મિત્રો આપણા શરીરમાં ઘણી વખત ખરાબ કોલેસ્ટ્રોલ ભરાઈ જતું હોય છે. જેને કારણે આપણા શરીરને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખરાબ કોલેસ્ટ્રોલ જયારે આપણા શરીરમાં નસની અંદર ફસાય જાય છે ત્યારે તેને કાઢવું ખુબ જરૂરી બની જાય છે. આથી જો તમે ઈચ્છો છો કે, તમારા શરીરમાં ફસાયેલ ખરાબ કોલેસ્ટ્રોલ નીકળી જાય તો તમે તેના ઈલાજ માટે કેટલીક આયુર્વેદિક જડીબુટ્ટીનો ઉપયોગ કરી શકો છો. ચાલો તો આ જડીબુટ્ટી વિશે વધુ વિગતે જાણી લઈએ.
શરીરને કોલેસ્ટ્રોલની જરૂર હોય છે. કોલેસ્ટ્રોલ શરીરમાં સ્વસ્થ કોશિકાઓના નિર્માણમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે અને શરીર તેના વગર કામ કરી શકતું નથી. વાસ્તવમાં તે સારું કોલેસ્ટ્રોલ હોય છે, જે શરીર માટે જરૂરી હોય છે. એક ખરાબ કોલેસ્ટ્રોલ પણ છે, જે શરીર માટે ખતરનાક હોય છે. લોહીમાં વધેલ ખરાબ કોલેસ્ટ્રોલ તમને હૃદય રોગની મુશ્કેલીમાં મૂકી શકે છે.
ખરાબ કોલેસ્ટ્રોલ તમારી ધમનીઓમાં જઈને તેમને કઠોર અથવા બ્લોક કરી નાખે છે, જેનાથી હૃદય રોગ, નસોના રોગ અને અન્ય રોગોનું જોખમ વધી જાય છે. જો એક વખત તમારી ધમનીમાં અટકાવ થઈ જાય તો, તેનાથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે. 20 વર્ષથી વધુની ઉંમરની મહિલાઓમાં એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ 100 મિલિગ્રામ/ડીએલથી ઓછું હોવું જોઈએ અને 20 વર્ષથી વધુ ઉંમરના પુરુષોમાં પણ 100 મિલિગ્રામ/ડીએલથી ઓછું હોવું જોઈએ.
કોલેસ્ટ્રોલ ઘટાડવા માટેના ઉપાયોની વાત કરવામાં આવે તો, ફિઝિકલ રૂપથી એક્ટિવ રહેવાથી અને હેલ્થી ડાયટ લઈને ખરાબ કોલેસ્ટ્રોલથી લડવામાં મદદ મળી શકે છે. આંબળા અને જીરા જેવી ઘણી આયુર્વેદિક જડીબુટ્ટી પણ છે. જેના ઉપયોગથી શરીરમાં કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકાય છે.
1 ) આમળા – કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખવા માટે આમળા ખાવા જોઈએ. તમે તેને જ્યુસ અથવા પાવડરના રૂપમાં પણ લઈ શકો છો. તેનું સેવન ફળ કે ટેબલેટના રૂપમાં પણ કરી શકાય છે.
2 ) જીરું, કોથમીર અને વરિયાળી – આ જડીબુટ્ટીનો લાભ લેવા માટે તેની ચા પીવી. વરિયાળી અને જીરાનું સેવન માઉથ ફ્રેશર અથવા ભોજન પછી મુખવાસ તરીકે પણ કરવામાં આવે છે. તમે તેને ગરમ પાણીમાં મિક્સ કરીને પણ પિય શકો છો.
3 ) લસણ – લસણની એક કળી ખાલી પેટ ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે. તે કોલેસ્ટ્રોલની સાથે સાથે બીપી ઘટાડવામાં પણ મદદ કરે છે.
4 ) લીંબુ – તેને ગરમ પાણીમાં અથવા તો ખાલી પેટ ભોજનના એક કલાક પછી લેવું. લીંબુમાં વિટામિન સી સહિત તે બધા જ પોષકતત્વો રહેલા છે, જે શરીરના સારા કામકાજ માટે જરૂરી હોય છે.
5 ) આદું – તેને તમારી હર્બલ ચામાં વાટીને દિવસમાં એક કે બે વખત સેવન કરી શકાય છે. સૂંઠના ચૂર્ણને સવારે મધ સાથે અથવા પાણીમાં ઉકાળીને આખો દિવસ સેવન કરી શકાય છે.
6 ) અર્જુન જડીબુટ્ટી – તે હૃદય માટે સારી છે. તેની છાલને દૂધમાં મિક્સ કરીને સૂતી વખતે અર્જુનની ચા ના રૂપથી લઈ શકાય છે અથવા અર્જુન છાલને સવારે શંખના રૂપમાં લઈ શકાય છે. ત્યાં સુધી કે અર્જુન ટેબલેટનું પણ દરરોજ સેવન કરી શકાય છે.
7 ) ગુગળ – આ ગુગળ વસાને ઓગાળીને કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. તેનું સેવન એક જ દવાના રૂપમાં અથવા અન્ય જડીબુટ્ટી જેવી કે, ત્રિફલા ગુગળ અને મેદોહાર ગુંદર સાથે કરી શકાય છે.
8 ) ત્રિફલા – તે આમલકી, હરિતકી અને વિભીતકીથી બનેલ એક પ્રસિદ્ધ આયુર્વેદિક સૂત્રિકરણ છે. ત્રિફલા અને ત્રિકટુ બંને મધ સાથે મિક્સ કરીને ચૂર્ણ અથવા ગોળીના રૂપમાં સેવન કરી શકાય છે.
આમ તમે ઉપર આપેલ જડીબુટ્ટીનું સેવન કરીને શરીરમાં જામેલ ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી શકો છો અને તમારા હૃદયના સ્વાસ્થ્યને સારું રાખી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી