આ 5 સંકેતો બતાવે છે કે ભોજનથી નથી મળી રહ્યું યોગ્ય પોષણ, કરો આ એક કામ વગર દવાએ મળી જશે બધી જ સમસ્યાઓમાંથી છુટકારો…

ઘણા લોકોની ફરિયાદ હોય છે કે તે ખુબ જ સારું ડાયટ લઈ રહ્યા છે, શુદ્ધ ભોજનનું સેવન કરે છે  અને બધી જ પૌષ્ટિક વસ્તુઓને પોતાના આહારમાં સામેલ કરે છે, પરંતુ આ બધું કરવા છતાં પણ તેમને તંદુરસ્તીથી જોડાયેલ કોઈ પરેશાની થઈ રહી છે તો તમારા ડાયટમાં હજુ કંઈક કમી હોય શકે છે.

સામાન્ય રીતે આ વાત આ ઉદાહરણ દ્વારા સમજી શકાય છે કોઈને કબજિયાતની સમસ્યા છે અને તે પોતાના ડાયટમાં વધુ પડતું લિક્વિડ વસ્તુઓનું સેવન કરે છે, પણ કબજિયાતની સમસ્યા ઠીક નથી થઈ રહી. આ પ્રકારની અનેક શારીરિક સમસ્યાઓ છે, જે થવાથી સમજાતું નથી કે, શું કરવું જોઈએ અને લાખ કોશિશ કરવા છતાં પણ આ સમસ્યા ઓછી નથી થઈ રહી.આ સમયે મનમાં સવાલ થાય છે કે, શું માત્ર સારું ભોજન ખાવું જ શરીરને તંદુરસ્ત રાખી શકે છે ? પરંતુ એવું નથી હોતુ. આ વિશે નિષ્ણાંત જણાવે છે કે, એવા 5 સંકેત જે તમારું શરીર સારું ભોજન કરવા છતાં પણ તેમાં રહેલ પોષક તત્વો ગ્રહણ કરવામાં સક્ષમ નથી હોતું. આજે આ લેખમાં એવા જ સંકેત અને લક્ષણો વિશે જણાવશું, માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

પેટ નિયમિત સાફ ન થવું : ઘણા લોકોની ફરિયાદ હોય છે કે તેમનું પેટ દરરોજ સાફ નથી આવતું. શું તમે એ વાત જાણો છો કે, જો પેટ દરરોજ સાફ નથી આવતું તો પેટમાં ઇન્ફેકશન પેદા થઈ શકે છે. આવું ત્યારે થાય છે જ્યારે તમે ઓછા ફાઈબર યુક્ત ભોજન લો છો.

આ માટે તમારે રેસાદાર શાકભાજીઓ, ઓટમીલ, મકાઈ, દાળ રેસાવાળા ફળ, વગેરેનું સેવન કરવું જોઈએ અને દિવસભર ભરપુર માત્રામાં પાણી પીવું જોઈએ.

માથાનો દુઃખાવો, શરદી અથવા ખોરાક ન પચવો : જો તમને વારંવાર માથાનો દુઃખાવો, શરદી, તાવ આવે છે. તો સમજી લો કે તમે જે આહાર લઈ રહ્યા છો તેમાં કંઈક કમી છે. જો તમે વધુ ચા, કોફી, આર્ટીફીશલ સ્વીટનર, ફ્રોઝન ફૂડ, સિંગદાણા અને ફર્મેટેડ ફૂડનું સેવન કરો છો તો તમને માથાના દુઃખાવાની સમસ્યા થઈ શકે છે. જ્યારે વધુ ઠંડી વસ્તુઓ ખાવાથી તાવ આવી શકે છે. એવું એટલા માટે કારણ કે તમારા શરીરની ઇમ્યુનિટી નબળી હોય છે.

તો આ સમસ્યામાં તમારે પોતાના આહારમાં ઝિંક અને વિટામીન સી યુક્ત ફૂડ આઈટમને જરૂર સામેલ કરો તેનાથી તમને રાહત મળશે.

ત્વચામાં ચમક ન હોવી : સુંદર દેખાવું દરેક ઈચ્છે છે. તેવામાં ત્વચાની ચમક ઓછી થઈ જાય તો સુંદરતા ભંગ થઈ જાય છે. તમે જરૂર પૌષ્ટિક આહાર લેતા હો, પણ તેમાં રહેલ પોષક તત્વ તમારા શરીરને નથી પહોંચતા તો તમારા ચહેરાની ચમક ગાયબ થઈ જશે. આવું ત્યારે થાય છે જ્યારે શરીરમાં પોટેશિયમ, વિટામીન કે, અથવા ઈ ની કમી હોય.

આ સમસ્યા માટે પોતાની ડાયેટમાં નારિયેળ તેલ, અને ટમેટા જરૂર સામેલ કરો. ટમેટામાં એ એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે ત્વચા માટે ફાયદાકારક છે. જ્યારે નારિયેળ તેલમાં પોટેશિયમ, વિટામીન કે અને ઈ હોય છે.

વાળ ખરવાની સમસ્યા : આપણા વાળ પ્રોટીનથી બનેલા હોય છે. જો શરીરમાં ઉચિત માત્રામાં પ્રોટીન નથી પહોચતું તો વાળ ખરવાની સમસ્યા થઈ જાય છે. વાળ ખરવાના અન્ય કારણ પણ હોય શકે છે. પણ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે પોતાની ડાયેટમાં અન્ય પોષક તત્વની સાથે પ્રોટીન યુક્ત ફૂડ સામેલ કરવું જોઈએ.

જેમાં દાળ, ડેરી પ્રોડક્ટ્સ, શિમલા મરચા, પાલક વગેરે પ્રોટીન યુક્ત વસ્તુઓનું સેવન કરવું જોઈએ.બ્રેઈન ફોગ અને થાક લાગવો : બ્રેઈન ફોગ એ કોઈ સામાન્ય સમસ્યા નથી. નિંદર પૂરી ન થવાથી અથવા સાઉન્ડ સ્લીપ ન લેવાથી બ્રેઈન ફોગની સમસ્યા થઈ શકે છે. બ્રેઈન ફોગ થવા પર વ્યક્તિ યાદ રાખવામાં અને વિચારવાની શક્તિ નથી કેળવી શકતા. આમ થવાથી તમને ઘણી શારીરિક સમસ્યાઓનો ખતરો થઈ શકે છે. જો તમને પણ આ સમસ્યા થઈ રહી છે તો પોતાની ડાયટમાં એવી વસ્તુઓ સામેલ કરો જેના સેવનથી તમને રાત્રે નિંદર સારી આવે.

તેના માટે તમારે રાત્રે ડીનરમાં દૂધ અને કેળાનું સેવન કરી શકો છો. આ બંનેમાં ટ્રાઈટોફન નામનું તત્વ હોય છે, જેનાથી નિંદર સારી આવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment