શરીરમાં ઘણી વખત હિમોગ્લોબીનની ઉણપ થઈ જાય છે જેનાથી શરીર કમજોર થવા લાગે છે અને આ અવસ્થાને એનીમિયા કહે છે. તેમાં વ્યક્તિને નબળાઈને કારણે ચક્કર આવવા જેવી સમસ્યા થવા લાગે છે. અને આ અવસ્થા બીજી બીમારીનું પણ કારણ બની શકે છે.
શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ દુર કરવા માટે ઘણા ઉપચાર કરવામાં આવે છે. જેમ કે ઘણી દવાઓનો ઉપયોગ કરીને, અને અન્ય ઘરેલું ઉપચાર. આવા જ ઘરેલું ઉપચારમાંથી એક ઉપચાર છે આમળા અને અશ્વગંધાથી તૈયાર પ્રાકૃતિક ઉપચાર. ચાલો તો કેવી રીતે તેના સેવનથી શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ દુર કરી શકાય તેના વિશે જાણીએ.કંઈ વસ્તુઓનો ઉપયોગ કરવો : આ માટે આપણે માત્ર બે પ્રાકૃતિક વસ્તુઓ આમળા અને અશ્વગંધાનો ઉપયોગ કરશું. જે સામાન્ય રીતે જલ્દી મળી રહી છે. તેમાંથી આમળાનો ઉપયોગ હિમોગ્લોબીન વધારવા માટે કરવામાં આવે છે. અને અશ્વગંધાથી આમળાની પ્રભાવશીલતા વધારવા અને એનિમિયાના લક્ષણ ઓછા કરવામાં સહાયતા મળે છે. આયરનની ઉણપ વાળા એનિમિયાના કેસમાં આ બંને પ્રાકૃતિક વસ્તુઓ સૌથી વધુ પ્રભાવશાળી છે. જો કે અતિરિક્ત સહાયતા માટે તેનો ઉપયોગ અન્ય પ્રકારના એનિમિયામાં પણ કરી શકાય છે.
શું છે એનિમિયાના લક્ષણ ? : એનિમિયાથી પીડિત ઘણા લોકોમાં અનિયમિત ધબકારા, શ્વાસ લેવામાં મુશ્કેલી, છાતીમાં દુઃખાવો, માથાના દુઃખાવાનો અનુભવ થાય છે. આ લક્ષણોને ઓછા કરવા માટે આમળા અને અશ્વગંધા બંને સહાયક છે. આ બંને વસ્તુઓ લાલ રક્ત કોશિકાઓનું નિર્માણ વધારવામાં પણ મદદ કરે છે.આમળાના પોષક તત્વો : આમળામાં આયરન અને વિટામીન સી હોય છે. આમળામાં એસ્કોર્બીક એસિડ આંતરડામાં લોખંડના અવશોષણને વધારવામાં મદદ કરે છે. તે અન્ય પદાર્થોથી પણ લોખંડના અવશોષણમાં સુધાર કરે છે. આયુર્વેદ અનુસાર આમળા એક પ્રસિદ્ધ એન્ટી એનેમિક જડીબુટ્ટીના રૂપમાં કામ કરે છે. અને વ્યાપક રૂપથી હિમોગ્લોબીન વધારવા અને પ્રાકૃતિક રૂપે એનિમિયાના ઈલાજ માટે એકલા અથવા અન્ય જડી બુટ્ટીના સંયોજનમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
એક શોધ અનુસાર આમળામાં એન્ટી એનેમિક તત્વ રહેલ છે અને આયરન યુક્ત ખાદ્ય પદાર્થની સાથે સેવન કરવાથી આમળા શરીરમાં લોખંડના અવશોષણને 19 ગણું વધારે છે. તેમાં એસ્કોર્બીક એસિડ સિવાય સાઇટ્રિક એસીડ, ગેલિક એસિડ, અને ટાર્ટરીક એસિડ પણ રહેલ છે.અશ્વગંધાના પોષક તત્વો : આયુર્વેદ અનુસાર આપણે અશ્વગંધાને એક એન્ટી એનિમિક અને હેમટોજેનીક જડીબુટ્ટીના રૂપમાં પણ માનવામાં આવે છે. હેમેટોજેનીકનો અર્થ છે કે, એજેન્ટ જે અસ્થી મજ્જામાં લાલ રક્ત કોશિકાઓના નિર્માણને વધારે છે. આ આયરન એક ઉચ્ચ સ્ત્રોત છે અને હિમોગ્લોબીનને વધારે છે.
આ એક પ્રસિદ્ધ એન્ટી ઓક્સીડેન્ટ જડીબુટ્ટી છે. આ જડીબુટ્ટી થાક, નબળાઈ, ચક્કર આવવા અને છાતીમાં દુઃખાવો જેવી સમસ્યાઓને ઓછી કરે છે તેમજ શ્વાસની તકલીફને રોકે છે અને માથાનો દુઃખાવો ઓછો કરવામાં મદદ કરે છે. આમળાની સાથે સંયોજનમાં આ હૃદયની ધડકનને નિયંત્રિત કરે છે અને અનિયમિત દિલની ધડકન રોકે છે.
આમળા અને અશ્વગંધાનું મિશ્રણ માટે આવશ્યક સામગ્રી : આમળાનો પાવડર – 100 ગ્રામ, અશ્વગંધાનો પાવડર – 100 ગ્રામ, ત્રિકુટ પાવડર – 10 ગ્રામ.બનાવવાની રીત : 1૦૦ ગ્રામ આમળાના પાવડરમાં બરાબર માત્રામાં અશ્વગંધા પાવડર એટલે કે 1૦૦ ગ્રામ અશ્વગંધા પાવડર અને 10 ગ્રામ ત્રિકુટ પાવડરને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને એક એર ટાઈટ કન્ટેનરમાં ભરી દો.
ઉપયોગ કરવાની રીત : આ મિશ્રણના નિયમિત સેવનથી હિમોગ્લોબીનની ઉણપ ઠીક થાય છે. સાથે જ શરીર ઉર્જાવાન થાય છે. દરરોજ એક ચમચી નવશેકા ગરમ પાણીની સાથે લઈ શકાય છે. આ આયુર્વેદિક ઉપાયથી થોડા દિવસોમાં એનિમિયાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. સાથે જ શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ પણ દુર કરી શકાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી