હાઈ બ્લડ પ્રેશર આજના સમયમાં અત્યંત સામાન્ય સમસ્યા બની ગઈ છે. તમે અનેક લોકોને આ સમસ્યાથી સંઘર્ષ કરતા જોયા હશે. આ સમસ્યાને નજરઅંદાજ કરવી જીવલેણ સાબિત થઈ શકે છે. કેટલાક મામલાઓ માં આ હૃદય નો હુમલો, હૃદય બંધ પડી જવું, સ્ટ્રોક, ડિમેન્શિયા નું કારણ પણ બની શકે છે. લાઈફસ્ટાઈલ બીપીની સમસ્યામાં અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. તેથી વિશેષજ્ઞ જણાવે છે કે હાઈ બ્લડપ્રેશરની સમસ્યાને લાઈફસ્ટાઈલમાં સુધારો કરીને ઓછી કરી શકાય છે. સામાન્ય બ્લડપ્રેશર 120/80 mmHg સુધી હોય છે. 120 થી 140સિસ્ટોલિક અને 80 થી 90 ડાયસ્ટોલિક ની વચ્ચે બ્લડ પ્રેશરને પ્રી-હાયપરટેન્શન માનવામાં આવે છે અને 140/90 થી વધારે હોય તો તેને હાઇબ્લડપ્રેશરના રૂપમાં માનવામાં આવે છે ઉંમર પ્રમાણે આની રેન્જ બદલાતી રહે છે.
કેટલાક લોકોને આ સમસ્યા માટે દવા પર પણ રાખવામાં આવે છે, પરંતુ કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે હાઈ બ્લડપ્રેશરની સમસ્યાને વગર દવાએ પણ બ્લડપ્રેશરની સમસ્યાને સારી કરી શકાય છે. બસ તેના માટે કેટલાક ઉપાય કરવાના રહેશે. જો તમે પણ એવા લોકો માંથી છો જેમને હાઇ બ્લડપ્રેશરની ફરિયાદ છે અને વગર દવાએ તેનો ઈલાજ કરવા ઇચ્છતા હોવ તો આ રીત અપનાવી શકો છો.
1) વજન ઓછું કરો : વજન વધવાથી બ્લડ પ્રેશર વધી જાય છે. વળી વધુ વજન હોવાથી સૂતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને બ્લડ પ્રેશરને વધારી દે છે. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનો સૌથી સારો વિકલ્પ વજન ઓછું કરવું એ છે. જો તમે વધુ વજનવાળા છો કે સ્થૂળતા ગ્રસ્ત છો તો વજન ઓછું કરવા થી પણ બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ મળે છે. વજન ઓછું કરવાની સાથે કમરની આસપાસ જામેલી ચરબી પર પણ ધ્યાન આપો કારણ કે કમરની આસપાસ ચરબી થી પણ બ્લડ પ્રેશરની સમસ્યાનું જોખમ રહે છે.
2) દરરોજ એક્સરસાઇઝ કરો : દરરોજ એક્સરસાઇઝ કરવાથી બ્લડપ્રેશર ઓછું કરવામાં મદદ મળે છે. એક્સપર્ટ પ્રમાણે દર અઠવાડિયે લગભગ 150 મિનિટ ની એક્ટિવિટી કે રોજિંદી લગભગ 30 મિનિટની એક્ટિવિટીથી બ્લડપ્રેશરમાં કમી જોવા મળશે. આમ કરવાથી બ્લડ પ્રેશર લગભગ 5 થી 8 મિમી Hg સુધી ઓછું થઈ શકે છે. પરંતુ જેવી જ તમે એક્સરસાઇઝ કરવાનું બંધ કરો છો ત્યાંજ બ્લડ પ્રેશર ફરીથી વધવા લાગશે. તેથી એક્સરસાઈઝ કરવા ને તમારું રૂટીન બનાવો.
3) હેલ્ધી ડાયટ લો : આખુ અનાજ, ફળ શાકભાજી અને ઓછી ફેટવાળા ડેરી ઉત્પાદનો થી ભરપુર ડાયટ લેવાથી બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદ મળે છે. સાથે સાથે સેન્ચ્યુરેડ ફેટ, અને કોલેસ્ટ્રોલ વધારવા વાળા ફૂડ ખાવાથી બચવું. પોતાના ખોરાકની આદતોને બદલવી સરળ નથી પરંતુ થોડી મહેનત અને પોતાના પર કંટ્રોલ કરીને જો તમે આમ કરશો તો બ્લડપ્રેશરને સરળતાથી ઓછું કરી શકશો.
4) મીઠું ઓછું ખાવ : જમવામાં મીઠુ ઓછું ખાવાથી બ્લડ પ્રેશર તો ઓછું થશે જ પરંતુ હૃદયના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. જો કોઈ ડાયટમાં મીઠું ઓછું લે છે તો તેના બ્લડ પ્રેશરમાં લગભગ પાંચ થી છ મિમી Hg સુધી કમી આવી શકે છે. સામાન્ય રૂપે સોડિયમ ને 2,300 મીલીગ્રામ સુધી સીમિત કરવું. જેને બ્લડપ્રેશરની સમસ્યા હોય તેઓ આનાથી પણ ઓછા સોડિયમનું સેવન કરે.
5) દારૂનું નું પ્રમાણ સીમિત માત્રામાં કરવું : આમ તો દારૂને સ્વાસ્થ્ય માટે સારું નથી માનવામાં આવતું. જો પુરુષ દારૂનું પ્રમાણ બે ડ્રિન્ક સુધી સીમિત કરે તો પણ તેમને બ્લડપ્રેશર ઓછું કરવામાં ઘણી મદદ મળી શકે છે. પરંતુ જો તમે અત્યંત વધુ પ્રમાણમાં દારૂ પીવો છો તો આ તમારી સમસ્યાને વધારી શકે છે.
6) કેફીન દ્રવ્યોનું સેવન ઓછું કરો : બ્લડપ્રેશરમાં કેફીન દ્રવ્યોની ભૂમિકા ઉપર હજુ પણ રિસર્ચ ચાલી રહ્યું છે. પરંતુ જે લોકો કેફીન વાળા ડ્રિન્ક કે કોફી નું સેવન ઓછા પ્રમાણમાં કરે છે, જો આવા લોકો કોઈકવાર કેફીન ડ્રિન્ક પી લે છે તો તેવા લોકોમાં બ્લડ પ્રેશર 10 મિમી Hg સુધી વધી શકે છે. તેથી જે લોકો ક્યારેય કોફી નથી પીતા તેવા લોકો આનાથી બચવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી