દિવાળી પહેલા જ ઘરે બેઠા મફતમાં ચમકાવો તમારો ચહેરો, લગાવી દો આ 3 માંથી કોઈ 1 વસ્તુ ચહેરાનો મેલ દુર કરી બનાવી દેશે એકદમ સુંદર અને ચમકદાર…

દિવાળીના તહેવારોમાં ઘણા બધા કામ હોય છે ખરીદી, ઘરની સાફ-સફાઈ, ડેકોરેશન, રસોઈ આ બધા કામની વ્યસ્તતાને કારણે તમને પોતાના માટે અને તમારી ત્વચા માટે સમય મળતો નથી.

આજે અમે તમને કુદરતી ફેસ માસ્ક વિષે જણાવીશું જે તહેવારમાં ઓછા સમયમાં અને ઓછી મહેનતે તમારા ફેસને ચમકાવશે. ચાલો તો જાણીએ આ ફેસ માસ્ક વિષે.

અડદની દાળનો ફેસ પેક : સૌથી પ્રથમ અડદની દાળને પીસીને તેનો પાવડર બનાવી લેવો, હવે તેમાં ચપટી હળદર અને જરૂર મુજબ પાણી નાખવું. ત્યારબાદ તેની પેસ્ટ બનાવીને ફેસ પર લગાવી દેવું અને થોડાં સમય માટે સુકાવા દેવું. સૂકાય ગયા પછી હળવા હાથે સ્ક્રબ કરતા કરતાં મોઢું પાણીથી ધોઈ લેવું.

નાળિયરનું દૂધ અને હળદરનું ફેસ પેક : એક ચમચી નાળિયેરના દુધમાં ચોથા ભાગની હળદર મિક્સ કરી તેની પેસ્ટ બનાવી લેવી. હવે તેને ચેહરા પર ધીરે ધીરે માલીશ કરતા કરતા લગાવવું અને 15 મિનીટ સુધી સૂકવવા દેવું. સૂકાય ગયા પછી હળવા ગરમ પાણીથી મોઢું ધોઈ લેવું.

બદામ ફેસ પેક : દૂધ અથવા પાણીમાં બદામ આખી રાત પલાળી રાખવી, સવારે તેની સહેજ ચીકાશ પડતી પેસ્ટ બનાવી લેવી, તેને ચહેરા પર લગાવવી લેવી. ત્યારબાદ 15-20 પછી મોઢું પાણીથી ધોઈ લેવું.

તમે બદામને વિટામીન ઈ ની ટેબ્લેટ અથવા લેકટીક એસિડમાં પલાળીને પણ ચહેરા પર લગાવી શકો છો, તેનાથી તમારી ત્વચા એકદમ કોમળ અને ચમકદાર બનશે.

સ્કીન સંબંધી સમસ્યાઓમાં હળદરને સારી ગણવામાં આવે છે કારણ કે તેમાં રહેલા એન્ટી-ઓક્સીડન્ટ ગુણ ત્વચાના છીદ્રોની સફાઈ કરી કુદરતી ચમક આપે છે. ચહેરા પર ચમક મેળવવા અને ખીલની સમસ્યાથી છુટકારો મેળવવા હળદર સારો ઉપાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment