આજના સમયમાં જે આપણી ખાણીપીણી છે તેને જોતા આજે દરેક લોકોને પેટને લગતી તકલીફ ઉભી થાય છે. જયારે બવાસીર એ પણ એક પેટને લગતી બીમારી છે. જેમાં માણસને મળ ત્યાગ કરવામાં ખુબ જ બળ કરવું પડે છે. આથી તમારે ખાસ કરીને પોતાની લાઈફ સ્ટાઈલ અને ખાણીપીણીનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. આ એક કિડનીમાં થતી પરેશાની છે. જેમાં ઘણી વખત મળની સાથે લોહી પણ પડે છે. આથી સમય રહેતા તેનો ઈલાજ કરવો જરૂરી છે.
બવાસીર એક ગંભીર સમસ્યા છે જેનાથી આજકાલ ઘણા લોકો પરેશાન છે. તે કિડનીમાં થતી એક સમસ્યા છે જેમાં સામાન્ય રીતે અંદરની અને બહારની નસોમાં સોજો આવી જાય છે. બવાસીર થાય ત્યારે મળ ત્યાગ કરવું મુશ્કેલ થઈ જાય છે અને જ્યારે વધારે જોર લગાડવામાં આવે છે તો આ નસો પર દબાણ આવે છે. જેનાથી લોહી આવી શકે છે અને ગંભીર દુખાવો થઈ શકે છે.
એક્સપર્ટ્સ માને છે કે, બવાસીરનું સૌથી મોટું કારણ કબજિયાત છે. જે ખોટી ખાણીપીણી અને સુસ્ત જીવનશૈલીના કારણે થઈ શકે છે. બવાસીર બે પ્રકારે થાય છે. આંતરિક અને બાહ્ય. આંતરિક બવાસીરમાં કિડનીની અંદર નસો ફૂલી જાય છે અને જોર લગાડવામાં આવે ત્યારે તેમાં લોહી આવી શકે છે. બાહ્ય બવાસીરમાં કિડનીની બહાર મસ્સા થઈ જાય છે જેનાથી મળ ત્યાગ કરવું ખુબ જ મુશ્કેલ અને દુખાવો થઈ શકે છે. આ સમસ્યા ખુબ જ પીડા દાયક હોય છે.
જો બવાસીરના ઈલાજની વાત કરીએ તો, એક્સપર્ટ ફાઈબર અને પાણીથી ભરપૂર વસ્તુઓના સેવનની સલાહ આપે છે. એવું માનવામાં આવે છે કે, હેલ્થી ડાયટ લઈને અને ફિઝિકલ એક્ટિવિટીમાં સાથે તેનાથી નીપજી શકાય છે. જર્નલ ઓફ ફાર્મસી એન્ડ ટેકનોલોજી પર પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, બવાસીરના ઈલાજ માટે અમુક જડીબુટ્ટીઓ પણ છે, જે તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.
તલના બીજ અને તેલ : બવાસીરના ઈલાજ માટે તલના બીજ અને તેલ ફાયદાકારક છે. તેનું વૈજ્ઞાનિક નામ સેસમમ ઇંડિકમ છે. તેના છોડ ઉષ્ણકટિબંધિય જળવાયુમાં સરખી રીતે વધે છે. અધ્યયન મુજબ, તે ખૂની બવાસીરમાં ઉપયોગી થઈ શકે છે. તે માટે તેને વાટીને માખણ સાથે લેવામાં આવે છે. તે સિવાય તમે 60 ગ્રામ બીજને સરખી રીતે ચાવીને ખાઈ શકો છો. બહારી બવાસીરમાં તલનું તેલ લગાડવાથી આરામ મળે છે.
જાંબુડાનું ઝાડ : તેનું વૈજ્ઞાનિક નામ સાયજિજીયમ ક્યુમીની છે. જાંબુડો એક ખુબ જ મોટું સદાબાહર વૃક્ષ છે જેના પર ઘાટા રીંગણી કલરના ફળ જોવા મળે છે. જાંબુડાનો ખાટો-મીઠો સ્વાદ હોય છે. તેના ફળને ઋતુમાં 2-3 મહિના સુધી મીઠા સાથે લેવા જોઈએ. દરેક ઋતુમાં તેના ફળનું સેવન કરવાથી બવાસીરથી લોહી વહેવાથી બચી શકાય છે.
લીમડો : અધ્યયન મુજબ, બવાસીરના દર્દીઓ માટે લીમડો ફાયદાકારક હોય શકે છે. બજારમાં લીમડાનું તેલ પણ મળે છે, જે બવાસીરમાં અસરકારક છે. આ તેલને દિવસમાં બે વખત અસરકારક જગ્યાએ લગાડવાથી દુખાવો અને ખંજવાળ મટે છે અને સમસ્યાથી રાહત મળે છે.
એલોવેરા : અધ્યયન મુજબ, એલોવેરાનો ઉપયોગ આંતરિક અને બાહ્ય બંને બવાસીરમાં કરી શકાય છે. તેને સીધું જ ગુદા પર લગાડવામાં આવે છે અથવા એલોવેરાનો રસ પણ લઈ શકાય છે. તે રક્તસ્ત્રાવને અટકાવવામાં પણ મદદ કરે છે.
આ સિવાય તમને જણાવી દઈએ કે કોઈ પણ રોગ માટે કોઈ દવા લેતા પહેલા કોઈ એક્સપર્ટની સલાહ જરૂર લેવી જોઈએ. વધુ જાણકારી માટે હંમેશા પોતાના ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી