શિયાળામાં આ 6 બાબતોનું ધ્યાન રાખશો, તો બચી જશો હાર્ટ એટેકથી.

મિત્રો શું તમને ખબર છે કે શિયાળામાં જે લોકોને હાર્ટની તકલીફ હોય તેમને હૃદય રોગ થવાની સંભાવના વધી જાય છે. આથી તમારે તેમાં પણ ખાસ કરીને જે લોકો ઉંમર લાયક છે તેમણે શિયાળામાં પોતાના હાર્ટ ને લઈને વધુ તકેદારી રાખવી જોઈએ. આ સમયે વધુ ઠંડી હોવાથી તેમજ વાતાવરણ પણ ઠંડુ હોવાથી ઘણી મુશ્કેલી થઇ શકે છે. 

ઠંડા વાતાવરણ ને કારણે શરીરને જોઈતું તાપમાન બનાવી રાખવા માટે ઘણા શારીરિક સમાયોજન કરવા પડે છે. આ સમાયોજન હૃદય રોગના દર્દી માટે એક પડકાર બરાબર છે. આ ઉપરાંત ઠંડા વાતાવરણ ને કારણે આપણી હાર્ટ બીટ અને બ્લડ પ્રેશરમાં વૃદ્ધિ થાય છે. અને તમારા હૃદય માટે કામ કરવું ઘણું કઠીન હોય છે. રક્ત પ્રવાહમાં પણ તકલીફ થાય છે. જે આપણા હૃદય માટે ગંભીર સમસ્યા બની શકે છે. જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાઓ નું જોખમ વધી જાય છે. 

આથી આપણે શિયાળામાં હૃદયનું વધુ ધ્યાન રાખવું જોઈએ. પણ આપણે ઘણી વખત એ નથી જાણતા હોતા કે આવા સમયે શું કરવું જોઈએ. ચાલો તો એવી ઘણી ટીપ્સ વિશે આપણે વધુ વિગતે જાણી લઈએ. 

પોટેશિયમ યુકત ફળ અને શાકભાજી : શિયાળામાં તમારા હાર્ટને તંદુરસ્ત રાખવા માટે પોટેશિયમ યુક્ત ખોરાક ખાવો જોઈએ. પોટેશિયમ યુક્ત ફળ અને શાકભાજી જેવા કે ખાટા ફળ અને લીલા પાન વાળી સબ્જીઓ તમારા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તેમાંથી તમને ફાઈબર મળે છે. અને કોલેસ્ટ્રોલ પણ ઓછુ કરવામાં મદદ મળે છે. અને તેનાથી હૃદય સંબંધિત જોખમ પણ ઓછુ કરવામાં મદદ મળે છે. 

નિયમિત યોગાભ્યાસ : યોગ એ આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. હૃદય સંબંધી રોગોના જોખમ ઓછુ કરવા માટે યોગ ખુબ કારગર સાબિત થાય છે. એક રીપોર્ટ અનુસાર યોગ કરવાથી તમારા બ્લડ પ્રેશર ને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.આ સાથે યોગથી હૃદયની આર્ટરી માં રક્ત પ્રવાહ ને સુચારુ બનાવવામાં મદદ મળે છે. યોગ થી અવસાદ અને માનસિક વિકારોથી રાહત મળે છે. જેના કારણે હાર્ટ રેટ ઓછી થાય છે. 

ડ્રાયફ્રુટ્સ અને નટ્સ : એક અધ્યયન દ્રારા એવું સાબિત થયું છે કે ડ્રાયફ્રુટ્સ અને નેટ્સ હૃદય સંબંધી રોગોના જોખમ ને ઓછુ કરવામાં મદદ કરે છે. તે રક્ર્તમાં વસા ને સંતુલિત બનાવવામાં મદદ કરે છે, હાનીકારક કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ડ્રાયફ્રુટ્સ અને નટ્સ માં મેગ્નેશિયમ, વિટામીન-ઈ, ફાઈબર અને પોટેશિયમ જેવા તત્વો ભરપુર માત્રામાં હોય છે. જે હૃદયના સ્વાસ્થયને બનાવી રાખે છે. 

વજન  : વજન વધવું એ તમારા હૃદય માટે હાનીકારક છે. એક અધ્યયન અનુસાર વજન એ હૃદય સંબંધી સમસ્યાઓ માટે જોખમકારક છે. તમને ભલે મેટાબોલીજ્મ જેવી કોઈ સમસ્યા ન હોય પણ વજન વધારો હૃદય માટે હાનીકારક છે. હૃદય ના સ્વાસ્થ્ય બનાવી રાખવા માટે વજનને નિયંત્રિત કરવું ખુબ જરૂરી છે. 

એક્સસાઈજ : એક રીપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યું છે કે ગતિહીન અને નિષ્ક્રિય જીવન શૈલી હૃદય રોગના જોખમ અંતે જવાબદાર બની શકે છે. જે લોકોની શારીરિક ફિટનેસ કમજોર હોય છે તે લોકો હાર્ટ એટેક જેવી ગંભીર સમસ્યાઓનો અનુભવ કરે છે. આથી એક્સાઈજ કરવી તમારા માટે જરૂરી છે. તે તમને ફીટ રાખશે. 

આલ્કાહોલ અને ધુમ્રપાન : શરાબ અને ધુમ્રપાન ના કારણે તમારું બ્લડપ્રેશર અનિયંત્રિત રહે છે. જેનાથી તે તમારા હૃદય સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ પેદા કરી શકે છે. અલ્કોહોલનું વધુ પડતું સેવન કરવાથી તમારું વજન વધી શકે છે. જે હૃદય રોગનું કારણ બની શકે છે. જો તમને હૃદય સંબંધી તકલીફ છે તો તમારે અલ્કાહોલ અને ધુમ્રપાન નું સેવન ન કરવું જોઈએ. 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment