મિત્રો તમે કદાચ કાચા કેળાની વેફર્સ ખાધી હશે. તેનો સ્વાદ ખુબ જ સરસ હોય છે. પણ જો તમે કાચા કેળાનું સેવન કરો છો તો તે પણ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમજ કાચા કેળાનું સેવન કરવા માટે તમારે તેની ઉપયોગ કરવાની રીત વિશે જાણી લેવું પણ જરૂરી છે. આજે આપણે આ લેખમાં કાચા કેળાના ફાયદાઓ તેમજ તેના ઉપયોગની રીત વિશે જાણીશું.
એવું માનવામાં આવે છે કે, વિશ્વભરમાં એક હજારથી પણ વધારે જાતના કેળાંનું ઉત્પાદન કરવામાં આવે છે. જે રીતે પાકેલાં કેળાના ઘણા ફાયદાઓ છે, તે જ રીતે કાચા કેળાના પણ ઘણા ફાયદાઓ છે. આ આર્ટિકલમાં અમે કાચા કેળાં ખાવાના ફાયદા અને તેની પ્રયોગ વિશે જણાવી રહ્યા છીએ. કાચા કેળાં દેખાવમાં લીલા રંગના હોય છે. તેમાં ફાઈબર, વિટામિન સી, વિટામિન B6, પ્રોવિટામિન-એ, પોટેશિયમ, ફૉસ્ફરસ, મેગ્નેશિયમ, ઝીંક જેવા ઘણા ગુણો જોવા મળે છે.
કાચા કેળાના ફાયદા:- અહીં અમે ક્રમબદ્ધ રીતે કાચા કેળાં ખાવાના ફાયદાઓ જણાવી રહ્યા છીએ. જોકે તે પહેલા અમે એ જણાવી દઈએ કે, તેના સેવનથી ઘણી બીમારીઓમાં લક્ષણને ઘટાડી શકાય છે. તે કોઈ પણ રીતે તે બીમારીઓનો સટીક ઈલાજ નથી. 1) પાચન ક્ષમતા વધારવા:- કાચા કેળાનું સેવન પાચન ક્ષમતાને સારી બનાવવામાં મદદ કરી શકે છે. તેમાં ફાઈબર અને પ્રતિરોધી સ્ટાર્ચની માત્રા જોવા મળે છે. તે બંને પાચનતંત્રની ક્ષમતાને વધારવાની સાથે જ ભોજનને જલ્દી પચાવવામાં મદદ કરી શકે છે. સાથે જ પેટથી જોડાયેલી ઘણી બીમારીઓ દૂર કરવામાં મદદ કરી શકે છે.
2) ભૂખ અને વજન ઘટાડવા:- વધતી ભૂખ અને વધતું વજન બંને એકબીજાના પૂરક ગણવામાં આવે છે. કાચા કેળાં ભૂખને નિયંત્રીત કરવાની સાથે વજનને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેમાં થોડી માત્ર ફાઈબરની જોવા મળે છે. અને ફાઈબર જલ્દી પચતું નથી. જેનાથી પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે છે. એવામાં કઈં ખાવાની ઈચ્છા થતી નથી, જેના કારણે વજન અમુક હદે ઘટી શકે છે. અહીં અમે સ્પષ્ટ કરી દઈએ કે માત્ર કાચા કેળાના સેવનથી વજન ઘટાડી શકાતું નથી. તેની સાથે સાથે નિયમિત વ્યાયામ તેમજ સંતુલિત આહાર પણ જરૂરી છે. તેમ જ જો સમસ્યા ગંભીર હોય તો, મેડિકલ ટ્રીટમેંટ કરાવવી જોઈએ.3) શુગરને નિયંત્રિત:- લોહીમાં રહેલ શુગરની માત્રા વધવાથી ડાયાબિટીસની સમસ્યા થઈ શકે છે. આ અવસ્થાથી બચવા માટે કાચા કેળાનું સેવન કરી શકાય છે. તેમાં પ્રતિરોધી સ્ટાર્ચ અને ફાઈબરની સારી માત્રા જોવા મળે છે. પ્રતિરોધી સ્ટાર્ચ અને ફાઈબર લોહીમાં રહેલ શુગરના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ તેમાં જોવા મળતા એન્ટિડાયાબિટીક ગુણ ડાયાબિટીસની સમસ્યાને ઘટાડવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમજ, જો કોઈને ડાયાબિટીસની સમસ્યા હોય તો, તેને કાચા કેળાનું સેવન કરવાની સાથે સાથે ડૉક્ટરી ઈલાજ પણ જરૂરથી કરાવવો જોઈએ.
4) ગેસ્ટ્રોઇંટેસ્ટાઇનલ રોગ:- ગેસ્ટ્રોઇંટેસ્ટાઇનલ વિકારોમાં કબજિયાત, બવાસીર, સંક્રામક, ઝાડા અને પેટના કેન્સર જેવા રોગો સમાવિષ્ટ છે. આ રોગોથી કોઈ પણ ગ્રાસિત થઈ શકે છે. કાચા કેળાં ખાવાથી આ બધી જ સમસ્યાઓથી લડવામાં અને તેના લક્ષણોને અમુક હદે મટાડવામાં મદદ મળી શકે છે. નેશનલ સેન્ટર ઓફ બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશનમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ કાચા કેળામાં ફાઈબર અને સ્ટાર્ચની સારી માત્રા જોવા મળે છે અને ટે બંને આ રોગોમાં ફાયદાકારક ગણવામાં આવે છે.5) કેન્સર:- સાચા સમયે ઈલાજ ન મળવાથી કેન્સર જીવલેણ સાબિત થઈ શકે છે. એવામાં કેન્સરથી બચવા માટે પ્રાકૃતિક વિકલ્પથી સારું બીજું કઈં નથી અને તે માટે કાચા કેળાં પર વિશ્વાસ કરી શકાય છે. કેન્સરથી બચવા માટે કાચા કેળાના ફાયદા અસરકારક સાબિત થઈ શકે છે. એનસીબીઆઇમાં પ્રકાશિત એક મેડિકલ રિપોર્ટ મુજબ કાચા કેળાના લોટમાં પ્રતિરોધી સ્ટાર્ચ જોવા મળે છે, જે પ્રતિરોધક ક્ષમતાને સારી બનાવી શકે છે.
6) હ્રદય:- વધતું કોલેસ્ટ્રોલ અને રક્તચાપ હ્રદયની ગંભીર બિમારીનું કારણ બની શકે છે. હ્રદયના સ્વાસ્થ્યને જાળવી રાખવાના ગુણ કાચા કેળામાં જોવા મળે છે. તેમાં ફાઈબરની સારી માત્રા જોવા મળે છે. જે વધતાં કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકે છે. તે સિવાય કાચા કેળાના ગુણ હ્રદય સંબંધી સમસ્યાઓની બાબતમાં સુરક્ષાત્મક ભૂમિકા ભજવવામાં મદદ કરી શકે છે.7) ત્વચા:- સ્વાસ્થ્ય સિવાય ત્વચા માટે પણ કાચા કેળાં ફાયદાકારક ગણવામાં આવે છે. એક શોધ પરથી જાણકારી મળે છે કે, કેળાં ઘણા પ્રકારના વિટામીન અને એંટીઓક્સિડેંટથી ભરપૂર હોય છે. જે ચહેરા પર પડતી કરચલી તેમજ ખીલ ની સમસ્યાથી છુટકારો અપાવવામાં મદદ કરી શકે છે.
8) વાળ:- વાળની સારસંભાળ માટે કેળાને ઉપયોગી ગણવામાં આવે છે. વાસ્તવમાં, કેળાં કાર્બોહાઈડ્રેડ, પોટેશિયમ અને વિટામિન કેનો સમૃદ્ધ સ્ત્રોત ગણવામાં આવે છે. તે પોષકતત્વો વાળને સ્વસ્થ અને મુલાયમ રાખી શકે છે. તે તેને પોષણ પણ આપે છે, અને તૂટવાથી રોકે છે.કાચા કેળાના ઉપયોગો:- કાચા કેળાનો ઉપયોગ ઘણા પ્રકારના વ્યંજનો વગેરે બનાવવામાં કરવામાં આવે છે. અમે અહીં તેના અમુક ખાસ ઉપયોગો વિશે અહીં જણાવી રહ્યા છીએ. ઘણા શાકભાજી અને પકવાનોમાં બટેટાની જગ્યાએ કાચા કેળાનો ઉપયોગ કરી તેને સ્વાદિષ્ટ બનાવી શકાય છે. કેળાથી તમે સ્વાદિષ્ટ ટિક્કી બનાવી શકો છો.
માત્રા જાણવા મળતી માહિતી મુજબ પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, દરરોજ 225 ગ્રામથી લઈને 260 ગ્રામ સુધી કાચા કેળાં ખાઈ શકાય છે. સારું એ રહેશે કે આહાર વિશેષજ્ઞથી તેની માત્રા વિશે જરૂર પુછવામાં આવે. આમ કાચા કેળાનું સેવન યોગ્ય માત્રામાં કરવાથી તમને ઘણો ફાયદો થાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી