આજની ગંભીર સમસ્યાઓમાંથી એક કોલેસ્ટ્રોલ પણ છે, જેનાથી અનેક લોકો પરેશાન છે. હાઈ કોલેસ્ટ્રોલને લગભગ સાઇલેન્ટ કિલર કહેવાય છે. જો આને નિયંત્રિત ન કરવામાં આવે તો આ સ્ટ્રોક અને હાર્ટ એટેક જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધારી શકે છે.
કોલેસ્ટ્રોલ એક મીણ જેવી ફેટ હોય છે, જે શરીર નસ કે ધમનીઓમાં જમા થઈ જાય છે. આ ખરાબ કોલેસ્ટ્રોલ હોય છે, જે નસોમાં જામી જાય છે. તેનાથી તમારા બ્લડ સર્ક્યુલેશનમાં ઘટાડો થાય છે જેનાથી હૃદયરોગનું જોખમ વધી જાય છે. હવે પ્રશ્ન એ છે કે કોલેસ્ટ્રોલ બને છે કેવી રીતે એટલે કે આ લોહીની નસોમાં કેવી રીતે જમા થાય છે.
વિશેષજ્ઞ જણાવે છે કે દરરોજ ખાવામાં આવતી કેટલીક વસ્તુઓ અને સ્વસ્થ જીવનશૈલી એટલે કે શારીરિક કામકાજ ન કરવાના કારણે લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા વધે છે. કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ઘણાય લોકો દવાઓ કે અનેક પ્રકારની વસ્તુઓ ખાવાનું શરૂ કરી દે છે. તમે આ દવાઓનું સેવન કર્યા વગર પણ શરીરમાંથી ગંદા કોલેસ્ટ્રોલને બહાર કરી શકો છો. આવો વિસ્તારપૂર્વક જાણીએ.1) વોક ન કરવાથી:- એક સંશોધન પ્રમાણે ચાલવાથી અને વ્યાયામ કરવાથી સામાન્ય રૂપથી કેલેરી બર્ન થાય છે. અને તેનાથી વજન માં પણ ઘટાડો થાય છે. આનાથી શરીરમાં એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ ના લેવલને ઘટાડી શકાય છે. અને એચડીએલ એટલે કે સારા કોલેસ્ટ્રોલના લેવલને વધારી શકાય છે. એક સંશોધન પ્રમાણે 150 મિનિટ ચાલવાથી કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે
2) ધુમ્રપાન થી બચો:- વિશેષજ્ઞ જણાવે છે કે ધૂમ્રપાન ન કરવાથી તમારું એચડીએલ એટલે કે ગંદુ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે. ધુમ્રપાન કરવાથી હૃદયરોગ અને હાઇબ્લડપ્રેશરના જોખમો ની સંભાવના વધી જાય છે. તમાકુ એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને વધારે છે અને એચડીએલ એટલે કે સારા કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે.3) દારૂ નું સેવન સીમિત માત્રામાં કરો:- દારૂ કાં તો હંમેશા માટે છોડી દો કે તેનું સેવન એકદમ ઓછી માત્રામાં કરો. એક અભ્યાસ પ્રમાણે દારૂનું સેવન લીવર ખરાબ કરે છે અને નસોમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધારે છે. તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે દારૂનું સેવન અનેક ગંભીર અને જીવલેણ બીમારીઓ ની જડ છે.
4) વજન ઘટાડો:- વજન વધવાથી પણ શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ રહે છે. તેના માટે તમારે મીઠા પીણાં નો ત્યાગ કરવો પડશે. દરરોજ ખાવામાં આવતી કેલેરીનું ધ્યાન રાખો. દરરોજ એક્સરસાઇઝ કરો કે પછી કોઇ ને કોઈ શારીરિક પ્રવૃત્તિ ને શામેલ કરો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી