રોજ તમારી થાળીમાં પીરસાતી આ 5 વસ્તુઓ શરીર માટે છે ઝેર સમાન, શરીરને બનાવી દેશે કમજોર અને બીમાર. મોટાભાગના લોકો નથી જાણતા…

મિત્રો ઘણા એવા ખોરાક હોય છે જે તમને ધીમી ગતિએ અસર કરતા હોય છે. આથી જ તમને કદાચ અંદાજો પણ નહીં હોય કે સફેફ ખોરાક સ્વાસ્થ્ય માટે કેટલા નુકશાનકારી હોય શકે છે અને આનું અતિ સેવન કરવાથી તમારૂ મૃત્યુ પણ થઈ શકે છે.

તમે સ્વસ્થ જીવન જીવવા માંગો છો, તો તમારા ભોજનમાં પોષ્ટિક તત્વોનો વધારો કરવો જોઇએ. પરંતુ આજે લોકોની ખરાબ જીવનશૈલીના અને ખરાબ ખાનપાનના કારણે પોષકતત્વોમાં ખામી આવી ગઈ છે. ન ઇચ્છતા હોવા છતાં પણ આપણે બધા પ્રોસ્ટેડ ફૂડનું સેવન કરતાં હોઈએ છીએ. આ અનપોષ્ટિક આહારમાં ચાઇનિજ, ફાસ્ટ ફૂડ્સ વગેરે આવે છે, તેથી આ બધાનું સેવન કરવાથી બચવું જોઇએ. આ દરેક વસ્તુને બનાવવા માટે સફેદ વસ્તુની જરૂર પડે છે. આ વસ્તુમાં ખાંડ, મેંદો, મીઠું, અજીનોમોટો, બટેટા અને ચોખા આ બધી જ વસ્તુનો વધારે ઉપયોગ કરવામાં આવે છે.

આમાં ખાસ વાત તો એ છે આ દરેક આઈટમમાં વધારે સફેદ વસ્તુનો જ વધારે ઉપયોગ કરવામાં આવે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ બધી જ વસ્તુનું સેવન કરવાથી કેન્સર, જાડાપણું, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, જેવી બીમારી થઈ શકે છે. અને સાથે જ વ્યક્તિની ઉમર 10 વર્ષ ઓછી થઈ જાય છે. તો ચાલો આપણે આ 5 સફેદ વસ્તુઓ વિશે જાણીએ, જેનો વધુ યુઝ કરવો જોખમી પણ થઈ શકે છે.

જાડાપણું, હાઇ બીપી અને ડાયાબિટીસનું કારણ બની શકે છે આ સફેદ વસ્તુઓ : સાચી વાત તો એ છે કે તેના સફેદ કલરથી કોઈપણ લેણાદેણી નથી. અને શું તમે જાણો છો કે તમને ડોકટર સફેદ વસ્તુ ખાવાની શું કામ ના કહે છે ? તે એટલા માટે ના કહે છે કારણ કે આ સફેદ વસ્તુઓમાં રિફાઈન્ડ અને પ્રોસ્ટેડ હોય છે, જે પોષકતત્વોને ઓછા કરી દે છે. આ ખાદ્ય પદાર્થથી ઘણી બીમારી થઈ શકે છે જેમકે ડાયાબિટીસ, જાડાપણું વગેરે.

1) ખાંડ : ખાદ્ય પદાર્થના ગ્રૂપમાં ખાંડ પણ એક નુકશાનકારક છે. રિફાઈન્ડ ખાંડને એમ.ટી. કેલેરી પણ કહેવામાં આવે છે. પ્રોસ્ટેડ અને રિફાઈન્ડમાં કોઈ ખાસ કોલેટી હોતી નથી. જે લોકો મહેનત નથી કરતાં તેના શરીરમાં તે ફેટના રૂપમાં જમા થઈ જાય છે અને તેના કારણે ડાયાબિટીસ થઈ શકે છે. એટલું જ, નહીં પરંતુ લીવરની સમસ્યા, ડેંટલ સમસ્યા અને કેન્સર પણ થઈ શકે છે.

2) સફેદ ચોખા : લગભગ ઘણા લોકોને ચોખા એટલે કે ભાત ખાવાનો ખુબજ શોખ હોય છે અને તેમને ભાત વગર ભોજન અધૂરું લાગે છે. આપણાં ભારતીય ઘરોમાં લગભગ દરેકના ઘરોમાં ભાત તો બનતા જ હોય છે. અને હવે સમસ્યા એ છે કે લગભગ ભારતીય ઘરોમાં જે ચોખા બનતા હોય છે તે સફેદ જ હોય છે અને તેમાથી રિફાઇનિંગ પ્રોસેસથી ભૂસી અને રોગાણુંને દૂર કરવામાં આવે છે અને તેના કારણે જ ચોખામાં રહેલ પોષકતત્વો દૂર થઈ જાય છે.

અધ્યયન દ્વારા એવુ જાણવામાં આવ્યું છે કે, સફેદ ચોખાનું સેવન કરવાથી ટાઈપ-2  ડાયાબિટીસ થઈ શકે છે. અને જે લોકો ચોખાને ખાધા વગર રહી શકતા નથી તે લોકો માટે બ્રાઉન રાઈસ અને રેડ રાઈસનું ઓપશન એ બેસ્ટ ઓપશન છે.

3) મીઠું : પર્યાપ્ત ક્લોરાઈડ અને સોડિયમની પૂર્તિ મીઠા દ્વારા જ થાય છે. તેથી કોઈપણ તમને મીઠું છોડવાની સલાહ આપતું નથી. કારણ કે મીઠું સ્વાસ્થ્ય માટે લાભકારી છે. પરંતુ જ્યારે તમે વધારે માત્રામાં સોડિયમ લો છો, ત્યારે તમારા સ્વાસ્થ્યને નુકશાન થઈ શકે છે. મીઠાનું અધિક સેવન કરવાથી બ્લડ વેસેલ્સ ખરાબ થઈ શકે છે. વધારે સોડિયમ ખાવાથી શરીરમાં જમા થવા વાળા પાણીથી બ્લડ પ્રેશરમાં વધારો કરે છે. એટલું જ નહીં પરંતુ પેટમાં અલ્સર, હાડકાંને નબળા કરે છે અને કેન્સરનું કારણ પણ થઈ શકે છે. તેથી જ દરરોજ ભોજનમાં માત્ર 1 નાની ચમચી મીઠાનું સેવન કરવું જોઇએ.

4) મેંદો : જ્યારે ઘઉંના લોટને રિફાઈન્ડ કરવામાં આવે છે, ત્યારે તેમાથી મિનરલ્સ, વિટામિન અને ફાઇટોન્યુટ્રિએટ્સ દૂર થઈ જાય છે. કુલ મેળવીને ઘઉં માથી મેંદો બનાવવાની ક્રિયામાં દરેક પોષકતત્વો નાશ પામે છે. સફેદ લોટમાથી બનેલ દરેક ખાદ્ય પદાર્થમાં સફેદ બ્રેડ, બિસ્કિટ, કેક અને પેસ્ટી શામિલ છે. પ્રોસ્ટેડ ફ્રૂડથી ભરપૂર આહાર ટ્રાઇગ્લિસરાઈડમાં વૃધ્ધિ કરે છે અને સારા એચડીએલની ખામીનું કારણ પણ બની શકે છે. આ ગર્ભાવસ્થા દરમિયાન ઇન્શુલીન પ્રતિરોધ અને ડાયાબિટીસ નું કારણ બની શકે છે.

5) સફેદ બટેટા : લગભગ દરેક લોકોને ભોજનમાં બટેટા ખુબજ પસંદ હોય છે અને બટેટા વજનને ખુબજ વધારે છે. ખરેખર સફેદ બટેટા કાર્બ અને સ્ટાર્ચથી ભરપૂર હોય છે. બટેટાને ડીપ ફ્લાઈ કરવામાં આવે છે અથવા માખણ અથવા ક્રીમ સાથે મિક્સ કરવામાં આવે છે, ત્યારે સમસ્યા વધી શકે છે. નિષ્ણાંતોનું માનવું છે કે, જો બટેટાને વધારે ફ્રાઈ કરીને ખાવામાં આવે તો, ડાયાબિટીસ અને કેન્સર થઈ શકે છે.

આશા છે કે તમે સમજી ગયા હશો કે શું કામ સફેદ વસ્તુઓનું સીમિત માત્રામાં સેવન કરવું જોઇએ. જો તમે સેવન કરવા માંગો છો, તો માત્ર અઠવાડીયામાં એકવાર ટેસ્ટ માટે ખાવો. અને દરરોજ માત્ર 5 ચમચી ખાંડનો ઉપયોગ કરવો એ સીમિત છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment