દરેક લોકો ઈચ્છે છે કે તેના વાળ ચમકદાર, મુલાયમ બને. આ માટે તેઓ અનેક મોઘા પ્રોડક્ટ્સ નો ઉપયોગ પણ કરે છે. પણ જો તમે મોઘા પ્રોડક્ટ્સ ઉપયોગ કરવા ન માંગતા હો તો તમે ઘરે પણ કેટલાક ઉપાયો અજમાવીને વાળને ઘણી સમસ્યાઓને દુર કરી શકો છો. આ માટે તમે એલોવેરા અને લીંબુનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારી મોટાભાગની સમસ્યાઓ દુર થાય છે.
વાળની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે એલોવેરા અને લીંબુનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાળનું ખરવું, ધીમો વિકાસ, ડ્રાઈ હેર, ડેંડ્રફ અમુક એવી સમસ્યાઓ છે જેનો સામનો આપણામાંથી મોટા ભાગના લોકો અવારનવાર કરતાં હોય છે. લોકો આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે શું નથી કરતાં? તેઓ અલગ-અલગ પ્રકારના હેર કેર પ્રોડક્ટસ, શેમ્પૂ, હેર માસ્ક અને ઘરેલુ નુસ્ખા સુધી બધુ જ ટ્રાઇ કરે છે. છતાં પણ આ સમસ્યા જેમની તેમ જ બની રહે છે.
એવામાં વાળમાં એલોવેરા અને લીંબુ લગાડવું તમારા માટે ફાયદાકારક હોય શકે છે. આ વાળની લગભગ બધી જ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ખુબ જ અસરકારક અને મદદરૂપ નુસ્ખો છે. બસ તમારે તેનો ઉપયોગ કરવાની સાચી રીત ખબર હોવી જોઈએ. આવો જાણીએ વાળ માટે એલોવેરા અને લીંબુના ફાયદા અને લગાવવાની સરળ રીત.
વાળ માટે કેવી રીતે ફાયદાકારક છે એલોવેરા અને લીંબુ:- એલોવેરા અને લીંબુ બંનેમાં વાળ માટે જરૂરી લગભગ બધા જ તત્વો રહેલા છે. એલોવેરા વિટામિન બી1, બી2, બી6, બી12 અને સીનો સારો સ્ત્રોત હોય છે. તેમજ લીંબુમાં પણ વિટામિન સી અને સિટ્રિક એસિડ હોય છે. તે સિવાય એલોવેરામાં એન્ટિબેક્ટેરિયલ, એંટીસેપ્ટિક ગુણ રહેલા હોય છે. અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, એલોવેરામાં રહેલ સિસ્ટિન અને લાઈસીન નામના યૌગિક વલોની સમસ્યાઓથી છુટકારો મેળવવા તેમજ લાંબા, મજબૂત વાળ મેળવવામાં મદદ કરે છે. વાળમાં એલોવેરા અને લીંબુ લગાડવાથી ઘણા ફાયદાઓ મળે છે.1) ખરતા વાળ:- એલોવેરા અને લીંબુ તમારા સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશનને સરખું કરે છે અને વાળના મૂળ મજબૂત થાય છે. તે ડેમેજ વાળ રીપેર કરવામાં સહાયક હોય છે અને વાળને ખરતા અટકાવે છે.
2) ડેંડ્રફ સાફ કરે છે:- ડેંડ્રફની સમસ્યાથી છુટકારો આપવામાં એલોવેરા અને લીંબુનું મિશ્રણ ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે તેમાં સિટ્રિક એસિડ અને એન્ટિબેક્ટેરિયલ ગુણ રહેલ હોય છે. 3) ડેમેજ રીપેર:- જો તમે નિયમિત રૂપથી વાળમાં એલોવેરા અને લીંબુ લગાડો છો, તો તેનાથી વાળને પર્યાપ્ત પોષણ પ્રદાન કરવામાં, મોઈશ્ચરાઇઝ કરવામાં અને ડેમેજ રીપેર કરવામાં મદદ મળે છે.
4) વાળનો વિકાસ:- એલોવેરા અને લીંબુનું મિશ્રણ વાળનું ખરવાનું અટકાવે છે અને મજબૂત બનાવે છે. સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરે છે, જેનાથી વાળના વિકાસમાં મદદ મળે છે.5) સ્કેલ્પની સમસ્યા:- એલોવેરા અને લીંબુમાં રહેલ એન્ટિબેક્ટેરિયલ ગુણ સ્કેલ્પમાં એલર્જી, ખંજવાળ વગેરેથી છુટકારો અપાવવામાં મદદરૂપ છે.
વાળમાં એલોવેરા અને લીંબુ કઈ રીતે લગાડવું:- વાળમાં એલોવેરા અને લીંબુ લગાડવા માટે સૌથી પહેલા તમારે એલોવેરા જેલ અને લીંબુનો રસ બરોબાર માત્રામાં લેવાનું છે. તમે તમારા વાળની જરૂરિયાત મુજબ, તેની માત્રા નિર્ધારિત કરી શકો છો. બંનેને સરખી રીતે મિક્સ કરો. આ મિશ્રણને સ્કેલ્પ અને વાળના સ્પ્લિટ એંડ્સ સુધી સરખી રીતે લગાડો અને અડધો કલાક માટે તેને એમ જ છોડી દો. ત્યારબાદ કોઈ હળવા શેમ્પૂથી ધોઈ લો અને કેમિકલ વાળા શેમ્પૂનો ઉપયોગ કરતાં બચવું. વાળ ધોવા માટે સાદા પાણીનો ઉપયોગ કરવો. તમે આ મિશ્રણ અઠવાડિયામાં 2-3 વખત લગાડી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી