મિત્રો હાલ એટલા તડકા પડી રહ્યા છે કે, તમને તાપને કારણે કોઈ પણ સમસ્યા થઈ શકે છે, કોઈને સ્કીનની સમસ્યા થાય છે, તો કોઈને લૂ લાગવાથી ઝાડા-ઉલ્ટીની તકલીફ થાય છે, તો કોઈનું બીપી લો અથવા હાઈ થઈ જાય છે, તો કોઈને પેટમાં ગરમી થઈ જાય છે. આ સમયે તમે કેટલાક હેલ્દી ડ્રીંક્સ પિયને તમારા પેટની ગરમી શાંત કરી શકો છો.
તમે જાણો છો તેમ એપ્રિલ અને મેં મહિનામાં વધુ ગરમી પડે છે. આ મહિનામાં લોકોની ખાવાની ઈચ્છા લગભગ નહિ બરાબર થઈ જાય છે. જયારે તમને સતત ઠંડુ પીવાનું મન થાય છે. તેનું કારણ પેટની ગરમી હોય શકે છે. પેટની ગરમીને કારણે લોકોની ખાવાની ઈચ્છા ખત્મ થઈ જાય છે. જયારે પેટની ગરમીને કારણે શરીરમાં ઘણા પ્રકારની પરેશાનીઓ જેવી કે એસિડીટી, કબજિયાત, અપચો વગેરે થઈ શકે છે. પેટની ગરમીને શાંત કરવા માટે તમે પોતાના આહારમાં ઘણા હેલ્દી ડ્રીંક્સ સામેલ કરી શકો છો. આ હેલ્દી ડ્રીંકના સેવનથી તમારા પેટની ગરમી શાંત થઈ જાય છે. સાથે જ તમને ઠંડક મળે છે. આજે આપણે આ લેખમાં કેટલાક હેલ્દી ડ્રીંક વિશે જાણશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
શેરડીનો રસ : શેરડીના રસનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણી રીતે લાભકારી માનવામાં આવે છે. ખાસ કરીને ઉનાળામાં શેરડીનું સેવન એક સારો વિકલ્પ છે. તે શરીરની ઘણી સમસ્યાઓનો કુદરતી રીતે ઈલાજ કરવામાં ઉપયોગી થઈ શકે છે. જો તમે પેટની ગરમીથી પરેશાન છો તો શેરડીનો રસ પીવો. ખાસ કરીને શેરડીમાં આદુ અને ફુદીનો નાખીને તેનો સ્વાદ વધારી શકો છો. સાથે જ તે પેટની ગરમી માટે ખુબ જ સારો માનવામાં આવે છે.
લીંબુ પાણી : લીંબુ પાણીનું સેવન તમે દરેક ઋતુમાં કરી શકો છો. આ એક એવું ડ્રીંક છે જેનું નામ આપણા મોઢા પર પહેલું આવે છે. ઉનાળામાં લીંબુ પાણીનું સેવન કરવાથી તમારા પેટને ઠંડક મળે છે. સાથે જ તેનો ચટપટો, મીઠો અને નમકીન સ્વાદ લોકોની પહેલી પસંદ છે. જો તમે ઉનાળામાં મીઠું અને ખાટું પીવા માંગતા હો, તો લીંબુ પાણી પીવો. તેનાથી પેટની ગરમી શાંત થઈ જાય છે. સાથે જ મગજ પણ ફ્રેશ રહે છે.
તરબુચનું જ્યુસ : પેટની ગરમી શાંત કરવા માટે તરબુચનું જ્યુસ ખુબ જ લાભકારી છે. આ જ્યુસ ઉનાળામાં શરીરને ઠંડક આપવાનું કામ કરે છે. સાથે જ તમને ડીહાઈડ્રેશનની પરેશાનીથી પણ છુટકારો અપાવે છે. ઉનાળામાં મન અને પેટને શાંત કરવા માટે તમે નિયમિત રૂપે તરબુચનું જ્યુસ પિય શકો છો.
નાળિયેર પાણી : પેટની ગરમી ઓછી કરવા માટે નાળિયેર પાણી પણ ખુબ લાભકારી સાબિત થઈ શકે છે. આ પાણી તમને ધકધખતી ગરમીથી રાહત અપાવે છે. સાથે જ તેનાથી શરીરને અન્ય ફાયદાઓ, જેમ કે વજન વધારો, બ્લડ પ્રેશર, સ્ટ્રેસથી રાહત અપાવે છે. જો તમે નિયમિત રૂપે દરરોજ સવારે ખાલી પેટ નાળિયેર પાણી પીવો છો તો આ તમારા શરીરને ડીહાઈડ્રેશનથી બચાવ કરી શકે છે. વાસ્તવમાં નાળિયેર પાણી આપણા શરીરમાં ઇલેક્ટ્રોલાઈટના રૂપમાં પણ કામ કરે છે. તેવામાં પેટની વધતી ગરમી ઓછી કરવા માટે તમે આ પાણીનું સેવન કરી શકો છો.
જવનું પાણી : ઉનાળામાં પેટને ઠંડુ રાખવા માટે જવનું પાણી ઘણું લાભકારી થઈ શકે છે. આ ડ્રીંકના ઉપયોગથી ઘણા લાંબા સમયથી કરવામાં આવે છે. આ સમગ્ર શરીર માટે એક દવાની જેમ કામ કરે છે. જો તમે પેટને ઠંડુ રાખવા માટે જવનું પાણી તૈયાર કરો છો, તો તેમાં થોડું મધ અને લીંબુનો સ્વાદ ઉમેરી શકો છો. તેનાથી તેનો સ્વાદ વધે છે. સાથે જ તે સ્વાસ્થ્યની દ્રષ્ટીએ ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.
ઉનાળામાં પેટને શાંત કરવા માટે તમે આ હેલ્દી ડ્રીંકનું સેવન કરી શકો છો. તે પેટને ઠંડુ રાખવાની સાથે શરીરને અન્ય પરેશાનીથી બચાવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી