મિત્રો આપણા શરીરમાં જો લોહીની ઉણપ જણાય તો શરીર ખુબ અસ્વસ્થ રહેવા લાગે છે. અને દિવસે દિવસે શરીર કમજોર થવા લાગે છે. પછી આગળ જતા તે લોહીનું કેન્સર પણ થઈ શકે છે. આથી જો તમને લોહીને લગતા કોઈ અલગ જ તેમજ વિચિત્ર લક્ષણ દેખાય તો તેને નજરઅંદાજ ન કરતા, અને તેનો સમયે ઈલાજ કરવો જોઈએ.
બ્લડ કેન્સર એક ખતરનાક રોગ છે પરંતુ તેના પ્રારંભિક લક્ષણોને જાણીને, સમયસર આ રોગની ઓળખ કરી શકાય છે. તમે જાણો છો કે, આપણા શરીરનું એક મહત્વપૂર્ણ ઘટક લોહી છે. જરૂરી પોષક તત્વો, ઓક્સિજન વગેરે આપણા શરીરના તમામ અવયવોમાં લોહી દ્વારા જ પહોંચે છે. જો કોઈ વ્યક્તિના લોહીમાં કોઈ રોગ છે, તો સમસ્યા ખુબ મોટી થઈ શકે છે. બ્લડ કેન્સર એક ખતરનાક રોગ છે. તમે જાણો છો કે, આપણા લોહીમાં બે પ્રકારના કોષો હોય છે, જેને લાલ રક્તકણો અને સફેદ રક્ત કોશિકાઓ કહેવામાં આવે છે. આપણા શરીરમાં પૂરતું લોહી હોવું ખુબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે ઓક્સિજન અને અન્ય પોષકતત્વો ફક્ત લોહી દ્વારા શરીરના અવયવો સુધી પહોંચે છે.બ્લડ કેન્સર અસ્થિ મજ્જાથી શરૂ થાય છે કારણ કે ત્યાં લોહી રચાય છે. બ્લડ કેન્સર ઘણા પ્રકારના હોય શકે છે. પ્રારંભિક તબક્કે તેના લક્ષણો ખુબ સામાન્ય છે, જેને લોકો ઘણીવાર અવગણે છે. તો આજે અમે તમને બ્લડ કેન્સરના સામાન્ય લક્ષણો વિશે જણાવશું.
વારંવાર ચેપ લાગવાથી : બ્લડ કેન્સરના લીધે વ્યક્તિ વારંવાર ચેપથી પીડાય છે. હકીકતમાં બ્લડ કેન્સરમાં દર્દીઓના લોહીમાં કેટલાક કોષો વિકસે છે, જે તંદુરસ્ત કોષોને નુકશાન પહોંચાડવાનું શરૂ કરે છે. લોહી આપણા શરીરના દરેક ભાગમાં પહોંચતું હોવાથી તેના લક્ષણો શરીરના કોઈ પણ ભાગમાં પણ જોઈ શકાય છે. સામાન્ય રીતે બ્લડ કેન્સરના કિસ્સામાં દર્દીને ત્વચાનો ચેપ અથવા ત્વચાનો ભૂરો રંગ, ફોલ્લીઓ અથવા ફેફસામાં ચેપ, ગળા અને મોં માં ચેપ થવાનું શરૂ થાય છે. એક સાથે અનેક ચેપ પણ થઈ શકે છે.ઈજાને કારણે લોહીનું બંધ ન થવું : જ્યારે પણ આપણા શરીરમાં કોઈ ઈજા કે ખંજવાળ આવે છે, ત્યારે રક્તસ્ત્રાવ ટૂંકા સમયમાં જ બંધ થઈ જાય છે. તેનું કારણ એ છે કે, જ્યારે બહારની હવામાં સંપર્ક કરવામાં આવે ત્યારે લોહી થીજવાની પ્રક્રિયા શરૂ થાય છે. પરંતુ બ્લડ કેન્સરના દર્દીમાં એવું નથી થતું. જો કોઈ વ્યક્તિને ઈજાને કારણે ટૂંક સમયમાં રક્તસ્ત્રાવ બંધ ન થાય અથવા ઘાવને મટાડવામાં સામાન્ય કરતા વધુ સમય લે છે, તો તે બ્લડ કેન્સરનું નિશાની હોય શકે છે. ઈજા ઉપરાંત નાક અથવા પેઢામાંથી રક્તાસ્ત્રવના સંકેતો અને પીરીયડ્સ દરમિયાન વધુ પડતા રક્તસ્ત્રાવ પણ શામેલ છે. તેથી એકવાર તમે ડોક્ટર સાથે મળીને તપાસ કરાવી લો.
દરેક સમયે થાક અને સુસ્તી : થાક અને સુસ્તી એ ખુબ સામાન્ય લક્ષણો છે, જે તમે ઘણી વાર તમારી અંદર જોઈ શકો છો. પરંતુ જો થાકને લીધે તમને રોજિંદા કામમાં તકલીફ થવા લાગે છે અને તમે દિવસભર સુસ્ત રહો છો, તો એકવાર તેની તપાસ કરવો. તે બ્લડ કેન્સરનું પ્રારંભિક લક્ષણ પણ હોય શકે છે.ઝડપથી વજન ઘટી જવું : જો અચાનક તમારું વજન ઓછું થવા લાગે છે, તો પહેલા તમારું વજન તપાસ કરાવો. જો એક મહિનામાં તમારું વજન કોઈ પણ પ્રયત્નો કર્યા વિના 2.5 કિલોથી વધુ ઓછું થઈ ગયું છે, તો તે શરીરમાં સમસ્યાની નિશાની હોય શકે છે. બ્લડ કેન્સર હોવાથી પણ કોઈ પણ કારણ વગર વ્યક્તિનું વજન ઓછું થવા લાગે છે.
સાંધાનો દુઃખાવો : આપણે સાંધાના દુઃખાવાની સમસ્યાને પણ ખુબ સામાન્ય ગણીએ છીએ. સંધિવા, થાક, ઈજા, ટેસ્ટીઓપોરોસીસ વગેરે સહિત સાંધાના દુઃખાવાના સામાન્ય રીતે ઘણા કારણો હોય છે. પરંતુ બ્લડ કેન્સરને લીધે તમારા સાંધા અને હાડકામાં પણ પીડા અનુભવી શકો છો. જો હાડકા અને સાંધામાં દુખાવો થાય તો માત્ર આર્થરાઇટિસ જ નહિ પરંતુ બ્લડ કેન્સરના લક્ષણ પણ હોય શકે છે. બ્લડ કેન્સર અસ્થિ મજ્જામાં થતો રોગ છે, જે આપણા સાંધા અને હાડકાની આસપાસ ખુબ જ વધારે માત્રામાં જોવા મળે છે. સફેદ રક્ત કોશિકાઓ વધી જવાના કારણે થાય છે.ભૂખ ઓછી લાગવી અને પેટના રોગો : બ્લડ કેન્સર તમારી પાચક સિસ્ટમને પણ ખરાબ અસર કરે છે. આ જ કારણ છે કે લોહીના કેન્સરને કારણે લોકોને ઓછી ભૂખ લાગે છે અને પેટના રોગો જેવા કે કબજીયાત, અપચો, મળ સાથે રક્તસ્ત્રાવ, પેશાબથી લોહી નીકળવું જેવા ઘણા લક્ષણો જોવા મળે છે. જો તમને આ લક્ષણો દેખાય છે, તો તમારા ડોક્ટર પાસેથી કારણ શોધવાનો પ્રયાસ કરો.
આમ કોઈ પણ પ્રકારની તમારા શરીરમાં અસર જોવા મળે તો તમારે એક વખત પોતાના ડોક્ટરને જરૂર બતાવવું જોઈએ. જો કે બ્લડ કેન્સર એ ખુબ જ જાનલેવા રોગ છે. તેમાં વ્યક્તિને વારંવાર લોહી ચડાવવું પડે છે. વ્યક્તિનું શરીર શુષ્ક થવા લાગે છે. તેનું શરીરમાં લોહીના તત્વોની ઉણપ હોવાથી શરીર ફિક્કુ થવા લાગે છે.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી