અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁 રોજીંદા જીવનની ચાર એવી આદતો….. જે તમારી કિડનીને પહોંચાડી શકે છે નુકશાન…. 💁
👩🔬 શું મિત્રો તમે જાણો છો કે તમારી અમુક આદતોના કારણે કિડનીને નુકશાન પહોંચી શકે છે. આજના સમયમાં દરેક વ્યક્તિના ખાવા-પીવાની આદતો બદલાતી જાય છે. પહેલાના સમયની વાત કરીએ તો દરેક લોકો સામાન્ય ભોજન જેમકે ગોળ, ઘી, બાજરો, લીલી શાકભાજી, મિશ્રણ વગરનું દૂધ વગેરે આહારમાં લેતા હતા. અને તેના જ કારણે તે ખુબ સ્વસ્થ અને તંદુરસ્ત રહેતા હતા. પરંતુ આજે લોકો બર્ગર, પીઝા, હોટડોગ વગેરે જેવા ફાસ્ટફૂડ ખાઈ રહ્યા છે. આમ તો આ ફાસ્ટ ફુડ ખુબ જ સ્વાદિષ્ટ હોય છે પરંતુ શરીર માટે ખુબ જ હાનિકારક છે.
👩🔬 આજના આધુનિક અને બદલાતા સમયના કારણે દરેક લોકો યોગ, વ્યાયમ અને કસરતમાં ખાસ ધ્યાન આપી રહ્યા નથી. દરેક લોકોને દરેક વસ્તુ ઘર પર બેઠા જ જોઈએ છે. પહેલાના સમયમાં બાળકો રમત ગમતના કારણે ખુબ જ સ્વસ્થ રહેતા હતા પરંતુ આજના સમયમાં દરેક બાળકો મોબાઈલ અને ઈન્ટરનેટ દ્વારા ગેમ રમી રહ્યા છે જેથી તેઓનું શારીરિક શ્રમ ઘટી જાય છે. તેમનું સ્વાસ્થ્ય નબળું પડે છે અને શરીરનો સંપૂર્ણ વિકાસ થતો નથી. જેનાથી તેમને અનેક બીમારીઓ પણ થઈ શકે છે. એમાંની એક બીમારી કિડનીના રોગની છે. તો આજે અમે તમને જણાવીશું કે કંઈ આદતોથી કિડનીના રોગ થઈ શકે છે.
👩🔬 આપણા શરીરમાં કિડની એક ખુબ જ મહત્વનું અંગ છે. જો કિડનીમાં કંઈક બીમારી થાય તો મૃત્યુનું કારણ પણ બની શકે છે. તમને જણાવી દઈએ કે કિડનીનું કાર્ય આપણા શરીરમાં રહેલા વિકારોને બહાર કાઢવાનું છે. અપાચિત પદાર્થોને મળ-મૂત્ર દ્વારા બહાર કાઢવાનું કાર્ય છે. બીજુ એ કે કિડની લોહીને શુદ્ધ રાખે છે. પરંતુ ખરાબ ખોરાક અને આપણી રોજ-બરોજની આદતો આપણી કિડનીને અસર કરે છે. તો મિત્રો આજે અમે તમને જણાવીશું કે એ કંઈ આદત છોડવાથી તમારી કિડનીને નુકશાન ન પહોંચે.
👩🔬 મિત્રો અમુક વાર લોકોની પરિસ્થિતિ એવી હોય છે કે તેઓને પેશાબ લાગ્યો હોવા છતાં તે સમય પર કરી શકતા નથી. પરંતુ તમને જણાવી દઇએ કે પેશાબને રોકી રાખવાથી તમારી કિડનીને ખુબ જ અસર પડે છે અને અમુક લોકો તો લાંબી મુસાફરીના કારણે પેશાબ ને રોકી રાખે છે તેથી સમય પર તેનો ત્યાગ કરી લેવો જોઈએ.
📱 આજના સમયમાં દરેક લોકો મોડી રાત સુધી જાગતા હોય છે. મોટાભાગના લોકો મોબાઈલનો મોડી રાત સુધી ઉપયોગ કરતા હોય છે અને અમુક લોકો મોડી રાત સુધી નોકરીના કામ માટે જાગતા હોય છે. આમ આવા લોકોની ઊંઘ પૂરી ન થવાના કારણે તેમની દિનચર્યામાં પરિવર્તન આવે છે અને તેની સીધી અસર કિડની પર થાય છે. તેથી દરેક વ્યક્તિએ આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ.
👩💼 મિત્રો આમ તો મીઠું એ આપણા શરીર માટે ખુબ જરૂરી હોય છે. પરંતુ જરૂરતથી વધારે મીઠાનો ઉપયોગ એ આપણા શરીર માટે હાનિકારક સાબિત થાય છે. વધુ મીઠું ખાવાથી કિડની ફેલ થવાની શક્યતા વધે છે.
👩💼 આજના સમયમાં લોકો બહારનું ખાવાનું અને કોલ્ડ્રિંક્સ વધુ પસંદ કરે છે અને આ કોલ્ડ્રિંક્સ અને ફાસ્ટફૂડ વગેરેનું સેવન કરવાથી વિષ તત્વો તમારા શરીરમાં પ્રવેશ થાય છે અને આ તત્વો સીધા તમારી કિડની પર અસર કરે છે. તેથી બની શકે તો બહારનું ખાવાનું ઓછું કરવું જોઈએ.
👩💼 આમ આ ચાર બાબતો ધ્યાનમાં રાખવાથી તમારી કિડનીને નુકશાન નહીં થાય.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી