મશરૂમની ઘણી બધી વેરાયટી હોય છે, પરંતુ અમુક જ પ્રજાતિઓ આસાનીથી મળે છે અને એ જ ખાવા યોગ્ય હોય છે. દુનિયાભરમાં મશરૂમનું સેવન કરવામાં આવે છે. તેમજ અમુક લોકો તેને ખાવામાં નોનવેજ માને છે, જેના કારણે તેઓ મશરૂમનું સેવન નથી કરતા.
મશરૂમમાં બટન મશરૂમ ખુબ જ કોમન હોય છે, જેનું વધુ સેવન કરવામાં આવે છે. આ સફેદ રંગનું હોય છે, મશરૂમના ઘણા બધા ફાયદા છે, પરંતુ તેના સેવનથી અમુક નુકશાન પણ થઈ શકે છે. મશરૂમમાં અમુક પ્રજાતિ ઝેરીલી પણ હોય છે, તેવામાં તેને તાજા જ ખરીદવા જોઈએ અને સારી રીતે ધોઈને પકાવીને ખાવા જોઈએ. તો ચાલો જાણીએ મશરૂમમાં રહેલા પોષક તત્વો, અમુક ફાયદા અને નુકશાન.
મશરૂમના ફાયદા : નિષ્ણાંત અનુસાર મશરૂમ એક પ્લાન્ટ નથી, પરંતુ એક એડિબલ ફંગસ છે, જેના ઘણા બધા સ્વાસ્થ્ય લાભો છે. સામાન્ય રીતે મોટાભાગના લોકો તેને શાકભાજીના રૂપે જ ખાય છે. શાકાહારી લોકો માટે આ એક પ્રોટીનનો ખુબ જ સારો એવો સોર્સ છે. કેમ કે શાકાહારી લોકો માંસનું સેવન નથી કરતા, તેવામાં શરીરમાં પ્રોટીનની કમી પૂરી કરવા માટે તમે અન્ય વસ્તુઓની સાથે મશરૂમનું પણ સેવન કરી શકો છો.
પ્રોટીન સિવાય મશરૂમમાં વિટામીન ડી ખુબ જ પ્રમાણમાં હોય છે. આ એક જ એવી શાકભાજી છે જેમાં સૌથી વધુ માત્રામાં વિટામીન ડી હોય છે. ડાયટરી ફાઈબરનો પણ સારો સ્ત્રોત હોય છે. સાથે કેલ્શિયમ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, નિયાસીન, ફોલેટ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝિંક વગેરે પણ હોય છે. મશરૂમનું શાક બનાવવાનું પણ આસાન હોય છે, સસ્તું હોય છે અને દરેક લોકો તેને ખાઈ પણ શકે છે.
મશરૂમ ખાવાની રીત : મશરૂમ દરેક લોકો માટે ફાયદાકારક હોય છે. ખાસ કરીને વેજીટેરીયન લોકોએ તેનું સેવન ખાસ કરવું જોઈએ. પરંતુ ફક્ત એ વાતનું ધ્યાન રાખવું કે, તેમ કોઈ પણ પ્રકારનું મશરૂમ ખરીદી અથવા ખાઈ રહ્યા છો તો ઘણી વાર તે ઝેરીલા પણ હોય છે. તેના કારણે તમને અમુક નુકશાન જેમ કે, ઉલ્ટી, ઉબકા, મુંજારો, કિડની પર નેગેટિવ અસરો થઈ શકે છે.
જો કે એ ઓળખ કરવી મુશ્કેલ હોય છે કે ક્યું મશરૂમ સારું હોય છે અને ક્યું ખરાબ. પરંતુ જ્યારે પણ ખરીદો ફક્ત તાજા જ મશરૂમ ખરીદો. ઘણી વખત મશરૂમને કાપવાથી અંદરથી ભૂરા અથવા કાળા હોય છે. તેને મોટાભાગના લોકો ખરાબ સમજીને ફેંકી ડેટા હોય છે. પરંતુ તે ખરાબ નથી હોતા. જ્યારે તમે વધુ સમય માટે મશરૂમને બહાર રાખો છો, તો તે ઓક્સિડાઈજડ થઈ જાય છે. તેના કારણે રંગ બદલી જાય છે. મશરૂમ જ્યારે પણ પકાવો પહેલા સારી રીતે પાણીથી ધોઈ લો. પછી થોડા એવા પાણીમાં ઉકાળી લો, ત્યાં પછી જ તેનું શાક, સૂપ કે ફ્રાય કરીને ખાવ.
મશરૂમના અમુક નુકશાન : તમને જણાવી દઈએ કે, મશરૂમના ઘણા ફાયદા છે, પરંતુ જે લોકોને કિડની સંબંધિત સમસ્યા અથવા કિડની ફેલિયર હોય, તો તેમણે મશરૂમ ખાવાથી બચવું જોઈએ. કેમ કે મશરૂમમાં પોટેશિયમ વધુ પ્રમાણમાં હોય છે જે કિડનીના રોગોમાં વધુ નુકશાનકારક સાબિત થાય છે. જો ભૂલથી પણ ઝેરી મશરૂમનું સેવન થઈ જાય તો પેટમાં દુખાવો, ઇન્ફેકશન, લિવર અને આંતરડાની સમસ્યા થઈ શકે છે.
ઘણા લોકોને મશરૂમ ખાવાથી એલર્જી પણ હોય છે. તો ઘણાને ફૂડ પોઈઝનના કારણે પેટમાં એઠ્ન, મરડો, તીવ્ર દુખાવો, ઉલ્ટી વગેરે થઈ શકે છે. માટે બને ત્યાં સુધી તાજા મશરૂમ ખરીદીને સેવન કરો તેના અનેક સ્વાસ્થ્ય લાભો થશે. મશરૂમને લાંબા સમય સુધી સ્ટોર પણ ન કરવા જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી