પેટમાં ગેસ થાવો અથવા તો પેટ ફુલાવું એ એક કષ્ટ દાયક હોય છે. આ સમયે તમે રાહત મેળવવા માટે આપણા શરીરમાં આવેલ એવા ઘણા પોઈન્ટ હોય છે જેને દબાવવાથી તેનાથી રાહત મળે છે. આજે અમે તમને ગેસ અથવા પેટ ફુલાય ત્યારે શરીર પર એવા 4 પોઈન્ટ હોય છે જેને પ્રેશર કરવાથી તમારી તકલીફ દુર થઇ જાય છે અને તમને થોડી જ મીનીટો માં આરામ મળે છે.
દરેક વ્યક્તિ સમયે સમયે ગેસ, સોજા અને અન્ય અસુવિધાજનક પાચન લક્ષણોનો અનુભવ કરે છે. જોકે, નબળા પાચન વાળા લોકોમાં આ લક્ષણ વધુ વખત જોવા મળે છે. એવામાં સમયે સમયે દવા લેવી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડી શકે છે. ડોક્ટર પોતે પણ વધારે દવા ખાવાની ના પડે છે અને ક્યારેક ક્યારે ઘરેલુ ઈલાજ પણ તરત જ રાહત અપાવી શકે છે. એવામાં એક્યુપ્રેશર ઉપચારનો એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.શું હોય છે એક્યુપ્રેશર?:- આ એક ચાઇનીઝ ટેક્નિક છે. જેમાં તમે શરીરના અમુક ખાસ સ્થાન પર દબાવ નાખો છો. આ સ્થાનોને એક્યુપોઈંટ કહેવામા આવે છે. આ એક્યુપોઇંટ્સને દબાવવાથી તમારી માંસપેશીઓને આરામ મળે છે અને તમારા રક્તપ્રવાહમાં સુધારો થાય છે. તે કિમોથેરેપિના ઘણા સામાન્ય દુષ્પ્રાભાવોમાં પણ મદદ કરે છે જેમકે, દુખાવો અને માથાનો દુખાવો. તે સિવાય ગેસ, સોજો અને પેટના દુખાવા માટે પણ અસરકારક ગણવામાં આવે છે. આવો જાણીએ આવા લક્ષણો ઘટાડવા માટે એક્યુપ્રેશરનો ઉપયોગ કેવી રીતે કરવો.
ST36:- તેને જુસાનળી પણ કહેવામા આવે છે. આ પોઈન્ટ ઘૂંટણથી 3 ઇંચ નીચેની સ્થિત હોય છે. તેને દબાવવાથી પેટમાં ગેસ જેવી સમસ્યાથી રાહત મળી શકે છે. તે સિવાય તે પેટના ઉપરી અંગ, તંત્રિકા તંત્રને પણ અસર કરી શકે છે.
આમ કરો પ્રેસ:- બે આંગળીને જુસાનળી પોઈન્ટ પર રાખો. હળવા દબાણનો ઉપયોગ કરીને આંગળીઓને ગોળાકાર ગતિમાં ફેરવો. 2-3 મિનિટ સુધી માલિશ કરો અને બીજા પગ પર ફરીથી આ પ્રક્રિયા કરો. SP6:- તેને સૈનિનજીયાઓ પણ કહેવામા આવે છે. તે સ્પ્લીન મેરિડિયન પર સ્થિત હોય છે. અને લોઅર એબ્ડોમિનલ ઓર્ગન્સ, નર્વસ સિસ્ટમને અસર કરે છે. તે પોઈન્ટ અંદરના ભાગમાં ઘૂંટણના હાડકાંથી લગભગ 3 ઇંચ ઉપર હોય છે.
આમ કરો પ્રેસ:- એક થી બે આંગળીઓને સૈનિનજીયાઓ પોઈન્ટ પર રાખો. હળવા દબાણનો ઉપયોગ કરીને આંગળીઓને ગોળાકાર ગતિમાં ફેરવો. 2-3 મિનિટ સુધી માલિશ કરો અને બીજા પગ પર ફરીથી આ પ્રક્રિયા કરો.
CV12:- તેને ઝોંગવાન પણ કહેવામા આવે છે. આ પોઈન્ટ કોન્સેપ્શનલ વેસલ મેરિડિયન પર સ્થિત હોય છે. આ પોઈન્ટ પર પ્રેશર આપવાથી એબ્ડોમિનલ ઓર્ગન્સ, બ્લેડરને અસર કરે છે. આ પોઈન્ટ નાભીથી 4 ઇંચ ઉપરની બાજુએ સ્થિત હોય છે. આમ કરો પ્રેસ:- બે થી ત્રણ આંગળીઓ ઝોંગવાન પોઈન્ટ પર રાખો. હળવા દબાણનો ઉપયોગ કરીને આંગળીઓને ગોળાકાર ગતિમાં ફેરવો. 2-3 મિનિટ સુધી માલિશ કરો.
CV6:- તેને કિહાઈ પણ કહે છે. આ પોઈન્ટ લોઅર એબ્ડોમિનલ ઓર્ગન્સ અને આખા એનર્જી સિસ્ટમને અસર કરે છે. આ પોઈન્ટ લગભગ દોઢ ઇંચ નાભીથી નીચે સ્થિત હોય છે.
આમ કરો પ્રેસ:- કિહાઈ પોઈન્ટ પર બે થી ત્રણ આંગળીઓ રાખો. હળવા દબાણનો ઉપયોગ કરીને આંગળીઓને ગોળાકાર ગતિમાં ફેરવો. સુનિશ્ચિત કરવું કે ખૂબ વધારે દબાણ ન આપવું, કારણ કે આ ક્ષેત્ર સંવેદનશીલ હોય છે. 2-3 મિનિટ સુધી માલિશ કરો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી