પ્રધાનમંત્રી આવાસ યોજના ભારતમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સ્કીમ છે. જેનો ઉદ્દેશ્ય લોકોને શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સસ્તા ઘર આપવાનો છે. આ યોજના હેઠળ પહેલી વાર ઘર ખરીદવા વાળા લોકોને CLSS અથવા ક્રેડિટ લિન્ક્ડ સબસીડી આપવામાં આવે છે. આ સબસીડી વધુમાં વધુ 2.67 લાખ રૂપિયા સુધીની હોય શકે છે. આ કેન્દ્ર સરકાર દ્વારા સ્પોન્સર્ડ સ્કીમ છે. તેનો ફાયદો 31 માર્ચ 2021 સુધી ઉઠાવી શકાય છે. જો તમે પણ અત્યાર સુધી તેનો લાભ નથી લીધો તો આવી રીતે કરો આવેદન…
ક્યાં આવક વર્ગને ક્યાં વર્ગમાં સબસીડી : 3 લાખ સુધીની વર્ષની આવક વાળા લોકોને EWS સેક્શન 6.5 ટકા સબસીડી મળશે. 3 લાખથી 6 લાખ સુધીની આવક વાળા લોકોને LIG 6.5 ટકા સબસીડી મળે છે. ત્યાર બાદ 6 લાખથી 12 લાખ વર્ષની આવક વાળા લોકોને MIG1 4 ટકાની ક્રેડિટ લિંકની સબસીડી મળે છે. 12 લાખથી 18 લાખ વર્ષની આવક વાળા લોકોને MIG2 સેક્શનમાં સબસીડીનો લાભ મળે છે 3 ટકાની ક્રેડિટ લિંક સબસીડી.
2.50 લાખ સુધીનો મળશે ફાયદો : આ યોજના અંતર્ગત પહેલી વાર ઘર ખરીદતા લોકોને CLSS અથવા ક્રેડિટ લિન્ક્ડ સબસીડી આપવામાં આવે છે. એટલે કે ઘર ખરીદવા માટે હોમ લોન પર વ્યાજ સબસીડી આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજના હેઠળ ક્રેડિટ લિન્ક્ડ સબસીડી સ્કીમને 31 માર્ચ 2021 સુધી વધારી દેવામાં આવી છે. તેનાથી 2.50 લાખ કરતા વધુ મધ્યમ વર્ગીય પરિવારોને લાભ મળશે. આ કેન્દ્ર સરકાર દ્વારા સ્પોન્સર્ડ સ્કીમ છે, જેને 25 જુન, 2015 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું.
આવી રીતે કરો આવેદન : આ યોજના હેઠળ લેવા માટે સૌથી પહેલા PMAY ની આધિકારિક વેબસાઈટ https://pmaymis.gov.in/ પર લોગ ઇન કરો. જો તમે LIG, MIG અથવા EWS કેટેગરીમાં આવતા હો તો અન્ય 3 કમ્પોનેંટ પર ક્લિક કરો. ત્યાં પહેલા કોલમમાં આધાર નંબર એડ કરો. બીજા કોલમમાં આધારમાં લખેલ નામ એડ કરો. ત્યાર બાદ ખુલતા પેજ પર તમારે પૂરી પર્સનલ ડિટેલ જેમ કે નામ, સરનામું પરિવારના સદસ્યો વિશેની જાણકારી આપવાની રહેશે.
તેની સાથે જ નીચે બનેલા એક બોક્સ પર, જેના પર આ લખવાનું રહેશે કે તમે આ જાણકારી સાચી હોવાનું પ્રમાણિત કરો છો તો ક્લિક કરો. બધી જ જાણકારી ભરીને સબમિટ કર્યા બાદ તમારે કેપ્ચા કોડ નાખવો પડશે. ત્યાર બાદ તમે આ ફોર્મને સબમિટ કરો. એપ્લિકેશન ફોર્મની ફિસ 100 રૂપિયા છે. તેમજ રજિસ્ટ્રેશન કરાવવા માટે 5000 રૂપિયા બેંકમાં જમા કરવા પડશે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત વર્ષ 2015 માં કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારનું લક્ષ્ય છે કે વર્ષ 2022 સુધી બધાને ઘર મળી જશે. આ યોજના હેઠળ પ્રોપર્ટી વાળાની સાથે જ વગર પ્રોપર્ટી વાળા અને ઝૂપડપટ્ટીન વિસ્તારમાં રહેતા લોકો પણ ફાયદો લઈ શકે છે.
ઓનલાઈન ચેક કરો સ્ટેટ્સ : પીએમ આવાસ યોજના હેઠળ તમારું સ્ટેટ્સ ઓનલાઈન પણ ચેક કરી શકો છો. ઓનલાઈન ટ્રેકિંગ માટે સૌથી પહેલા તમને પ્રધાનમંત્રી આવાસ યોજનાના આધિકારિક પોર્ટલ પર વિઝીટ કરવાનું રહેશે. ત્યાર બાદ તમારે Citizen Assessment પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ Track Your Assessment Status પર ક્લિક કરવાનું છે અને નવું પેજ ખુલશે. તેમાં તમારો રજિસ્ટ્રેશન નંબર એડ કરવાનો છે. આ સિવાય તમે By Name, Father Name, Mobile No માં કોઈ એક પર ક્લિક કરો. તમારા દ્વારા પસંદ કરવામાં આવેલ ઓપ્શન પર તમને રાજ્ય, શહેર, જીલ્લો, પોતાનું નામ, પિતાનું નામ અને મોબાઈલ નંબર દર્જ કરવાનું રહેશે. તેને સબમિટ કરવા પર એપ્લિકેશનનું સ્ટેટ્સ આવી જશે.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી