અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
🏃♀️આ રીતે વગર મહેનતે ઘટાડો વજન કોઈ એક્સેસાઈજએક્સેસાઈજ કે ડાયટીંગ વગર જ.. 🏃♀️
🏃♀️ મિત્રો દરેક લોકોનું એવું સપનું હોય કે તે એકદમ હીટ અને ફીટ જ રહે. ક્યારેય તેમનો વજન કે ચરબી ન વધે પરંતુ એવું આપણે મેઇન્ટેઇન નથી કરી શકતા. તમે સૌપ્રથમ તો એક વિચાર કરો કે પ્રાચીન સમયના માણસો હીટ અને ફીટ જ રહેતા તેમના શરીરમાં ક્યારેય એકસ્ટ્રા ફેટ ન જોવા મળતો. તેનું કારણ હતું તેના કામો. તે આખો દિવસ ખુબ જ મહેનતનું કામ કરતા પરસેવો પાડતા તેથી તે લોકો એવા હતા.🏃♀️ પરંતુ આજના આધુનિક યુગમાં લોકોનું જીવન અને કામો બંને બેઠાડું થઇ ગયા છે જેથી ન ઇચ્છવા છતાં પણ કોઈને કોઈ રીતે ચરબી વધી જાય છે. મિત્રો આ વધેલી ચરબી જ અનેક રોગોને આમંત્રણ આપે છે. એટલું જ નહિ સ્ત્રીઓનો તો ખાસ એવો આગ્રહ અને ઈચ્છા હોય કે પોતે પાતળી દેખાય પરંતુ તેમણે ધાર્યા પ્રમાણે પરિણામો નથી મળતા તો ક્યારેક આપણો આળસી સ્વભાવ નડે છે. તો આજે અમે એવા એક્યુપ્રેશર પોઈન્ટ્સ લાવ્યા છીએ કે જેને દબાવીને તમે તમારું વજન ઘટાડી શકો છો. તો ચાલો જાણીએ કંઈ રીતે.
🏃♀️ મિત્રો એક્યુપ્રેશર એક એવી ટેકનીક છે જેમાં શરીરના અમૂક પોઈન્ટસને એટલે કે અમુક અંગોને નિયમિત સતત દબાવવાથી અન્ય અંગો અને સમસ્યામાં ફાયદો થાય છે. બધી વસ્તુના તેને સંબંધી એક્યુપ્રેશર પોઈન્ટ્સ હોય છે જેમ કે તમારી ઊંચાઈ ન વધતી હોય તો અમુક એવા એક્યુપ્રેશર પોઈન્ટ હોય કે જેને દબાવો તો તમારા મગજમાં ફરી પાછા ઊંચાઈના હોર્મોન્સ હોય તેનું પ્રમાણ વધી જતું હોય અને અલ્ટીમેટલી એ તમારી ઊંચાઈ પણ વધારે. તેવી જ રીતે આજે અમે વજન ઘટાડવા સંબંધી એક્યુપ્રેશર પોઈન્ટ્સ લઈને આવ્યા છીએ કે જેના દ્વારા તમારી લાઈફમાં એવું થશે કે તમારો વજન ઘટી જશે તેમજ તમારા કંટ્રોલમાં આવી જશે.
🏃♀️ સૌથી પહેલો એક્યુપ્રેશર પોઈન્ટ છે નાક અને હોંઠ વચ્ચેનો ભાગ. મિત્રો તમારે તમારી આંગળીની મદદથી હળવા હાથે તે પોઈન્ટ પર આંગળી દબાવીને તેને ગોળ ગોળ ફેરવવાની છે. આવું કરવાથી તમારી ભૂખ કંટ્રોલમાં આવે છે. ઘણી વખત એવું બનતું હોય કે આપણને વારંવાર ભૂખ લાગતી હોય આપણે જેટલી મહેનત કરીએ તેના કરતા તો બમણું ખાઈ લીધું હોય ત્યાર બાદ તે એકસ્ટ્રા ફેટ તરીકે જમા થઇ જાય છે. માટે જો તમે આ રીતે હોંઠ અને નાકની વચ્ચેના એક્યુપ્રેશર પોઈન્ટને દબાવશો તો તમને વધારે ભૂખ નહિ લાગે.
🏃♀️ મિત્રો ઘણી વાર આપણે એવું પણ બનતું હોય કે આપણા શરીરને જેટલી કેલેરી જોઈએ તેટલી માત્રામાં આપણે જમી લીધું હોય તેમ છતાં પણ આપણે જરૂરીયાત કરતા વધારે જમી લેતા હોઈએ છીએ. જે આદતના કારણે આપણું વજન વધે છે શરીરમાં એકસ્ટ્રા ફેટ જમા થવા લાગે છે. પરંતુ આટલું જ નહિ પેટની ચરબી પણ વધી જાય છે તેમજ પેટ બહાર નીકળી જાય છે જે દરેક સ્ત્રી માટે ખુબ જ અણગમતી ફેટ છે. આ ઉપરાંત ગેસ અને એસીડીટી જેવી પેટની સમસ્યાઓ પણ ઉભી થવા લાગે છે. પરંતુ મિત્રો આપણે તેને ઓછી કરવા માટે કાઈ ખાસ જરૂરીયાત નથી તમારે તમારી ભૂખને કંટ્રોલ કરવાની જરૂર છે અને તે થશે આ એક્યુપ્રેશર પોઈન્ટને દબાવવાથી.
🏃♀️ આ એક્યુપ્રેશર પોઈન્ટને તમારે ત્રીસ સેકંડ સુધી આ રીતે દબાવીને આંગળીથી જે રીતે ગોળ આકારમાં મસાજ કરતા હોય તે રીતે દબાવવાની છે. જમ્યાના અડધા કલાક પહેલા તમારે આ એક્યુપ્રેશરનો પ્રયોગ કરવાનો છે. એક દિવસમાં બે વખત તમે આનો પ્રયોગ કરવાનો છે અને બંને વખત જમવાના સમયના અડધા કલાક પહેલા કરવાનો રહેશે. આવું કરવાથી તમને જરૂરીયાત કરતા વધારે ભૂખ નહિ લાગે અને જ્યારે તમે જરૂરીયાત કરતા વધારે ખોરાક જ લેશો નહિ તો તમારા શરીરમાં વધારાની ચરબી જમા થશે જ નહિ એટલે તમારે કોઈ પણ પેટની સમસ્યા પણ નહિ રહે. તેમજ તમારા પેટની ચરબી પણ નહિ વધે. એટલું જ નહિ જો ચરબી વધી ગઈ હશે તો તે પણ કંટ્રોલમાં આવી જશે.🏃♀️ તો મિત્રો તમારી ભૂખને નિયંત્રણમાં રાખીને વજન અને ચરબી ઘટાડવાની સૌથી સરળ, સમય બચાવનારી સ્માર્ટ ટેકનીક એટલે એક્યુપ્રેશર. તમને અમારી વાત પર વિશ્વાસ ન આવતો હોય તો આજથી જ ચાલુ કરો આ રીતે એક્યુપ્રેશર કરવાનું અને પછી જૂઓ તમારો વજન નિયંત્રણમાં આવે છે કે નહિ. આ ટેકનીકમાં તમારે જીમમાં જઈને કોઈ હાર્ડવર્ક કરવાની જરૂર નથી કે નથી ભૂખ્યા રહેવાની જરૂર. માત્ર ક્યાંય પણ બેઠા બેઠા જમ્યાના અડધા કલાક પહેલા કરવાનો છે એક્યુપ્રેશર ટેકનીકનો ઉપયોગ.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Picture not. Seen clear