મિત્રો તમે જાણો છો કેન્દ્ર સરકારે લગભગ પાંચ વર્ષથી 2000 ની નોટ બહાર પાડી છે. ત્યારથી પૈસાની લેવડ દેવડ થોડી મુશ્કેલી ભરી થઈ ગઈ છે. તેમજ નોટબંધીને કારણે ઘણા કાંડ પણ બહાર આવ્યા છે. પણ છેલ્લા ઘણા સમયથી 2000 રૂપિયાની નોટ છાપવાનું કામ બંધ છે. જેને કારણે બજારમાં ઘણી મુશ્કેલી થઈ રહી છે. જો કે આ 2000 ની નોટ કેમ નથી છપાઈ રહી, તેનો ખુલાસો કેન્દ્ર સરકારે કર્યો છે. ચાલો તો તેના વિશે વધુ માહિતી જાણી લઈએ.
2000 રૂપિયાની નોટને લઈને કેન્દ્ર સરકારે મોટી જાણકારી આપી છે. આર્થિક રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે 2000 રૂપિયા મુલ્યની કરન્સી નોટની છેલ્લા બે વર્ષથી કોઈ છાપણી નથી થઈ. 30 માર્ચ 2018 સુધી 3 અરબ 36 કરોડ 20 લાખ નોટ હતી. 26 ફેબ્રુઆરી 2021 ના અનુસાર સર્ક્યુલેશનમાં 2 કરોડ 49 કરોડ 90 લાખ 2000 રૂપિયાની નોટ સરક્યુલેશનમાં હતી. તેમણે સોમવારે સંસદમાં આ વિશે જાણકરી આપી છે. તેમણે કહ્યું છે કે નોટની પ્રિન્ટીંગને લઈને RBI ની સાથે વાતચીત કરીને સરકાર નિર્ણય લે છે. એપ્રિલ 2019 પછી એક પણ નવી 2000 ની બેંક નોટ નથી છપાઈ.નોટની છાપણીને લઈને કોઈ આદેશ જાહેર કરવામાં નથી આવ્યો : તેમણે કહ્યું છે કે, જનતાની લેણદેણની માંગને પૂરી કરવા માટે આવશ્યક મુલ્ય નોટની આપૂર્તિ બનાવી રાખવા માટે સરકાર RBI ની સલાહ પર કોઈ વિશેષ મૂલ્યની નોટની છાપણીનો નિર્ણય લે છે. તેમણે જણાવ્યું કે 2019-20 અને 2020-21 દરમિયાન 2000 રૂપિયાની બેંક નોટ માટે છાપણીથી સંબંધિત કોઈ આદેશ સરકાર તરફથી જાહેર કરવામાં નથી આવ્યો.
જાણી લો કેટલી હતી 2019 માં 2000 ની નોટ ? : ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 2019 મે કહ્યું હતું કે, આર્થિક વર્ષ 2016-17 (એપ્રિલ 2016 થી માર્ચ 2017) દરમિયાન 2000 રૂપિયાની કુલ 354.2991 કરોડ નોટ છાપવામાં આવી હતી. જો કે ત્યાર પછી આર્થિક વર્ષ 2017-18 અ માત્ર 11.1507 કરોડ નોટ છાપવામાં આવી હતી. જે પછી આર્થિક વર્ષ 2018-19 અ ઘટીને 4.6690 કરોડ રહી હતી. એપ્રિલ 2019 પછી એક પણ નવી 2000 ની બેંક નોટ છાપવામાં નથી આવી.કાળા નાણા પર રોક લગાવવા માટે : 2000 રૂપિયાની બેંક નોટની છાપણી બંધ કરવાનો નિર્ણય તેની સંગ્રહખોરી રોકવા અને બ્લેક મની પર રોક લાગવવા માટે કરવામાં આવ્યો હતો. 2000 ની નોટને નવેમ્બર 2016 માં લોન્ચ કરવામાં આવી હતી. સરકાર કાળા નાણા પર રોક લગાવવા અને ફર્જી નોટના ચલણથી બહાર કાઢવા માટે નવેમ્બરમાં 1000 અને 500 રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
1000 રૂપિયાની નોટને કરી હતી બંધ : RBI એ 1000 રૂપિયાની બેંક નોટને બંધ કરી હતી અને તેના સ્થાને 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી. આ સાથે જ RBI એ 500 રૂપિયાની નવી નોટ પણ બહાર પાડી હતી. RBI એ 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા અને 200 રૂપિયાની પણ નવી નોટ બહાર પાડી હતી.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
In order to control the currupt attitude, black money trade, all earnings should with bank transition and digital trade implemented. If this happens in foreign countries, Indians have no issue but when the similar system comes to India, these currupt politicians and traders have all objections. Wake up sleeping idi***…. Look after your country that looks after you. !!