગલ ઇન્ફેકશન જેવી સમસ્યાઓ પણ દુર થઈ જાય છે. યાદ રાખો કે હરડેનું સેવન ગર્ભવતી મહિલાઓએ ન કરવું જોઈએ. 13 ) હરડેનું ચૂર્ણ અને ગોળ સમાન માત્રામાં મિક્સ કરીને દિવસ દરમિયાન ત્રણ વખત તેનું સેવન કરવાથી કમળા જેવી મોટી બીમારી પણ દૂર કરી શકાય છે. તેના સેવનની માત્રા 10 થી 20 ગ્રામ હોવી જોઈએ.14 ) હરડે, લીમડાની છાલનું ચૂર્ણ, વાય વિડંગ અને ગોળ મિક્સ કરીને સેવન કરવાથી પેટના કૃમીઓનો નાશ થાય છે. 15 ) હરડેનું ચૂર્ણ અને ગોળને સમાન રીતે લઈને સવાર સાંજ તેનું સેવન કરવાથી બવાસીર એવી બીમારી પણ દૂર થઈ શકે છે. 16 ) એક ચમચી હરડેનું ચૂર્ણ અને બે કિશમિશની સાથે સેવન કરવાથી એસીડીટીની સમસ્યા દૂર થઈ શકે છે.
17 ) આ સિવાય હરડેના સેવનથી ભૂખ પણ વધે છે. આ માટે તમારે તેનું ખુબ જ ચાવીને સેવન કરવું જોઈએ. 18 ) 5 ગ્રામ હરડેનું ચૂર્ણ, 40 મિલી ગૌમૂત્રમાં ભેળવી દરરોજ પીવાથી અને ખાનપાનમાં પરેજી રાખવાથી કુષ્ઠ જેવો ગંભીર રોગ પણ ખતમ થઈ જાય છે. 19 ) જો તમને ઉધરસની સમસ્યા છે તો આ માટે હરડે, કાળા મરી, અને પીપળીમૂળ ત્રણેયને સમાન ભાગમાં ચૂર્ણ બનાવીને 3-3 ગ્રામની માત્રામાં દિવસમાં ત્રણ વખત ગોળ સાથે સેવન કરવું. તેનાથી તમને લાભ થશે.
20 ) હરડેના ચૂર્ણને 5 ગ્રામ મધની સાથે સવાર સાંજ લેવાથી મેલેરિયામાં ફાયદો થાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
Good atricle. Can you suggets how to print the article and pass on.?