મિત્રો, તમે જાણતા જ હશો કે ભાદરવા માસમાં હવે શ્રાદ્ધ શરૂ થઇ ગયા છે. આમ ભાદરવો એટલે કે પિતૃ માસ કહેવાય. આપણાં વડીલોને આ માસમાં તર્પણ કરવામાં આવે છે અને વિવિધ પિતૃમોક્ષે વિધિઓ કરવામાં આવે અને આમ આપણે પોતાના પર પિતૃની કૃપા દ્રષ્ટિ મેળવવામાં કરીએ છીએ.
આજે અમે તમને જણાવીશું કે જો તમે તમારી રાશિ અનુસાર પિતૃ વિધિ કરશો તો અવશ્ય ફાયદો થશે. તો આજે અમે તમને તમારી રાશિ પ્રમાણે ઉપાયો જણાવશું. જે કરવાથી પિતૃ પ્રસન્ન થશે. શું તમે પણ તમારી રાશિ અનુસાર પિતૃ ઉપાય કરવા માંગો છો, તો અંત સુધી આ આર્ટીકલ વાંચો અને તમારી રાશિ અનુસાર એ ઉપાય કરી જુઓ.
આપણી ભારતીય સંસ્કૃતિમાં તેમજ હિંદુશાસ્ત્રમાં પિતૃઓનું વિશેષ મહત્વ છે અને તેમાં પણ આપણા હિંદુ ધર્મશાસ્ત્રમાં શ્રાદ્ધ પક્ષનું અતિવિશેષ મહત્વ છે. જેમ અગાઉ કહ્યું તેમ ભાદરવો માસ એ પિતૃ મહિનો છે. આમ ભાદરવા માસના પુનમથી અમાસ સુધી એટલે કે ક્રુષ્ણપક્ષના પંદર દિવસ અને પુનમ એ ‘પિતૃપક્ષ’ તરીકે ઓળખવામાં આવે છે.
આ શ્રાદ્ધનો મહિમા આપણાં દેશમાં સદીઓથી હિંદુ ધર્મના વિવિધ ધર્મગ્રંથોના વિધિ વિધાન મુજબ કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે હિંદૂ ધર્મ પ્રમાણે શ્રાદ્ધ પક્ષમાં જો કેટલાંક ખાસ ઉપાય પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી કરવામાં આવે તો તમારા કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે. પિતૃઓને પરમ શાંતિ મળે છે અને તેના આશીર્વાદથી વ્યક્તિનું પારિવારિક જીવન સુખી બને છે. પરંતુ જો આ શ્રાદ્ધપક્ષ દરમિયાન જો રાશિ મુજબ ઉપાયો કરવામાં આવે તો નિશ્ચિતપણે શુભ ફળ પ્રાપ્ત થાય છે. ચાલો તો હવે આપણે જાણીશું રાશિ પ્રમાણે ક્યાં-ક્યાં ઉપાયો કરવા જોઈએ. સાથે-સાથે તમે પણ જાણી લો તમારી રાશિ પ્રમાણેનો ઉપાય.
રાશિ અને ઉપાય
સૌથી પહેલા મેષ (અ,લ,ઈ) રાશિ : જે જાતકોની રાશિ મેષ છે તેમણે આ શ્રાદ્ધપક્ષ શરૂ થતા જ લાલ કપડામાં સવા કિલો મસૂરની દાળ બાંધીને તમારા ઘર કે તમારી દુકાનમાં રાખવી. ત્યાર બાદ જ્યારે શ્રાદ્ધપક્ષ સમાપ્ત થઈ જાય ત્યારે આ દાળને જરૂરિયાત વાળા લોકોને દાનમાં આપી દો.
વૃષભ (બ,વ,ઉ) : જે જાતકોની રાશિ વૃષભ છે તેઓએ ગંગા કે અન્ય કોઈપણ પવિત્ર નદીનું જળ કોઈ માટલામાં કે કોઈ સ્વચ્છ પાત્ર કે વાસણમાં લઈને તેને સફેદ કપડાથી ઢાંકી દો અને શ્રાદ્ધપક્ષના આ દિવસોમાં પોતાના ઘર કે ઓફિસમાં મૂકી દો. શ્રાદ્ધપક્ષ સમાપ્ત થઈ જાય પછી આ જળને તુલસીમાં ચઢાવી દો. ટૂંક જ સમયમાં જ તમને અનેક કામોમાં સફળતા મળશે.
મિથુન (ક,છ,ઘ) : મિથુન રાશિના જાતકોએ એક કાંસાનું વાસણ લઈ તેને લીલા કપડામાં બાંધીને તમારા ઘર કે ઓફિસની પૂર્વ દિશામાં મૂકી દેવું. આ ઉપાય કરવાથી તમને તમારા કામમાં ઘણી સારી સફળતાના યોગ બનતા દેખાશે.
કર્ક (ડ, હ) : આ રાશિના જાતકોએ ચાંદીનો એક સિક્કો લઈને તેને એક સાફ વાસણમાં પાણી સાથે નાખીને ઘર કે ઓફિસ પર પૂર્વ દિશામાં મૂકી દેવો. શ્રાદ્ધપક્ષ સમાપ્ત થઈ ગયા પછી આ સિક્કાને કોઈ બ્રાહ્મણને દાન કરી દેવો. આમ કરવાથી તમને પિતૃના આશીર્વાદ મળશે.
સિંહ (મ,ટ) : સિંહ રાશિના જાતકોએ એક વાટકીમાં સંચળ ભરીને તેને પોતાના ઘર કે વ્યવસાયની જગ્યા પર પૂર્વ દિશામાં મૂકી દેવી. શ્રાદ્ધ સમાપ્ત થયા પછી આ સંચળને કોઈ ચાર રસ્તા પર નાખી દો.
કન્યા (પ,ઠ,ણ) : કન્યા રાશિના જાતકોએ એક પાત્રમાં કપૂરને નાખી પછી તેને પોતાના ઓફિસ કે રહેઠાણની પૂર્વ દિશામાં મૂકી દેવી. આમ કરવાથી અનેક ગણો લાભ પ્રાપ્ત થશે.
તુલા (ર,ત) : આ રાશિના જાતકે ચાંદીનો એક સિક્કો લઈને તેને એક વાસણમાં પાણી નાખી તેમાં મૂકવો અને પછી તે વાસણને ઘર કે કાર્યસ્થળની પૂર્વ દિશામાં મૂકી દેવો. શ્રાદ્ધ સમાપ્ત થતા જ આ સિક્કાને કોઈ બ્રાહ્મણને દાનમાં આપી દેવો.
વૃશ્ચિક (ન,ય) : વૃશ્ચિક રાશિના જાતકોએ એક પાત્રમાં ચોખા અને બીજા એક પાત્રમાં મગની દાળ ભરીને રાખવી અને જ્યારે શ્રાદ્ધના દિવસોમાં તેનું દાન કરવામાં આવે તો તેનાથી ફાયદો થશે.
ધન (ધ,ભ,ફ,ઢ) : ધન રાશિના જાતકે કોઈ એક પીળા કપડામાં કોઈપણ ધાર્મિક પુસ્તક રાખી તેને પોતાના ઘર કે ઓફિસમાં મૂકી દેવી. શ્રાદ્ધ સમાપ્ત થતા આ પુસ્તકને કોઈને પણ ભેટમાં આપી દો.
મકર (ખ,જ) : આ રાશિના જાતકોએ નાળિયેરના તેલમાં કાળા તલ અને એક નાળિયેર પર કાળો દોરો બાંધીને આ બંનેને તમારા ઘર કે ઓફિસમાં પૂર્વ ખૂણામાં મૂકી દેવા. જ્યારે શ્રાદ્ધ સમાપ્ત થાય ત્યારે તેને કોઈ ચાર રસ્તા પર નાખી દો. આ કરવાથી તમને મનવાંછિત લાભની પ્રાપ્તિ થશે.
કુંભ (ગ,શ,સ) : કુંભ રાશિના જાતકોએ એક કાંસાનું વાસણ લેવું, તેને લીલા કપડામાં બાંધી તમારા ઘર કે ઓફિસની પૂર્વ દિશામાં મૂકી દેવું. આમ કરવાથી તમને નિશ્ચિત સફળતાના યોગ દેખાશે.
મીન (દ,ચ,ઝ,થ) : મીન રાશિના જાતકે 21 સિક્કા પીળા કપડામાં બાંધીને તમારા ઘર કે ઓફિસના ઉત્તર પૂર્વના ખૂણામાં મૂકી દેવા. શ્રાદ્ધ સમાપ્ત થાય ત્યારે આ સિક્કાને કોઈ બ્રાહ્મણને દાનમાં આપી દેવા. આ ઉપાય કરવાથી તમને ધનનો લાભ થશે.
આમ આ તમામ ઉપાયો જો તમે તમારી રાશિ અનુસાર કરો છો, તો તમને પિતૃદેવની કૃપા અવશ્પ્રાય પ્રાપ્ત થશે. તેમજ ઇચ્છિત ફળની પ્રાપ્તિ પણ કરી શકશો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google