આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. એક સારા કોલેસ્ટ્રોલ અને બીજા ખરાબ કોલેસ્ટ્રોલ. જયારે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે ત્યારે શરીરને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આથી શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ જળવાઈ રહે તે માટે તમારે પોતાના ખોરાકનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. કોલેસ્ટ્રોલનું લેવલ સરખું રાખવા માટે તેલ મહત્વપૂર્ણ હોય છે. આથી તમારે એવા તેલને પોતાના ખોરાકમાં સામેલ કરવું જોઈએ. જે શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે નહિ પણ કંટ્રોલમાં રાખે.
કોલેસ્ટ્રોલ વધવાની જ્યારે પણ વાત થાય છે, તો ખાવાના તેલને તેનું સૌથી મોટું કારણ ગણવામાં આવે છે. ઘણી હદે એ વાત સાચી છે કે, તેલના વધારે ઉપયોગથી કોલેસ્ટ્રોલ જ નહીં પરંતુ, અન્ય ઘણી સ્વાસ્થ્યની સમસ્યાઓનું જોખમ થઈ શકે છે. જો તમે કોલેસ્ટ્રોલ ઘટાડનારું ડાયટ પ્લાન ફોલો કરી રહ્યા હોય તો, તેનો મતલબ એ નથી કે, તમે તેલનો સાવ ઉપયોગ જ ન કરો. વાસ્તવમાં તમને સાચું તેલ પસંદ કરવાની અને ઉપયોગની રીત આવડવી જોઈએ.
સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે, કોલેસ્ટ્રોલ શું છે અને તે વધવાથી સ્વાસ્થ્ય માટે જોખમ કંઈ રીતે થાય છે ? કોલેસ્ટ્રોલ લોહીની નસોમાં મોમ જેવો એક પદાર્થ હોય છે. તેની ઓછી માત્રાથી કોઈ નુકશાન થતું નથી, પરંતુ તે વધવાથી નસોમાં બ્લોકેજ થઈ શકે છે. જેનાથી હૃદય રોગ, સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ થઈ શકે છે. આમ હૃદયના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે તમારે કોલેસ્ટ્રોલ લેવલ વધે નહિ તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે.
જ્યારે હેલ્દી ઓઈલની વાત આવે છે તો, ઘણી શોધ એ વાત પર જોર આપે છે કે, તમારા દ્વારા ઉપયોગમાં લેવાતા તેલમાં મોનોઅનસેચૂરેટેડ ફૈટ અને પોલીઅનસેચૂરેટેડ ફૈટ હોવું જોઈએ. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે. ચાલો જાણીએ ક્યાં ક્યાં તેલમાં આ ગુણ જોવા મળે છે.
અળસીનું તેલ : જો કે અળસી એ તમારા સ્વાસ્થ્ય માટે સારો ખોરાક છે. તેમજ તેનું તેલ પણ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. આ તેલમાં 65% મોનોઅનસેચૂરેટેડ અને 28% પોલીઅનસેચૂરેટેડ ફૈટ હોય છે. તેનું સ્મોક પોઈન્ટ 225˚F છે. આ તેલને ગરમ ન કરવું. તે ગરમ કર્યા વગર રસોઈ બનાવવા માટે ખુબ સારું છે.
ઓલિવ ઓઈલ : આ તેલમાં 78% મોનોઅનસેચૂરેટેડ અને 8% પોલીઅનસેચૂરેટેડ ફૈટ હોય છે. તેનું સ્મોક પોઈન્ટ 320˚F થી 400˚F છે. ઓલિવ ઓઈલનો ઉપયોગ શાકભાજીને શેકવા માટે મધ્યમ કે ઉચ્ચ તાપમાને ગરમ કરવું. વર્ઝીન ઓલિવ ઓઈલને ધીમા તાપમાને ગરમ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે.
રાઈસ બ્રાન ઓઈલ : આ તેલમાં 44% મોનોઅનસેચૂરેટેડ અને 34% પોલીઅનસેચૂરેટેડ ફૈટ હોય છે. તેનું સ્મોકીંગ પોઈન્ટ 450˚F છે. આ તેલ ઉચ્ચ ગરમીનો સામનો કરી શકે છે અને તેને ધીમા તાપમાને અથવા ગરમી વગર બનાવાતા વ્યંજનોમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે.
સોયાબીન તેલ : સોયાબીન એ સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે હેલ્દી ખોરાક માનવામાં આવે છે. આ તેલમાં 25% મોનોઅનસેચૂરેટેડ અને 60% પોલીઅનસેચૂરેટેડ ફૈટ હોય છે. તેનું સ્મોકીંગ પોઈન્ટ 450˚F છે. આ તેલ ડીપ ફ્રાઈ માટે ઉચ્ચ ગરમીનો સામનો કરી શકે છે. તે સિવાય તેને કોઈ પણ તાપમાને રસોઈ કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે.
તલનું તેલ : તલનું તેલ હાડકાઓ તેમજ શરીરને ફીટ રાખવા માટે સારું માનવામાં આવે છે. આ તેલમાં 41% મોનોઅનસેચૂરેટેડ અને 44% પોલીઅનસેચૂરેટેડ ફૈટ હોય છે. તેનું સ્મોકીંગ પોઈન્ટ 350˚F થી 450˚F છે. આ તેલ હિટ ફ્રાઇંગ અને ડીપ ફ્રાઇંગ જેવા ઉચ્ચ ગરમી વાળા વ્યંજનોમાં ઉપયોગમાં લેવાય છે.
આમ જો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું છે તો તમારે તરત જ ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી