કોરોનાના કારણે થયેલી સમસ્યાના નિવારણ માટે પીએમ મોદી આ લોકો સાથે કરશે વાત. જાણો તેની હકીકત….

મિત્રો આજે આપણો દેશ એક ખુબ મોટી મહામારીમાંથી પસાર થઈ છે. આ મહામારીને કારણે આજે સામાન્ય માણસથી માંડીને અમીર વ્યક્તિઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવા માટે મજબુર કરે છે. આવા સમયે આપણી કેન્દ્ર સરકાર દ્વારા અનેક રીતે મદદ કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા અનેક આર્થિક પેકેજ પણ બહાર પડ્યા છે. તેમજ દેશના લોકોને અનેક રીતે મદદ મળી રહી છે. એવા સમયમાં 11 ડિસેમ્બર થી FICCI ની 93 ની બેઠક શરૂ થઇ છે. જેમાં PM મોદી કોરોનાની અસર તેમજ ચુનૌતીની વાત કરશે.

FICCI 93 વાર્ષિક આમ બેઠકનું ઉદ્દઘાટન કરવામાં આવશે. કોરોનાને કારણે આ બેઠક વિડીયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદી આ બેઠકમાં પોતાના સંબોધનમાં આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, વોકલ ફોર લોકલ વિશે વાત કરશે. આ બેઠકની થીમ થીમ ઇન્સ્પાયર્ડ રાખવામાં આવ્યું છે. આ સિવાય આ બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલ આર્થિક સુધારા માટેના કદમ, ઉપલબ્ધિ વિશે પણ જાણકારી આપશે. આ સિવાય પીએમ મોદી કોરોનાથી ઉત્પન્ન ચુનૌતી તેમજ ઉપાયની પણ ચર્ચા કરશે.

આમ FICCI ની આ ત્રણ દિવસની બેઠકમાં પીએમ મોદી સિવાય અમિત શાહ પણ સંબોધિત કરશે. વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ, સડક પરિવહન વ રાજમાર્ગ અને એમએસએમઇ મંત્રી નીતિન ગડકરી, વાણિજ્ય વ ઉદ્યોગ તથા રેલ્વે મંત્રી પીયુષ ગોયલ, વિદેશ મંત્રી ડો.એસ જયશંકર, સુચના પ્રાધ્યોગિક મંત્રી રવિશંકર પ્રસાદની સાથે ઉર્જા, કૌશલ વિકાસ વ ઉદયમિતા મંત્રી આર કે સિંહ પણ આ બેઠકમાં પોતાની વાત કરશે.આમ કેન્દ્રીય મંત્રી સિવાય વિવિધ મંત્રાલયોના સચિવ પણ પોતાની વાત કરશે. ડીપી આઈઆઈટી સચિવ ડો. ગુરુપ્રસાદ મહાપાત્રા, વિત સચિવ અજય ભૂષણ પાંડેય, આર્થીક મામલાના સચિવ તરૂણ બજાજ, ઈકોનોમિક રિલેશન્સ સચિવ રાહુલ છાબડા, ઉચ્ચ શિક્ષા વિભાગના સચિવ અમિત ખરે અને એમએસએમઇ સચિવ અરવિંદ કુમાર શર્મા પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ સિવાય વિત્ત આયોગના ચેરમેન એન કે સિંહ અને નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાન્ત પણ આ કાર્યક્રમમાં પોતાનો મત રજૂ કરશે.

આમ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્લોબલ બિઝનેસ લીડર પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા, જીરો ગ્રેવિટી કોર્પોરેશનના સીઈઓ પીટર ડોયમંડીસ, નેશનલ હેલ્થ સર્વિસના ચેરમેન એરિક સ્મિટ પણ કાર્યક્રમમાં હાજર રહેશે. આ સિવાય ટાટા ગ્રુપના ચેરમેન એન.ચંદ્રશેખરન, માસ્ટર કાર્ડના સીઈઓ અજય બંગા, ઓયો હોટલ્સ એન્ડ રૂમ્સના સીઈઓ રીતેશ અગ્રવાલ, ખાન એકેડમી ફાઉડર સલમાન ખાન અને એક્સીસ બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં એમડી પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમમાં 10 હજાર લોકો ભાગ લેવાના છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google 

Leave a Comment