આ રીતે દરરોજ ફક્ત 2 દાણા આનું સેવન.. માથાથી લઈને પગ સુધીની આટલી બીમારીઓ કરી દેશે છુમંતર

મિત્રો સ્વસ્થ રહેવા માટે પ્રતિદિન બદામનું સેવન કરવું જોઈએ. બદામ રોજ ખાવાથી આપણા શરીરમાં ઘણા પોષકતત્વ મળે છે. બદામમાં પ્રોટીન, વસા, વિટામીન અને મિનરલ પર્યાપ્ત માત્રામાં હોય છે એટલા માટે સ્વાસ્થ્ય માટે તો બદામ ઉપયોગી જ છે અને ત્વચા માટે તો ખુબ જ ઉપયોગી છે.

બદામમાં રહેલા પોષકતત્વ યાદશક્તિને વધારવામાં પણ કામ કરે છે. મોટું પેટ કે શરીરની ચરબી પણ ગાયબ થઇ શકે છે. જો બદામનું સેવન રોજ કરવામાં આવે તો પુરુષોના ખરતા વાળ અટકાવવા માટે રામબાણ ઈલાજ છે.

બદામનું સેવન રોજ કરવામાં આવે તો તમારા હૃદયને સેહદમંદ બનાવી રાખે છે. બદામનું રોજ સેવન કરવાથી શરીરમાં પોટેશિયમની માત્રા જળવાય રહે છે અને સોડીયમ ઓછી માત્રામાં હોવાને કારણે આપણા શરીરનું લોહીસંચાર સારું રહે છે. બદામમાં કેલ્શિયમ ભરપુર માત્રામાં હોય છે. કેલ્શિયમ હાડકાઓ માટે ખુબ જ જરૂરી છે.
એટલા માટે બદામનું સેવન કરવા વાળા લોકોને હાડકાની બીમારીઓ ઓછી થાય છે અને કેલ્શિયમ દાંતને પણ મજબુત બનાવી રાખે છે.

બદામનું સેવન કરવાથી કેન્સરનો ખતરો ઓછો થાય છે. બદામમાં ફાઈબર પણ ખુબ જ માત્રામાં હોય છે. ફાયબર આપણી પાચનક્રિયાને તંદુરસ્ત બનાવી રાખે છે. પાચનક્રિયા જો સારી હોય તો ક્યારેય પણ કેન્સરનો ભય રહેતો નથી.બદામમાં ઘણા પોષકતત્વ હોય છે. બદામમાં પ્રોટીન, મેગેનીઝ, કોપર, રાઈબોફલાવિન એવા ઘણા પોષકતત્વ હોય છે. આ પોષકતત્વો શરીરને ભરપુર શક્તિ અને ઉર્જા પ્રદાન કરે છે. બદામની સાથે દૂધનું સેવન કરવાથી શરીરને પૂરી શક્તિ મળે છે.

સ્મરણ શક્તિને સારી બનાવવા માટે બદામ ઘણી ઉપયોગી માનવામાં આવે છે. બદામનું સેવન કરવાથી મગજની બીમારીઓ થવાનો ખતરો ઓછો થઇ જાય છે. રોજ સવારે પાંચ બદામ પલાળીને સેવન કરવાથી દિમાગ તેજ થાય છે.
બદામ ડાયાબીટીસથી પણ દુર રાખે છે. શોધમાં એ વાત સામે આવી કે બદામમાં રહેલા તત્વ ભોજન પછી રક્તશર્કરાના સ્તરને ઓછુ કરવામાં મદદ કરે છે તેના કારણે બ્લડમાં શુગરનું સ્તર સામાન્ય બની રહે છે. નિયમિત રૂપથી બદામનું સેવન કરવાથી શરીરને ડાયાબીટીસમાં રાહત મેળવવા માટે મદદ કરે છે.

બદામનું તેલ મોચ્યુંરાઈઝ છે તેમાં ગ્લોસેરાઈડ એસીડ હોય છે. જે કાળા દાગ, ખીલ વગેરેને દુર કરે છે. અને ત્વચાને ચમક મળે છે અને નાના બાળકોને બદામના તેલનું માલીશ કરવાથી હાડકા પણ મજબુત બને છે.

બદામ વાળની સમસ્યાને પણ દુર કરે છે. બદામનું તેલ વાળની બધી જ પ્રકારની સમસ્યાઓને દુર કરે છે. તેના કારણે વાળનું ખરવું, ખોડો અને અસમયે વાળ સફેદ થતા રોકે છે. વાળને જડથી મજબુત બનાવે છે અને સાથે સાથે ચમકદાર અને ઘાટા બનાવે છે.

માથાની ત્વચા માટે પણ બદામનું તેલ ખુબ જ ફાયદાકારક છે. ધૂળ, માટી અને ગરમીના કારણે માથાની ત્વચા પર ઘણી ગંદકી જમા થઇ જાય છે અને એ ગંદકીને દુર કરવા માટે બદામનું તેલનું માલીશ કરવું જોઈએ. બદામ તેલ પ્રાકૃતિક મેકપ રીમુવર છે. મોઢા પરનો મેકપ દુર કરવામાં રૂ ઉપર બદામનું તેલ નાખી પછી મેકપ દુર કરવો. તેનાથી આંખોની કરચલી પણ દુર કરે છે.

બદામને તમે કોઈ પણ રીતે ખાઈ શકો છો અથવા તો કોઈ વાનગીમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. જ્યારે ઘણા નિષ્ણાંતોનું એવું માનવું છે કે, કાચી બદામ ખાવા કરતા પલાળેલી બદામ ખાવી વધુ ફાયદાકારક હોય છે. કારણ કે આખી રાત પલાળી રાખવાથી તેની છાલમાં રહેલ ટોક્સિક પદાર્થ બહાર નીકળી જાય છે અને તેમાંથી વધુ ન્યુટ્રીએન્ટ મળે છે.

આવી રીતે બદામનું સેવન કરવાથી તમારા શરીને ઘણા ફાયદાઓ થશે અને બદામનું રોજ સેવન કરવું જોઈએ.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment