કોરોના વેક્સીન લગાડ્યા પછી થાય છે એલર્જી ! સામે આવ્યા આવા લક્ષણો, જાણો શું થાય છે…..

આજે આખી દુનિયા કોરોનાથી પરેશાન તેમજ પીડિત છે. તેથી લોકો ખુબ આતુરતાથી વેક્સીનની રાહ જોઈ રહ્યા છે. એવા સમયે એવું જાણવા મળ્યું છે કે, બ્રિટનમાં વેક્સીનની શોધ થઈ ગઈ છે. જ્યારે ઘણા લોકોએ ટીકા કરણ પણ કરાવ્યું છે. પરંતુ આવા સમયે એવી વાત સામે આવી છે કે, વેક્સીન લગાવવાથી એલર્જી થાય છે. તો આજે તેના વિશે અમે તમને અમુક ખાસ માહિતી જણાવશું.

બ્રિટનમાં ફાઈઝરની વેક્સીન લગાવવાથી બે લોકોની તબિયત ખરાબ થઈ છે, એવી જાણકારી મળી છે. તેથી બ્રિટીશ નિયામક આ અંગે ખુબ ગંભીરતા તપાસ કરી રહ્યા છે. નિયામકે લોકોને એવી અપીલ કરી છે કે, જે લોકોને કોઈ ગંભીર એલર્જીની બીમારી હોય તેઓ હાલ વેક્સીનેશન ન કરે. બ્રિટીશ સ્વાસ્થ્ય વિભાગે એવી જાણ કરી છે, જે લોકોને કોઈ દવા, ખોરાક અથવા તો વેક્સીનથી એલર્જી છે તેઓ કોરોનાની વેક્સીન ન લગાવે.

મંગળવારથી બ્રિટનમાં ખુબ મોટી સંખ્યામાં કોવિડ-19 ની વેક્સીન આપવામાં આવી રહી છે. પરંતુ હજી સુધીમાં માત્ર બે લોકોની જ એલર્જીની વાત સામે આવી છે. આમ બ્રિટીશ હેલ્થ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે, વેક્સીનને દરેક સ્ટેજ પર તપાસ કર્યા પછી જ મંજુરી આપવામાં આવી છે. આમ માત્ર બે લોકો સિવાય કોઈને કોઈ પરેશાની નથી આવી.Pfizer-BioNTech તરફથી એવી જાણકારી આપવામાં આવી છે કે, વેક્સીનાના ટ્રાયલ દરમિયાન એવા કોઈ વ્યક્તિને સામેલ કરવામાં આવ્યા ન હતા જેને દવાથી એલર્જી હોય. આમ બ્રિટીશ સરકાર પાસે મંજુરી લેવામાં આવી હતી. જો કે એક્સપર્ટનું કહેવું એવું છે કે, વેક્સીનથી દરેક લોકોને એલર્જી થશે એવું સત્ય નથી. હાલ બ્રિટન માં Pfizer-BioNTech ની વેક્સીન આપવામાં આવી રહી છે. એક્સપર્ટે એમ કહ્યું છે કે, આવનાર સમયમાં ટીકા કરણ કર્યા પછી આવા વધુ એલર્જીક રીએક્શન આવી શકે છે તેને અપ્રત્યાશિત નથી કરી શકતા.

આ સિવાય વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, લોકો ગેલાટીન, અથવા એગ પ્રોટીન અથવા આ વેક્સીનને લઈને સંવેદનશીલ હોય શકે છે. એવા લોકો કે જેને ઈંડાથી એલર્જી છે તેવા લોકોને આ વેક્સીનનો ઉપયોગ ન કરે. કારણ કે આ વેક્સીનને બનાવવા માટે મુર્ગીના ઇંડાનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વેક્સીનને લીધા પછી રીએક્શનના લક્ષણો જેવા કે શરીર પર રેશેજ દેખાવા, સ્કીનમાં જલન થવી, ઉધરસ અથવા શ્વાસ લેવામાં પરેશાની થવી.આ વેક્સીનેશન કર્યા પછી તેના પ્રભાવ રૂપે બાહમાં દુઃખાવો થવો, તાવ આવવો, માંસપેશીઓમાં દુઃખાવો થવો. ફાઈજરની સ્ટડીમાં એવું જોવા મળ્યું છે કે, એવા લોકો કે જેના પર આ વેકસીનની ટ્રાયલ કરવામાં આવી છે તેમણે થાક, માથામાં દુઃખાવો, ઠંડી લાગવા જેવી પરેશાની જોવા મળી હતી. જો કે આ વેક્સીનેશન કર્યા પછી એલર્જીક રીએક્શન ના કિસ્સા ખુબ ઓછા સામે આવ્યા છે.

આ ઉપરાંત વેક્સીનેશનના બીજા ગંભીર રીએક્શન ક્યાં હોય શકે છે તેને લઈને નિયામક  આગળની તપાસ કરી રહ્યા છે. પરંતુ તે માટે વધુ સમય લાગી શકે છે. બ્રિટનમાં અલગ અલગ ફેજમાં વેક્સીન દેવાનું કામ ચાલી રહ્યું છે. શરૂઆતમાં હેલ્થવર્કસ, વડીલ વ્યક્તિઓને વેક્સીન આપવામાં આવી રહી છે. ત્યાર પછી ગંભીર બીમારીથી પીડિત લોકોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. ભારતમાં પણ અડધા ડજન જેટલી વેક્સીનનું ટ્રાયલ શરૂ છે. જે અંતિમ સ્ટેજ પર જ છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “કોરોના વેક્સીન લગાડ્યા પછી થાય છે એલર્જી ! સામે આવ્યા આવા લક્ષણો, જાણો શું થાય છે…..”

  1. Hu cares?
    Just get the vaccine done. If one survives with zero recetion then lucky. The world wants to go back to normal hence Hu Cares.?????

    Reply

Leave a Comment