બજારમાં મધના ઘણા પ્રકાર મળે છે, જેમાં ઘણા પ્રકારના એન્જાઈમ અને ન્યુટ્રીશિયન પણ સામેલ હોય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. મધનો ઉપયોગ સદીઓથી ઔષધિના રૂપમાં થતો આવ્યો છે. તે ખાવામાં નેચરલ સ્વીટનરની જેમ હોય છે જે ગળાના દુઃખાવામાં રાહત આપવાની સાથે જ ઇમ્યુનિટી બુસ્ટરની જેમ કામ કરે છે.
મધનો રંગ, સ્વાદ અને કલર એ વાત પર નિર્ભર રહે છે કે, મધ ક્યાંથી ભેગું કરવામાં આવે છે. આ સિવાય અલગ અલગ ફૂલોના રસ પરથી પણ મધનો પ્રકાર નિર્ભર રહે છે. અત્યાર સુધીમાં તમે બજારમાં મળતા બ્રાઉન રંગના મધને જોયું હશે. પણ શું સફેદ રંગનું મધ ચાખ્યું છે કે જોયું છે ? મિત્રો તમને જણાવી દઈએ કે, મધ પણ ઘણા પ્રકારના હોય છે. તેમાંથી એક સફેદ રંગનું મધ હોય છે. ચાલો જાણીએ શું છે સફેદ રંગનું મધ.શું છે સફેદ મધ ? : નામ પરથી આપણને એવું લાગે છે કે, સફેદ રંગનું મધ સફેદ હોય છે. પણ સફેદ મધનો રંગ બિલકુલ સફેદ નથી હોતો, પરંતુ ક્રીમી સફેદ હોય છે. સફેદ મધ બ્રાઉન રંગના મધની તુલનામાં વધુ સ્વાદિષ્ટ અને ફાયદાકારક હોય છે. તેને કાચા મધના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે, સફેદ મધ સીધું મધમાખીના છત્તે માંથી આવે છે.
આ મધને કાઢવા માટે કોઈ હિટીંગ પ્રક્રિયાનો ઉપયોગ નથી કરવામાં આવતો. હિટીંગ પ્રક્રિયા ઘણા લાભકારી એન્ટી ઓક્સીડેન્ટ અને બેક્ટેરિયા ખત્મ થઈ જાય છે, જેના કારણે બ્રાઉન રંગના મધની તુલનામાં સફેદ મધ વધુ લાભકારી માનવામાં આવે છે. આ સિવાય સફેદ મધ દરેક ઋતુ અને દરેક ફૂલથી પ્રાપ્ત નથી થતું. સફેદ મધનું ઉત્પાદન કરતા ફૂલમાં સામેલ છે સેજ, અલ્ફાલ્ફા અને સફેદ તિપતિયાં ઘાસ.એન્ટી ઓક્સીડેન્ટ : સફેદ મધમાં ફ્લેવેનોઈડ અને ફિનોલિક નામનું યોગિક અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. આ એન્ટી ઓક્સીડેન્ટ તમારા શરીરને ફ્રી રેડિકલ્સથી લડવામાં મદદ કરે છે અને કોશિકા ક્ષતિથી બચાવવામાં મદદ કરે છે. ફ્રી રેડિકલ્સ ઉંમર વધવાની પ્રક્રિયામાં યોગદાન આપે છે અને કેન્સર અને હૃદય રોગ જેવી સ્થિતિઓના જોખમને પણ વધારી શકે છે.
ઉધરસ : મધને કફ ઉધરસ માટે ઘણા સમયથી દવાના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ મધને ગળામાં ખારાશને દુર કરવા અને ઉધરસથી રાહત મેળવવામાં મદદ કરે છે. આ માટે તમે લીંબુની સાથે ગરમ ચામાં મધ નાખીને પીવો અથવા તમે ગરમ પાણીની સાથે મધ મિક્સ કરીને પીવો.પાચન સંબંધી સમસ્યાઓ : મધ તમને પાચન સંબંધી મુદ્દાઓ જેવા કે દસ્ત અને અલ્સરના ઇલાજમાં પણ મદદ કરે છે. આ તમારા પેટના સ્વાસ્થ્યમાં સુધાર કરે છે અને આ રીતે પાચનનું સમર્થન કરે છે. તમે 1 થી 2 ચમચી સફેદ અથવા કાચા મધને ખાલી પેટ લો. તેનાથી પેટના દુઃખાવામાં રાહત મળશે અને હિલીંગ પ્રક્રિયામાં મદદ મળશે.
ત્વચા અને ઈજા : સફેદ મધમાં ફાયટોન્યુટ્રીએંટ્સ હોય છે. આ મધનો ઉપયોગ ત્વચાને સુંદર અને ત્વચાની ઈજાને ઠીક કરવા માટે કરવામાં આવે છે. તમે તેને સૌંદર્ય ઉત્પાદનોમાં એક ઘટકના રૂપમાં પણ ઉપયોગ કરી શકો છો. સફેદ મધ હાનિકારક બેક્ટેરિયા અને ફંગસને નષ્ટ કરી શકે છે.સફેદ મધના નુકસાન : સફેદ મધ પોતાની માઈક્રો ક્રોબિયલ સામગ્રીના કારણે થોડું જોખમ રાખે છે. આ બોટુલીઝ્મના કારણે બની શકે છે. જે એક ગંભીર બીમારી છે જે પેરાલીસીસના કારણે બની શકે છે. એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈ પણ પ્રકારે કાચું કે સફેદ અથવા મધ ન આપવું જોઈએ. અને જે લોકોમાં કમજોરી પ્રતિરક્ષા પ્રણાલી છે તેમણે પણ તેનું સેવન ઓછું કરવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી