સફરજનને સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, 1 સફરજન ખાઈને તમે ડોક્ટરને અલવિદા કહી શકો છો. તે શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. પણ જો તમે સફરજન નથી ખાવા માંગતા તો પોતાની ડાયટમાં તેનું જ્યુસ જરૂર સામેલ કરી શકો છો.
આ માટે તેની છાલ સહીત તેનું જ્યુસ બનાવીને પીવાથી તમારા શરીરમાં કોઈ પણ પોષક તત્વની કમી નહિ થાય. સાથે જ તે અન્ય ઘણી બીમારીઓથી બચાવવામાં પણ તમારી મદદ કરે છે. આજે અમે તમને જણાવશું કે દરરોજ સફરજનનું જ્યુસ પીવાથી શરીરને ક્યાં ક્યાં ફાયદાઓ થાય છે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
ક્યારે પીવું જોઈએ સફરજનનું જ્યુસ ? : દરરોજ બ્રેકફાસ્ટ એટલે કે સવારના નાસ્તામાં 1 ગ્લાસ સફરજનનું જ્યુસ પીવાથી શરીરને અનેક ફાયદાઓ થાય છે. જો કે તમે ઈચ્છો તો સાંજના સમયે પણ તેનું સેવન કરી શકો છો.તો ચાલો હવે જાણીએ સફરજનનું જ્યુસ પીવાથી શરીરને થતા ફાયદાઓ વિશે.અસ્થમા : સફરજનમાં ફ્લેવોનોયડસ અને ઘણા પોષક તત્વ રહેલા છે. જે અસ્થમાથી તમારી રક્ષણ કરે છે. સાથે જ તેનાથી શ્વાસ સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે.
કેન્સર : કેન્સર અને ટ્યુમરથી બચાવવામાં પણ સફરજનનું જ્યુસ ખુબ જ લાભકારી છે. એક શોધ અનુસાર દરરોજ એક ગ્લાસ સફરજનનું જ્યુસ પીવાથી ફેફસાના કેન્સર થવાની સંભાવના ઓછી થઈ જાય છે.
હૃદય : એન્ટી ઓક્સીડેન્ટ, પોલીફીનોલ અને ફ્લેવોનોયડ, મિનરલ્સ, પોટેશિયમથી ભરપુર સફરજનનું જ્યુસ તમારા હૃદયને તંદુરસ્ત રાખવામાં ખુબ જ મદદ કરે છે.કોલેસ્ટ્રોલ : દરરોજ એક ગ્લાસ સફરજનનું જ્યુસ પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. સાથે જ તેનાથી બ્લડ સર્ક્યુલેશન સારું બને છે અને લોહીના ગઠ્ઠા બનવાની સંભાવના ઓછી રહે છે.
ઇમ્યુનિટી : દરરોજ એક ગ્લાસ સફરજનનું જ્યુસ પીવાથી ઇમ્યુનિટી વધે છે. જે આજના કોરોના કાળમાં ખુબ જ જરૂરી છે. તેનાથી શરીરને ઘણા બેક્ટેરિયા અને કીટાણું સામે લડવાની ક્ષમતા મળે છે.
આંખની રોશની : સફરજનના જ્યુસમાં વિટામીન એ હોય છે. જે આંખની રોશની વધારવામાં મદદ કરે છે. સાથે જ તેનાથી તમે ડ્રાઈ આઈજ સિન્ડ્રોમ અને મોતિયાબિંબ જેવી બીમારીઓથી પણ બચી શકો છો.કબજિયાત : સફરજનમાં સોરબીટોલ હોય છે જેનાથી પાચન સારું રહે છે અને કબજિયાત નથી થતું. સાથે જ તે લીવરને ડીટોક્સ રાખવામાં પણ મદદ કરે છે.
હાડકા : વિટામીન સી, આયરન, કેલ્શિયમ, બોરોન જેવા પોષક તત્વોથી ભરપુર સફરજનનું જ્યુસ હાડકાઓને મજબુત બનાવવામાં મદદ કરે છે. તેનાથી સાંધામાં દુઃખાવાની સમસ્યા પણ નથી થતી.
આમ તમે સફરજનનું જ્યુસનું સેવન કરીને અનેક બીમારી સામે રક્ષણ મેળવી શકો છો. તેમજ શરીરને તંદુરસ્ત પણ રાખી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી